ઓશીકા નીચે ચાવી રાખીને સૂવું શુભ કે અશુભ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે
Pic credit - google
ઘણીવાર લોકો સૂતી વખતે ઓશીકા નીચે કિમતી વસ્તુઓ રાખે છે, જેથી આપણે ચિંતાઓથી મુક્ત અને શાંતિથી સૂઈ શકીએ.
Pic credit - google
વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાથી જ એક છે કે ઓશીકા નીચે ચાવી મુકીને સુવું.
Pic credit - google
ઘણી વખત આપણે સૂતી વખતે ઘરની ચાવી તકિયા નીચે રાખી દઈએ છીએ. ત્યારે શું તકિયા નીચે ચાવી મુકીને સૂવું જોઈએ કે નહીં ચાલો જાણીએ
Pic credit - google
વાસ્તુશાસ્ત્ર અનુસાર તકિયા નીચે ચાવી મુકીને સૂવું અશુભ માનવામાં આવે છે, આવું કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
Pic credit - google
એવું કહેવાય છે કે જે વ્યક્તિ તકિયા નીચે ચાવી રાખીને સૂવે છે તેને હંમેશા આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.
Pic credit - google
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઓશીકા નીચે ચાવી રાખીને સૂવાથી દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે, જેના કારણે વ્યક્તિને આર્થિક સમસ્યાઓ અને જીવનમાં નિષ્ફળતાનો સામનો કરવો પડે છે.
Pic credit - google
એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ તેના ઓશીકા નીચે ચાવી રાખીને સૂવે છે તેને તેના મહત્વપૂર્ણ કામમાં અવરોધોનો સામનો કરવો પડે છે.
Pic credit - google
આ સિવાય તે વ્યક્તિમાં નકારાત્મકતા પણ વધવા લાગે છે
Pic credit - google
નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુશાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતું નથી