Navsari: કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની આડઅસર, કેરીના મોર ખરી પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી
ખાસ કરીને ગણદેવી તાલુકામાં જ્યાં સૌથી વધુ જિલ્લાનું કેરીનું ઉત્પાદન થાય છે. ત્યાં પણ આ વખતે કેરીના ઝાડ ઉપર ફ્લાવરિંગ ખરી પડતા કેરીનો પાક ઓછો ઉતરવાની સંભાવના છે.
Navsari: ગ્લોબલ વોર્મિંગએ (global warming)આજના જમાના માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે. વાતાવરણમાં આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતોમાં (Farmers) ચિંતા જોવા મળી રહી છે. હાલમાં થઇ રહેલા વાતાવરણીય ફેરફારમાં નાજુક ગણાતા ફળોના રાજા કેરી (Mango) પર થઇ છે. અને ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવનાને લઈને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નવસારી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ હોવાના કારણે આંબા પર મોર ખરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી આંબા પર મોર આવતા નહોતા અને પહેલીવાર સારું એવું સેટિંગ થયું હતું તેવા સમયે ગ્લોબલ વોર્મિંગના કારણે વાદળછાયું વાતાવરણ છવાતાં મોર ખરી ગયા છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે, નવસારી જિલ્લાના વિવિધ સોસાયટીઓ દ્વારા કેરીનો પલ્પ એક્સપોર્ટ કરવામાં આવે છે. પરંતુ જે વાતાવરણ સર્જાયું છે જેને લઇને કેરીનો પાક મોટા પ્રમાણમાં ઘટી જાય તેવી શક્યતાઓને પગલે ખેડૂતો ચિંતીત બન્યા છે.
ગ્લોબલ વોર્મિંગએ દુનિયા માટે યક્ષ પ્રશ્ન બની ગયો છે. જેના ભાગરૂપે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફાર જોવા મળી રહ્યા છે. ભરઉનાળે નવસારી જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ રહે છે અને બપોર બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જાય છે. જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ કેરીની સીઝન નજીક આવી રહી છે. અને આંબા પર મોર પણ આવી ગયા છે. પરંતુ વાદળછાયા વાતાવરણ અને પડી રહેલી અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે. નવસારી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વાદળછાયું વાતાવરણ રહે છે. જે કેરીના પાકને અનુકૂળ આવતું નથી. છેલ્લા પાંચ વર્ષમાં આજ રીતે વાતાવરણના આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતો કેરીનો પાક લેવા તૈયાર થતા નથી. અને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. ત્યારે આ વર્ષે પણ કમોસમી વરસાદ અને હવે વાદળ છાયા વાતાવરણએ ખેડૂતોની હાલત કફોડી કરી છે.
ખાસ કરીને ગણદેવી તાલુકામાં જ્યાં સૌથી વધુ જિલ્લાનું કેરીનું ઉત્પાદન થાય છે. ત્યાં પણ આ વખતે કેરીના ઝાડ ઉપર ફ્લાવરિંગ ખરી પડતા કેરીનો પાક ઓછો ઉતરવાની સંભાવના છે. આ વર્ષે ખેડૂતો માની રહ્યા છે કે કેરીના ભાવો તો સારા મળશે. પરંતુ બજારમાં આ વખતે કેરીનો પાક ગત વર્ષ કરતાં ચોક્કસપણે ઓછો જોવા મળશે.
આ પણ વાંચો : Ahmedabad: સોલા સિવિલમાં ઓડિયોલોજી એન્ડ સ્પિચ લેંગ્વેજ કોલેજની શરૂઆત, બહેરાશ ધરાવતા દર્દીઓ માટે વધારાની સુવિધા