Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા : PM-JANMAN અભિયાન અંતર્ગત આધાર નોંધણી કેમ્પનું આયોજન કરાયું

નર્મદા : આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

નર્મદા : PM-JANMAN અભિયાન અંતર્ગત આધાર નોંધણી કેમ્પનું આયોજન કરાયું
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2024 | 12:12 PM

નર્મદા : ભારત સરકાર દ્વારા આદિમજુથના વિકાસ માટે PRADHAN MANTRI JANJATI ADIVASI NYAYA MAHA ABHIYAN એટલેકે PM-JANMAN અભિયાન હાથ ધરાયું છે. આદિમજુથના પરિવારોને પાયાની સુવિધાઓ પુરી પાડવા નર્મદા જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.

દેડિયાપાડા અને સાગબારા તાલુકાના 52ગામોમાં આદિમજૂથના પરિવારો વસવાટ કરતા હોય વહીવટી તંત્રની ટીમો દ્વારા ગત સપ્તાહથી સર્વેની કામગીરી ચાલી રહી છે. તેને સમાંતર આજે બુધવારના રોજ દેડિયાપાડા તાલુકાના બેસણા ગામે આધાર નોંધણી કેમ્પ યોજાયો હતો. બેસણા, ખુરદી, નાની સિંગ્લોટી, કોલીવાડા અને ઘાંટોલી ગામના નાગરિકો સહભાગી બની આધાર નોંધણી અને અપડેશનની કામગીરી કરાવી હતી.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

આજે તા. 4 જાન્યુઆરીના રોજ મુલ્કાપાડા ગામે કેમ્પ યોજાઈ રહ્યો છે જેનો મુલ્કાપાડા,ઉમરાણ(ગવલાવાડી) નાની બેડવાણ, દેવગામ, બેળદા, ખામ, કુંડીઆંબા અને કોરવી ગામના લોકો લાભલઈ શકશે. જ્યારે પાંચમી જાન્યુઆરીના રોજ ખરચીપાડા ગામે યોજાનારા કેમ્પમાં ખરચીપાડા, ઝરણાવાડી, સામરપાડા(ઘોડી) ભુતબેડા, મંડાળા, સોરાપાડા અને કનબુડી ગામના નાગરિકો ભાગ લઈ રહ્યા છે.

સાગબારા તાલુકાના ડાબકા ગામે બુધવારે આધાર નોંધણી-સુધારણા કેમ્પ યોજાયો હતો. જેમાં કાકરપાડા, હલગામ(પાડી), દોધનવાડી, ઉભારીયા, ઉમરદા અને ગાયસાવર ગામના નાગરિકો સહભાગી બન્યા હતા. જ્યારે તા.૪ અને ૫મી જાન્યુઆરીના રોજ ભાદોડ ખાતે કેમ્પ યોજાનાર છે તેમાં ભાદોડ, કોલવણ, ધવલીવેર, સેલંબા, નવાગામ(જા) અને નેવડીઆંબા તેમજ તા.૬ ઠ્ઠી જાન્યુઆરીના રોજ મોટી દેવરુપણ ખાતે યોજાનારા કેમ્પમાં મોટી દેવરૂપણ, ભોરઆમલી, ટાવલ, કેલ અને ઘોડમુંગ ગામના નાગરિકો લાભ લઈ આધાર નોંધણી અને અપડેશન કરાવ્યા હતા.

આધાર નોંધણી કેમ્પની સાથે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારી- કર્મચારીશ્રીઓ પણ કેમ્પ સ્થળે જઈને વિવિધ કલ્યાણકારી યોજનાકીય માહિતી પુરીપાડવા સાથે લાભાર્થીઓને યોજનાકીય લાભ મળી રહે તે દિશામાં કાર્ય કરી રહ્યા છે.

PM-JANMAN  યોજના શું છે?

PM-JANMAN એક સરકારી યોજના છે જેનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે. આ યોજના કેન્દ્રીય ક્ષેત્ર અને કેન્દ્રીય પ્રાયોજિત યોજનાઓનું એકીકરણ આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા રાજ્ય સરકારો અને PVTG સમુદાયો સાથે મળીને લાગુ કરવામાં આવશે.

નર્મદા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">