કોંગ્રેસ લોકસભા બેઠકો પર 2-2 સભ્યોની તૈયાર કરશે પેનલ, આગામી મહિને યાદી જાહેર કરાશે
લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ માટે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીની મહત્વપૂર્ણ બેઠક અમદાવાદમાં પ્રદેશન કાર્યાલય ખાતે મળી હતી. ઉમેદવારોને પૂરતો સમય ચૂંટણી લડવા માટે મળી રહે એ માટે વહેલા યાદી જાહેર કરવામાં આવશે એવો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ હવે કોંગ્રેસે ઉમેદવારોની યાદી તૈયાર કરવા પ્રયાસ શરુ કર્યો છે.
લોકસભા ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીની મહત્વપૂર્ણ બેઠક પ્રદેશ કાર્યાલયે મળી હતી. જેમાં લોકસભા ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ પક્ષમાં સીધી રીતે દાવેદારી કરવાની નહીં રહે, પરંતુ સંગઠનમાં નીચેથી આવનાર નામોને પસંદગી કરાશે એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ઉમેદવારને દોઢથી બે મહિનાનો સમય મળી રહે એ ઉમેદવારોને દોઢ થી 2 મહિના પૂર્વે જાણ કરી દેવા પણ ચર્ચા કરાઈ.
લોકસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડ માં જોવા મળી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનીક અને ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં પોલિટિકલ અફેર્સ કમિટી અને ઇલેક્શન કમિટીની પ્રથમ બેઠક મળી હતી. જેમાં લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવેશની તૈયારીઓને લઈ ચર્ચા કરવામાં આવી હતી.
જાન્યુઆરી અંત સુધી લોકસભા દીઠ 2-2 સભ્યોની પેનલ
બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય અને બદલાવ કરાયા. જેમાં અત્યાર સુધી કોંગ્રેસમાં ઉમેદવારોએ પોતાનો બાયોડેટા પક્ષને આપવાનો રહેતો હતો, હવે એ વ્યવસ્થા બદલી તાલુકા અને જિલ્લા સંગઠન માંથી સામે આવનાર નામોને પસંદ કરવા અને કોઈએ સામેથી દાવેદારી નહીં કરવા નિર્દેશ આપવામાં આવ્યા. આ સિવાય લોકસભા લડતા કોંગ્રેસના ઉમેદવારને દોઢ થી 2 મહિનાનો સમય મળી રહે તે માટે જલ્દી ઉમેદવાર પસંદગી કરવા ચર્ચા કરાઈ. જેમાં નક્કી કરાયું કે જાન્યુઆરી અંત સુધીમાં લોકસભા દીઠ 2 ઉમેદવારોની પેનલ નક્કી કરવી અને ફેબ્રુઆરી અંત સુધી માં નક્કી થયેલ ઉમેદવારોને જાણ કરી દેવી કે તેમણે ચૂંટણી લડવાની છે.
આ પણ વાંચોઃ ભારતના આ સુંદર પ્રદેશમાં પૂર્વ મંજૂરી વિના ત્યાંની ધરતી પર પગ પણ મુકી શકાતો નથી, જાણો
કોંગ્રેસ છોડી ગયેલા નેતા-કાર્યકરોને ઘરવાપસી કરાવો:શક્તિસિંહ
શનિવારે બપોરે કોંગ્રેસના જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે પ્રદેશ અધ્યક્ષની પણ બેઠક મળી હતી. જેમાં નગરપાલિકા વિસ્તારમાં સંગઠનને વધારે મજબૂત કરવું, હાથ સે હાથ જોડો અભિયાન થકી નવા લોકોને કોંગ્રેસમાં જોડવા સૂચના આપવામાં આવી. આ સિવાય જુના કોંગ્રેસીઓ કે જેઓ સમયાંતરે કોંગ્રેસ છોડી અન્ય પક્ષમાં જોડાયા છે અથવા તો નિષ્પક્ષ થઈ ઘરે બેઠા છે તેમને સક્રિય કરવા અથવા તો ઘર વાપસિક કરાવવા માટે શક્તિસિંહ ગોહિલે આહવાન કર્યું હતું.