Surat: પોલીસની SHE ટીમના ‘ગુડ ટચ-બેડ ટચ’ની સમજના અભિયાન બાદ વિદ્યાર્થિનીએ કહી તેની સાથે બનેલા દુષ્કર્મની હકીકત, પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો
સુરત શહેર પોલીસની SHE ટીમનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓને ગુડ ટચ-બેડ ટચ અંગેની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ પછી 13 વર્ષની એક વિદ્યાર્થિનીએ તેના પાડોશીની ગંદી હરકતો બાબતે સ્કૂલના પ્રિન્સિપાલને વાત કરી હતી.
સુરત (Surat)માં દીકરીઓની સલામતી અને સુરક્ષા માટે સુરત શહેર પોલીસની (Surat Police) SHE ટીમ દ્વારા ‘ગુડ ટચ-બેડ ટચ’નું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન અંતર્ગત રાંદેર વિસ્તારની એક સ્કૂલમાં દીકરીઓને ગુડ ટચ-બેડ ટચ (Good touch-bad touch)અંગેની સમજ આપવામાં આવી હતી. બેડ ટચ-વિશેનો ખ્યાલ મેળવ્યા પછી એક સ્કૂલની 13 વર્ષની દીકરીએ એનાં પ્રિન્સિપાલને જઇને કહ્યું કે-”મને આવા બેડ ટચનો અનુભવ થયો છે”. પ્રિન્સિપાલે તરત જ SHE ટીમનો સંપર્ક કર્યો. SHE ટીમે દીકરી સાથે વાત કરી, માહિતીઓની પુષ્ટિ કરી અને તાત્કાલિક જ ફરિયાદ દાખલ કરાવી.પોલીસે આરોપીની પણ ધરપકડ (Accused arrest) કરી લીધી.
સુરતના રાંદેરમાં શ્રમ વિસ્તારમાં રહેતા પરિવારને તરુણ દીકરીઓને પાડોશીના ભરોસે મુકી જવાનું ભારે પડ્યું હતુ. માતા-પિતા બે તરુણ દીકરીઓ અને એક સગીર દીકરાને પાડોશીના ઘરે મુકી વતન મરણવિધિમાં 6 દિવસ માટે ગયા હતા. એક સંતાનના પિતા એવા હવસખોર પાડોશીએ માસૂમ 13 વર્ષની બાળકી પર દાનત બગાડી ને રાત્રિના સમયે દુષ્કર્મ આચર્યુ હતુ.જો કે આ વાત બંને દીકરીઓના શાળામાં રાખવામાં આવેલા એક અવેરનેસના કાર્યક્રમ દ્વારા બહાર આવી.
બંને વિદ્યાર્થિની જે સ્કૂલમાં અભ્યાસ કરે છે ત્યાં ગુડ ટચ બેડ ટચના કાર્યકમો સતત થતા રહે છે. આ વર્ષે પણ સુરતના રાંદેરમાં આવેલી આ શાળામાં સુરત શહેર પોલીસની SHE ટીમનો આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થિનીઓને ગુડ ટચ-બેડ ટચ અંગેની સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમ પછી 13 વર્ષની એક વિદ્યાર્થિનીએ તેના પાડોશીની ગંદી હરકતો બાબતે સ્કૂલના પ્રિન્સિપાલને વાત કરી હતી. જ્યારે આ માસૂમ બાળકીને માતા-પિતાનો ડર લાગતો હોવાને કારણે વાત કરી ન હતી.
સમગ્ર વાત બહાર આવતા શાળા દ્વારા બાળકીના માતા-પિતાને આ અંગે જાણ કરવામાં આવી. બાદમાં રાંદેર પોલીસે બાળકીની માતાની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે પડોશી સુરજસિંહ ગ્યાનસિંહ ઠાકુર(27)ની સામે દુષ્કર્મ અને પોસ્કો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.તાત્કાલિક આરોપી સુરજસિંહની ધરપકડ પણ કરી લીધી.
આ પણ વાંચો-
Jamnagar: કાલાવડ માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરુ, સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો-