Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking News : રાજ્યમાં આગામી 5 દિવસ ફરી માવઠાની આગાહી, ખેડૂતોની માઠી દશા બેઠી

Weather Updates: રાજ્યના ખેડૂતો માટે ફરી એક માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં માવઠુ થવાની શક્યતા છે. જેમા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ, દીવ-દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.

Rain Breaking News : રાજ્યમાં આગામી 5 દિવસ ફરી માવઠાની આગાહી, ખેડૂતોની માઠી દશા બેઠી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 9:44 AM

રાજ્યના ખેડૂતો માટે ફરી આગામી 5 દિવસ મુશ્કેલીભર્યા રહી શકે છે. રાજ્યમાં ફરી  5 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમરેલી, રાજકોટ, દીવ,દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

7 એપ્રિલે ઉત્તર ગુજરાતના ગામોમાં વરસાદ થવાની શક્યતા

7 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. આ સાથે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મહત્વપૂર્ણ છે કે રાજસ્થાન તરફ સાયકલોનીક સર્ક્યુલેશનને લઈને કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. માવઠાના પગલે ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે.

42,210 હેક્ટર જેટલો વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન

પ્રવક્તા મંત્રીએ સર્વેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આ 15 જિલ્લાના કુલ 1,99,951 હેક્ટર અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં, ખેતીપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 1,83,121 હેક્ટર અને બાગાયતી ફળપાકોનો અસરગ્રસ્ત વિસ્તાર 16,830 હેક્ટર છે. સર્વેની વિગતો અનુસાર 42,210 હેક્ટર જેટલો વિસ્તાર 33 ટકા કે તેથી વધુ નુકશાનગ્રસ્ત છે.

22 વર્ષની છોકરીએ 18 કરોડમાં વેચી પોતાની વર્જિનિટી ! હોલિવૂડ સ્ટારે ખરીદી
ઓશીકા નીચે ચાવી રાખીને સૂવું શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 13-03-2025
IPL ની એક મેચનો ખર્ચ કેટલા કરોડ રૂપિયા થાય ?
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની MLA રીવાબાને કેટલું પેન્શન મળશે?
UPSC ફેક્ટરી છે આ કોલેજ, અહીંથી નીકળી છે ઢગલાબંધ IAS ઓફિસર

જેમાં 30,895 હેક્ટર ખેતીપાકોનો વિસ્તાર અને બાગાયતી ફળપાકોનો નુકશાનગ્રસ્ત વિસ્તાર 11,315 હેક્ટર છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના નિયામો પ્રમાણે રાજ્યમાં 33 ટકાથી વધુ નુકસાનગ્રસ્ત હોય તેવા ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવવાની વિચારણા હાથ ધરવામાં આવશે.

માવઠાથી થયેલ પાક નુકસાનીનું સરકાર ખેડૂતોને વળતર ચુકવશે

ગુજરાતમાં ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું વળતર ચૂકવવાની જાહેરાત કરી છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમા રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી અને બાગાયતી પાકમાં થયેલા નુકશાન અંગે ચર્ચા કરાઇ હતી‌.બેઠકમાં થયેલી ચર્ચાની વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગત માર્ચ માસ દરમિયાન થયેલા કમોસમી વરસાદને કારણે 15 જિલ્લાનાં 64 તાલુકાના 2785 ગામોમાં પાક નુકશાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. પાક નુકસાની અહેવાલોના આધારે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Breaking News : ખેડૂતો માટે રાહતના સમાચાર, માવઠાને લઇને થયેલ પાક નુકસાનીનું સરકાર વળતર ચૂકવશે

અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકસાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં

જૂનાગઢ, અમરેલી, કચ્છ, પાટણ, સાબરકાંઠા, અમદાવાદ, તાપી, રાજકોટ, બનાસકાંઠા, સુરત, બોટાદ, જામનગર, ભાવનગર, અરવલ્લી અને ભરુચ જિલ્લામાં મળી કુલ 565 સર્વે ટીમો દ્વારા વિગતવાર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં આંબાના પાકમાં નુકશાનીની રજૂઆતોને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તરફથી અસરગ્રસ્ત વિસ્તારમાં પાક નુકશાન સર્વેની કામગીરી હાલ પ્રગતિમાં છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">