Mehsana : આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત 11 ઓગષ્ટથી 17 ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન
મહેસાણામાં(Mehsana) હર ઘર તિરંગા કાર્યક્રમ દેશ ભક્તિ અને રાષ્ટ્ર ગૌરવનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં અબાલ વૃધ્ધ દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે. જિલ્લામાં આ કાર્યક્રમ સુપેરે યોજાયે તે માટે જિલ્લા કલેકટરે નોડલ અધિકારીઓની નિમણુંક કરી વિવિધ કામગીરી સોંપી છે.

ગુજરાતમાં (Gujarat) પણ ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદી કા અમૃત મહોત્સવની( Azadi Ka Amrit Mahotsav) ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત 11 ઓગષ્ટથી 17 ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા કાર્યક્મનું આયોજન કરાયું છે.મહેસાણા જિલ્લામાં આ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ફલેગ કોડ ઓફ ઇન્ડિયા 2002 મુજબ રાષ્ટ્રીય ધ્વજ તૈયાર કરવાનો રહશે.જેમા રાષ્ટ્ર ધ્વજની સાઇઝ 20*30 અથવા તેનાથી અડધી સાઇઝ અને કાપડ કોટન,ખાદી,ઉન,પોલીસ્ટર અથવા સિલ્કનો ઉપયોગ કરવાનો રહેશે. આ બેઠકમાં જિલ્લાના તમામ ઘરો,દુકાનો,વેપારી ગૃહો,સરકારી કચેરીઓ તથા ખાનગી કચેરીઓ ઉપર 11 થી 17 ઓગષ્ટ દરમિયાન રાષ્ટ્રીય ધ્વજ ફરકવવા સહિત નાગરિકોને દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવ માટે પ્રોત્સાહિત કરવા અંગે ચર્ચા કરાઇ હતી.
જેમાં જિલ્લામાં સ્પેશીયલ તિરંગા માર્ચ આન,બાન અને શાન ઓફ તિરંગાની થીમ હેઠળ યોજવા બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત જિલ્લામાં આવેલ શોપીંગ સેન્ટરો,બસ સ્ટેશનો,મોલ જેવી લોકોની વધુ અવર જવર સ્થળોએ રાષ્ટ્ર ધ્વજ માટેના સ્ટોલ લગાવવા સહિતની વ્યવસ્થા કરવા સૂચનો કરવામાં આવ્યા હતા.જિલ્લામાં આદરપૂર્વક રાષ્ટ્રધ્વજ લહેરવાનો કાર્યક્રમ યોજાય તે સુનિશ્ચિત કરવા પણ ખાસ સૂચન કરાયું હતું.
હર ઘર તિરંગા કાર્યક્રમ દેશ ભક્તિ અને રાષ્ટ્ર ગૌરવનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં અબાલ વૃધ્ધ દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે. જિલ્લામાં આ કાર્યક્રમ સુપેરે યોજાયે તે માટે જિલ્લા કલેકટરે નોડલ અધિકારીઓની નિમણુંક કરી વિવિધ કામગીરી સોંપી છે. જેમાં હર ઘર તિરંગા કાર્યક્રમ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા