Kheda : ‘પતરા’માં PMJAY ! મહેમદાવાદમાં પતરાના શેડ નીચે ધમધમી રહી છે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જાણો સંપૂર્ણ ઘટના, જુઓ Video

અમદાવાદના ખ્યાતિકાંડ બાદ નસબંધી કાંડ હોય કે પછી સુરતમાંથી ઝોલા છાપ ડોકટરો ઝડપાયા હોવાની ઘટના સામે આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી હોય તેવી અનેક ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ખેડાના મહેમદાવાદમાં આવેલી વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પતરાના શેડ નીચે ચાલતી હોવાનું સામે આવ્યુ છે.

Kheda : ‘પતરા'માં PMJAY  ! મહેમદાવાદમાં પતરાના શેડ નીચે ધમધમી રહી છે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જાણો સંપૂર્ણ ઘટના, જુઓ Video
Mehmedabad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2024 | 3:11 PM

અમદાવાદના ખ્યાતિકાંડ બાદ નસબંધી કાંડ હોય કે પછી સુરતમાંથી ઝોલા છાપ ડોકટરો ઝડપાયા હોવાની ઘટના સામે આવી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતી હોય તેવી અનેક ઘટનાઓ સતત બહાર આવી રહી છે. ત્યારે ખેડાની એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. ખેડાના મહેમદાવાદમાં ખાત્રજ ચોકડી પાસે વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આવેલી છે.

નવાઈના વાત એ છે કે આ હોસ્પિટલ પતરાના શેડ નીચે ધમધમી રહી છે. છતાં અહીં દર્દીઓને PMJAY યોજનાનો લાભ મળતો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મુદ્દો એ હતો કે આવી હોસ્પિટલની PMJAY યોજનામાં પસંદગી કેવી રીતે થઈ ? હોસ્પિટલના કેમ્પસમાં જ જોખમી મેડિકલ વેસ્ટના ઢગલા જોવા મળ્યા હતા. એટલું જ નહીં ન તો ફાયર સેફ્ટીના કોઈ સાધનો હતો કે ન તો ફાયર એનઓસી હતું.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

શેડ નીચે ચાલી રહી છે હોસ્પિટલ !

આ સમગ્ર ઘટના અંગે ટીવી નાઈને અહેવાલ રજૂ કર્યો. અને આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા. જો કે ટીવી નાઈનના અહેવાલ બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને ન માત્ર મહેમદાવાદની વેદ હોસ્પિટલ પરંતુ PMJAY યોજનાનો લાભ મેળવતી તમામ હોસ્પિટલ અંગે તપાસ કરવાના આદેશ અપાયા છે.

મહેમદાવાદ સહિત ગુજરાતની M પેનલમાં આવતી PMJAY હોસ્પિટલોમાં તપાસ કરાશે. આ સમગ્ર ઘટનામાં આરોગ્ય વિભાગ સવાલોના ઘેરામાં એટલે પણ છે કારણ કે વેદ હોસ્પિટલના ડૉક્ટર દ્વારા ચોંકાવનારો દાવો કરાયો હતો. એ દાવો એ હતો કે તેમની હોસ્પિટલમાં PMJAYના તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે.

તમામ નિયમોના પાલનનો હોસ્પિટલનો દાવો

આ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમયાંતરે ચકાસણી પણ કરવામાં આવે છે. ત્યારે હવે ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા એક કમિટી બનાવવામાં આવી છે. જે સમગ્ર મામલાની તપાસ કરીને અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સોંપશે. આ સમગ્ર ઘટનાની તપાસમાં અનેક ખુલાસા થઈ શકે છે. હોસ્પિટલમાં PMJAY યોજના અંતર્ગત કેટલાં ઓપરેશનો થયા છે તે પણ સવાલનો વિષય છે.

g clip-path="url(#clip0_868_265)">