Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story : અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓ કેવી રીતે થયા સફળ ? જાણો ક્યાંથી થઈ શરૂઆત

અમેરિકાના હાઈવે પર જોવા મળતી કોઈપણ મોટલ પર જશો તો મોટાભાગની મોટલના રિસેપ્શન પર તમને કોઈ ગુજરાતી ચોક્કસથી મળી જશે. અમેરિકાના મધ્યમ કદના હોટેલ અને મોટાભાગના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓએ ધાક જમાવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓની કેવી રીતે એન્ટ્રી થઈ અને કેવી રીતે સફળ થયા.

Success Story : અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓ કેવી રીતે થયા સફળ ? જાણો ક્યાંથી થઈ શરૂઆત
Motel Business
Follow Us:
| Updated on: Jun 24, 2024 | 2:28 PM

અમેરિકામાં ગુજરાતીઓએ મોટેલ ઈન્ડસ્ટ્રીમાં એવી જમાવટ કરી છે કે આજે તેની ચોતરફ ચર્ચા છે. એમાં પણ ખાસ કરીને પટેલોનો સહયોગ બહુ મોટો છે. એક સમયે જે ધંધો શરૂઆતમાં કોઈ કરવા માંગતા ન હતા તે હવે દરેકની નજરમાં છે. લગભગ 1940-50ના દાયકામાં ગુજરાતીઓએ અમેરિકા આવીને પોતાની મહેનત, ભાઈચારા અને વિઝનના આધારે સફળતા મેળવી જેના કારણે અમેરિકાનો મોટેલ બિઝનેસ 40 ટકાથી વધુ ગુજરાતીઓ પાસે છે.

અમેરિકાના હાઈવે પર જોવા મળતી કોઈપણ મોટેલ પર જશો તો મોટાભાગની મોટેલના રિસેપ્શન પર તમને કોઈ ગુજરાતી ચોક્કસથી મળી જશે. અમેરિકાના મધ્યમ કદના હોટેલ અને મોટાભાગના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓએ ધાક જમાવી છે. ત્યારે આ લેખમાં જાણીશું કે અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતીઓની કેવી રીતે એન્ટ્રી થઈ અને કેવી રીતે સફળ થયા.

અમેરિકાના મોટેલ બિઝનેસમાં ગુજરાતીઓની એન્ટ્રી

અમેરિકા જવું ઘણા લોકો માટે એક સપનું હોય છે. દર વર્ષે ભારત અને વિશ્વના અન્ય ભાગોમાંથી સેંકડો લોકો રૂપિયા કમાવવાનું સ્વપ્ન લઈને અમેરિકા આવે છે અને કાનજી મંચુ દેસાઈ આમાંના જ એક વ્યક્તિ હતા. કાનજી મંચુ દેસાઈ 1937માં અમેરિકા આવ્યા હતા. તેઓ અમેરિકામાં મોટેલ ધરાવનાર પ્રથમ ભારતીય છે.

આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા

કાનજી દેસાઈએ સાન ફ્રાન્સિસ્કોમાં ગોલ્ડફિલ્ડ હોટેલ ખરીદી હતી અને આનાથી અન્ય ઘણા ગુજરાતીઓ માટે ભારત છોડીને અમેરિકામાં પોતાનો વ્યવસાય ખોલવાનો માર્ગ મોકળો થયો હતો. કાનજી દેસાઈ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાથી તેમના માટે અમેરિકામાં વેપાર કરવો સરળ ન હતો, પરંતુ તેમણે તમામ પડકારોનો સામનો કર્યો અને એક સફળ બિઝનેસમેન તરીકે ઉભરી આવ્યા.

જ્યારે જાપાનીઓએ પર્લ હાર્બર પર હુમલો કર્યો ત્યારે એક જાપાની મહિલાએ કાનજી મંચુ દેસાઈને ભાડેથી હોટેલ આપી હતી. જેમાં તેમણે ઘણો નફો કમાયો હતો. બાદમાં કાનજી દેસાઈએ સિંગલ-રૂમ ઓક્યુપન્સી (SRO) હોટલ ભાડે આપીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો. ખૂબ જ જલ્દી તેમણે પોતાનો હોટલ બિઝનેસ વધારવાનો નિર્ણય કર્યો અને તેમને સફળતા પણ મળી. આ પછી કાનજી દેસાઈએ અન્ય ગુજરાતીઓને અમેરિકા બોલાવવાનું શરૂ કર્યું અને તેમને તેમના SROમાં રહેવા કહ્યું.

મીડિયા અહેવાલો અનુસાર, કાનજી દેસાઈ શરૂઆતમાં ખેતરમાં ફળો તોડવાનું કામ કરતા હતા અને તેમને આ અઘરા કામ માટે પૂરતો પગાર મળતો ન હતો, પરંતુ તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ હોવાથી તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. પરંતુ તેમને પોતાનું કંઈક કરવું છે. અંતે સંજોગો એવા સર્જાયા કે કાનજી દેસાઈ અને બીજા મિત્રોએ મળીને કેલિફોર્નિયામાં મોટેલ ખરીદી અને પછી તો તેમણે બીજા ગુજરાતીઓને પણ આ વ્યવસાયમાં આગળ વધવામાં મદદ કરી અને જોતજોતામાં ગુજરાતીઓએ મોટેલ ઉધોગમાં નામના વધવા લાગી.

અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં દાયકાઓથી પટેલોનો દબદબો

પટેલ અટક મોટેલ્સ માટે એક બ્રાન્ડ બની ગઈ છે, એવું કહીએ તો પણ ખોટું નથી. કારણ કે એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન (AAHOA)ના એક અહેવાલ મુજબ, ગુજરાતીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ મોટેલ્સમાંથી 40 ટકાથી વધુ માલિકી ધરાવે છે. તેમાંના મોટાભાગના પટેલ છે.

પટેલ પરિવારે સૌપ્રથમ 1940 અને 1950 ના દાયકામાં હોટેલ ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી, આ સમયગાળા દરમિયાન ઘણા પટેલ પરિવારો વ્યવસાયની શોધમાં યુએસમાં સ્થળાંતરીત થયા હતા. સમય જતાં તેમણે સામાન્ય લોકો પોતાના બજેટમાં આરામદાયક અને સસ્તામાં આરામ કરી શકે એવી નાની હોટલો શરૂ કરી અને પ્રતિષ્ઠા મેળવી.

અમેરિકામાં પટેલ નામની ઢગલાબંધ તમને હોટલ અને મોટેલ જોવા મળી રહેશે. આ જોઈને લોકોને લાગે કે પટેલ નામની કોઈ કંપની કે મોટી સંસ્થા હશે, હકીકતમાં આવું નથી. કારણ કે પટેલ સરનેમ ધરાવતો એક વિશાળ સમૂહ અમેરિકામાં રહે છે અને મોટાભાગના બધા જ હોટલ અને મોટેલ વ્યવસાય સાથે જોડાયેલા છે. પટેલ પરિવારોનો મોટેલ ઉદ્યોગની સફળતામાં મોટો ફાળો છે. આ લોકો મોટેભાગે મોટેલ અથવા તો નાની હોટેલ ચલાવે છે. મોટેલ ઉદ્યોગમાં પટેલ પરિવારની સફળતાએ તેમને યુનાઇટેડ સ્ટેટ્સમાં બિઝનેસ લેન્ડસ્કેપનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવ્યો છે.

પટેલો યુએસના મોટેલ બિઝનેસમાં સફળ કેવી રીતે થયા. આ માટે આપણે ચંદ્રકાંત (ચાન) પટેલની સફળતાની કહાની પરથી જાણીએ. ચંદ્રકાંત તેમના ઉચ્ચ શિક્ષણ માટે 1960 ના દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ આવ્યા હતા. ટૂંક સમયમાં જ તેમને સ્થાનિક એરલાઇન બ્રાનિફ ઇન્ટરનેશનલમાં એક્ઝિક્યુટિવ તરીકે નોકરી મળી હતી. બાદમાં તેમણે લગ્ન કર્યા અને ચાર બાળકો થયા, તેમનું જીવન સુખમય ચાલતું હતું.

1976માં તેમણે એક્ઝિક્યુટિવ તરીકેની નોકરીની સાથે અલામો પ્લાઝા મોટેલ કોર્ટ્સ ડલ્લાસ ખરીદી. તે ડલ્લાસમાં પ્રથમ ભારતીય મોટેલ માલિક હતા. તેઓ નોકરીની સાથે મોટેલ ચલાવતા હતા અને તેમની પત્નીને ગ્રાહકો માટે લોન્ડ્રી અને અન્ય નાનામોટા કામોમાં મદદ કરતા હતા. ટૂંક સમયમાં જ મોટેલની આવક એરલાઇનની નોકરી કરતા બમણી થઈ ગઈ અને મોટેલનો કારોબાર એટલો ઝડપથી વધ્યો કે 11 વર્ષમાં જ એટલે કે 1987 સુધીમાં તેઓ 13 મોટેલના માલિક બની ગયા.

ત્યારબાદ તેમણે તેમના પુત્રને તેમના વ્યવસાયની કમાન સોંપી અને સ્ટેટ બેંક ઓફ ટેક્સાસ નામની બેંક શરૂ કરીને એક નવું સાહસ શરૂ કર્યું, જેનો હેતુ ઇમિગ્રન્ટ્સને તેમના નવા બિઝનેસ માટે પોસાય તેવી લોન મેળવવામાં મદદ કરવાનો હતો. બેંક પણ એક સફળ સાહસ બની અને 2018 સુધીમાં તેને 3 બિલિયન ડોલરથી ઓછી સંપત્તિ સાથે યુ.એસ.માં ટોચની 100 કોમ્યુનિટી બેંકોમાંની એક હતી. આમ ચંદ્રકાંત પટેલની આ સક્સેસ સ્ટોરી દર્શાવે છે, કે ગુજરાતીઓ કેવી રીતે અમેરિકાના મોટેલ વ્યવસાયમાં સફળ થયા.

અમેરિકામાં મોટેલ બિઝનેસમાં ગુજરાતીઓ કેમ આગળ ?

અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ગુજરાતી સમુદાયની અગ્રણી ભૂમિકા ઘણા કારણોસર છે. સૌપ્રથમ જ્યારે 1950 અને 1960ના દાયકામાં ઘણા ગુજરાતી પરિવારો અમેરિકા આવ્યા તો તેમણે સૌપ્રથમ એવા વ્યવસાયોને ઓળખ્યા જ્યાં તેમને મોટા મૂડી રોકાણની જરૂર ન હતી. મોટેલ ઉદ્યોગ આ માટે યોગ્ય હતો.

ગુજરાતી સમાજમાં પારિવારિક અને સમુદાયિકની ભાવના હોય છે. એકમેકની મદદથી ઘણાં પરિવારો મોટેલ ખરીદવા અને ચલાવવા લાગ્યા. મોટાભાગના ગુજરાતી પરિવારો સંયુક્ત કુંટંબમાં રહેવામાં માને છે. જેના કારણે મોટેલ ચલાવવામાં થતી મહેનત અને ખર્ચને વહેંચવામાં મદદ થાય છે. તો સાથે મળીને મોટેલ ચલાવે છે, જેથી મજૂરી ખર્ચમાં પણ ઘટાડો થાય છે.

ગુજરાતીઓમાં વ્યવસાયિક કુશળતા અને બચતના ગુણો છે, જેને કારણે તેઓ પોતાના વ્યવસાયમાં વધુ સફળતા મેળવે છે. આના સફળ ઉદાહરણો કાંનજી દેસાઈ અને ચંદ્રકાંત પટેલ જેવા ઉધોગપતિઓ છે, જેમણે બીજા પરિવારોને પણ આ ઉદ્યોગમાં આકર્ષ્યા છે. મહેનત, સદબુદ્ધિ  અને વિવેક જેવા ગુણો જે ગુજરાતી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે, જે આ ઉદ્યોગમાં પણ આગળ વધવામાં ગુજરાતીઓને મદદરૂપ થાય છે.

અમેરિકાની મોટેલ ઈન્ડસ્ટ્રીમાં ગુજરાતીઓ સફળ થયા એ આંકડા જ કહી જાય છે. હાલમાં 40 ટકાથી વધુ મોટેલો ગુજરાતીઓ પાસે છે. તેમની પાસે કુલ 34000થી વધુ મોટેલ છે. જેમાં મોટાભાગની મોટેલના માલિક પટેલો છે. એક સમયે જે ધંધો શરૂઆતમાં કોઈ કરવા માંગતા ન હતા તે હવે દરેકની નજરમાં છે.

હોટેલ અને મોટેલ વચ્ચે શું તફાવત છે ?

હોટેલો કોઈપણ જગ્યાએ હોઈ શકે છે. તેમાં રહેવા માટે રૂમ હોય છે. એક ડાઇનિંગ રૂમ હોય છે અને રસોડું પણ હોય છે, જ્યારે મોટેલ મુખ્યત્વે હાઇવે પર હોય છે. જ્યાં એવા મુસાફરો રાત્રિ રોકાણ કરવાનું પસંદ કરે છે, જેઓ લાંબી મુસાફરી પર નીકળ્યા છે અને રાત્રે મુસાફરી કરવા માંગતા નથી. મોટાભાગની મોટેલ્સ રસ્તાની બાજુમાં હોય છે, જ્યાં રૂમની સાથે પાર્કિંગ માટે જગ્યા હોય છે.

આ પણ વાંચો ત્રીજા વિશ્વ યુદ્ધમાં ભારત નિભાવશે અમેરિકાની ભૂમિકા ! જાણો કઈ રીતે

g clip-path="url(#clip0_868_265)">