Breaking News : અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ, ઘીયળ નદીમાં પુર આવ્યું,જુઓ Video
ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું છે.
ગુજરાતમાં બદલાયેલા વાતાવરણ વચ્ચે અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં બાબરીયાધારની ઘીયળ નદીમાં પુર આવ્યું છે.તેના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રક તણાયો છે. જેમાં જી.આર.ડી જવાનો દ્વારા 5 માણસોને નદી માંથી રેસ્ક્યુ કરી બચાવ્યા છે. જયારે બાબરીધાર બર્બટાણા વિસ્તારમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે.
અમરેલીના ગ્રામ્ય પંથકમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. જેમાં ધારી, સાવરકુંડલા, ખાંભા અને ગીર પંથકમાં ભર ઉનાળે ધોધમાર કમોસમી વરસાદ પડ્યો છે. મોટા સમઢીયાળામાં ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ભર ઉનાળે ગામના બજારોમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. જેમાં અમરેલી પંથકમાં સતત કમોસમી વરસાદને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે.
ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે.ફરી એકવાર રાજ્યના ખેડૂતોના માથે માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો છે..ત્યારે આજે ડાંગ, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.કમોસમી વરસાદને કારણે ઉનાળું પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે..જેને લઇ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે..
તો આ તરફ ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને રાધનપુર, મહેસાણા સહિતના જીલ્લાઓમાં પણ પવન સાથે માવઠું પડ્યું.કમોસમી વરસાદને પગલે રસ્તા પર પાણી વહેતા થયા હતા.અચાનક વરસાદી માહોલને કારણે ઉનાળું પાકને નુકસાન જવાની ભીતિ છે..જેને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.