અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ મંડળના 16 સ્ટેશનો નવા રંગરૂપ સાથે વિકસાવાશે, વડાપ્રધાન કરશે સ્ટેશનોનો શિલાન્યાસ
વડાપ્રધાન અમદાવાદ મંડળના વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જં.,ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર અને ધ્રાંગધ્રા સ્ટેશનો નો શિલાન્યાસ કરશે
ભારતીય રેલ (Indian Railways) આધુનિકીકરણની દિશામાં અને ભારત સરકારના નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહી છે.સમગ્ર દેશમાં રેલ્વે સ્ટેશનોને વિશ્વ કક્ષાની સંસ્થાઓ તરીકે વિકસાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે.
આ ક્રમમાં મધ્યના ત્રણ સ્ટેશનો પર કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમાં ગુજરાતમાં ગાંધીનગર કેપિટલ સ્ટેશન, મધ્ય પ્રદેશમાં રાણી કમલાપતિ સ્ટેશન અને બેંગલુરુ, કર્ણાટકમાં સર એમ વિશ્વેશ્વરૈયા ટર્મિનલ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનો આધુનિક ભારતનું ભવ્ય ચિત્ર રજૂ કરે છે.
આ સ્ટેશનો પર મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે. મુસાફરોની સરળ અવરજવર માટે લિફ્ટ અને એસ્કેલેટર સિવાય કોન્સર્સ, વેઇટિંગ રૂમ અને રિટેલ ક્ષેત્ર આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યા છે. આ સાથે મુસાફરોના આવવા-જવા અને વાહનોના પાર્કિંગ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરના 1309 રેલવે સ્ટેશનો ને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશન પશ્ચિમ રેલવે ના અધિકાર ક્ષેત્રમાં આવે છે. ભારતીય વિવિધતાની ભવ્યતાને પ્રતિબિંબિત કરતા, આ પુનઃવિકાસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓ તેમજ હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે.
અમૃત ભારત સ્ટેશન યોજના અનિચ્છનીય માળખાં ને દૂર કરી રેલવે સ્ટેશનો સુધી સરળ પહોંચ, વધુ સારી લાઇટિંગ વ્યવસ્થા,વધુ સારો પરિબ્રહ્મણ,વિસ્તાર,અદ્યતન પાર્કિંગ-સ્થળ, દિવ્યંગજનો ને અનુકૂળ,ઇન્ટ્રા ગ્રીન એનર્જીના ઉપયોગથી પર્યાવરણ નેઅનુકૂળ ઇમારતો વગેરે સુવિધાઓ પ્રદાન કરવાનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવે ના 500 થી વધુ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે. જેમાં પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ ના અસારવા, પાલનપુર, કલોલ, નવા ભુજ, ભચાઉ, પાટણ, હિંમતનગર, વિરમગામ અને ધ્રાંગધ્રા સ્ટેશનનો શિલાન્યાસ કરશે.
સ્ટેશનોની ઝાંખી
• સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા • શહેરની બંને બાજુના વિસ્તારોને એકીકૃત કરવા • સ્ટેશન બિલ્ડીંગનો પુનઃવિકાસ • સારી રીતે ડિઝાઇન કરેલી આધુનિક પેસેન્જર સુવિધાઓની જોગવાઈ • સારી રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક પરિભ્રમણ અને આંતર-મોડલ એકીકરણ • મુસાફરોને માર્ગદર્શન આપવા માટે સમાન અને સારી રીતે ડિઝાઈન કરેલ સાઈનેજ • માસ્ટર પ્લાનમાં યોગ્ય પ્રોપર્ટી ડેવલપમેન્ટની જોગવાઈ • લેન્ડસ્કેપિંગ, સ્થાનિક કલા અને સંસ્કૃતિ
“અમૃત ભારત સ્ટેશન” યોજનાના લાભ
• સ્ટેશનો ના સર્વગ્રાહી વિકાસ અભિગમની કલ્પના • રેલ્વે સ્ટેશનોને આસપાસના શહેરો સાથે સુમેળપૂર્ણ રીતે સાંકળી લેવાના પ્રયાસો • એકંદર મુસાફરોના અનુભવને વધારવું • મલ્ટિ-મોડલ એકીકરણની સુવિધા • તેનો હેતુ મુસાફરો માટે કનેક્ટિવિટી અને મુસાફરીને સરળ બનાવવાનો છે • વિકલાંગ વ્યક્તિઓ અને વરિષ્ઠ નાગરિકો માટે મૈત્રીપૂર્ણ સુવિધાઓ, સર્વસમાવેશકતા અને સુલભતાની ખાતરી • સ્ટેશન બિલ્ડીંગમાં ઈકો ફ્રેન્ડલી ફીચર્સ હશે
પશ્ચિમ રેલવેના આ અમૃત ભારત સ્ટેશન યોજનામાં અમદાવાદ મંડળ ના કુલ 16 સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં અસારવા, મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામાખ્યાલી, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભીલડી, હિંમતનગર, ભચાઉ, વિરમગામ, ધ્રાંગધ્રા, કલોલ, પાલનપુર અને પાટણ સ્ટેશનનો સમાવેશ થાય છે.
સ્ટેશન મુજબ અંદાજિત ખર્ચ
1. અસારવા 25 કરોડ 32 લાખ
2. મણિનગર 10 કરોડ 26 લાખ
3. ચાંદલોડિયા (A+B) 48 કરોડ 18 લાખ
4. વટવા 29 કરોડ 63 લાખ
5. સામાખ્યાલી 13 કરોડ 64 લા,
6. સિદ્ધપુર 41 કરોડ 13 લાખ
7. ઊંઝા 30 કરોડ 1 લાખ
8. મહેસાણા 48 કરોડ 34 લાખ
9. ભીલડી 10 કરોડ 96 લાખ
10. હિંમતનગર 43 કરોડ 9 લાખ,
11. ભચાઉ 41 કરોડ 27 લાખ
12. વિરમગામ 39 કરોડ 12 લાખ
13. ધ્રાંગધ્રા 16 કરોડ 07 લાખ
14. કલોલ 37 કરોડ 72 લાખ
15. પાલનપુર 47 કરોડ 91 લાખ
16. પાટણ 32 કરોડ 30 લાખ
આ પણ વાંચો : Cyber Fraud Alert: સાવધાન ઈન્ટરનેટ યુઝર્સ, આ 3 માલવેર સાબિત થઈ શકે છે ખતરનાક
ઉલ્લેખનીય છે કે મહત્વાકાંક્ષી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અપગ્રેડેશન અને ટ્રાન્સફોર્મેશન માટે પશ્ચિમ રેલવેના 120 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 87 સ્ટેશનો ગુજરાત,16 સ્ટેશન મહારાષ્ટ્ર, 15 સ્ટેશન મધ્યપ્રદેશમાં અને 2 સ્ટેશન રાજસ્થાન રાજ્યમાં છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો