Ahmedabad: જીવિત વ્યક્તિના શરીરમાંથી બે મહત્વના અંગોનું કરવામાં આવ્યું સફળ પ્રત્યારોપણ
અમદાવાદમાં 15 તબીબોની ટીમ દ્વારા જીવિત વ્યક્તિના શરીરમાંથી લિવર તેમજ કિડની (kidney trasplant)કાઢીને મ્યાંમાર(myanmar)ના દર્દીના અંગમાં પ્રત્યારોપણ (Transplant)કરવાનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
અમદાવાદમાં (Ahmedabad) ખાનગી હોસ્પિટલમાં 15 ડોક્ટર્સની ટીમ દ્વારા મ્યાનમારથી આવેલા 48 વર્ષીય દર્દીના શરીરમાં યકૃત અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. જોકે આ ટ્રાન્સપ્લાન્ટ એટલા માટે વિશેષ હતું કારણ કે આ બંને અંગ જીવિત દાતાના અંગમાંથી લેવામાં આવ્યા હતા અને ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ કેસ હોવાનું ડોક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અમદાવાદમાં 15 તબીબોની ટીમ દ્વારા જીવિત વ્યક્તિના શરીરમાંથી લિવર તેમજ કિડની (kidney trasplant)કાઢીને મ્યાનમાર(myanmar)ના દર્દીના અંગમાં પ્રત્યારોપણ (Transplant) કરવાનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
ઓપરેશન અંગે લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડોક્ટરે જણાવ્યું હતું કે આ દર્દી ડાયાબિટીસ, હાઈપર ટેેન્શન તેમજ હિપેટાઈટિસથી પીડાતો હતો અને છેલ્લા 3 વર્ષથી ડાયાલિસિસ પર હતો. તેમજ દર્દીએ મ્યાનમારમાં ચાલતા મેડિકલ ટૂરિઝમ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. આ દર્દીની સર્જરી 3મેના રોજ સતત 17 કલાક ચાલી હતી. ત્યારબાદ 18 મેના રોજ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ગુજરાતના ડૉક્ટર્સે જીવિત દાતાઓનાં શરીરમાંથી આંતરરાષ્ટ્રીય દર્દીના શરીરમાં એકસાથે લિવર અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટેશન કર્યું, આ સર્જરી 15 ડોક્ટરની ટીમે કરી હતી અને 17 કલાક સુધી ચાલી હતી. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, મ્યાન્મારના દર્દીની તબિયત સારી છે અને બુધવારે રજા આપવામાં આવી હતી.
ડોક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકારના જટિલ કેસમાં દર્દીમાં એકસાથે બે અંગના પ્રત્યારોપણમાં ત્રણ ગણું જોખમ સંકળાયેલું હોય છે. ત્યારે બંને ટ્રાન્સપ્લાન્ટ ટીમ વચ્ચે સમય અને સંકલન અતિ મહત્વપૂર્ણ બની જાય છે. જ્યારે કોઈ પણ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની વાત આવે છે, ત્યારે ઈમ્મ્યૂનોસપ્રેશન દવાઓના ઉપયોગ પર નજર રાખવી અતિ મહત્વપૂર્ણ બાબત છે. આ પ્રક્રિયાનું મહત્વ સમજાવતાં નિષ્ણાત ડોક્ટરે ઉમેર્યું હતું કે ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ઈમ્મ્યૂનોસપ્રેશન દવાઓનો સંતુલિત ઉપયોગ સફળ સર્જરીની ચાવી હતી.
જો પર્યાપ્ત પ્રમાણથી ઓછી દવાઓ આપવામાં આવે તો અંગોનો અસ્વીકાર થાય છે અને પર્યાપ્ત પ્રમાણથી વધારે દવાઓ આપવામાં આવે તો દર્દીમાં ઈન્ફેક્શનનું જોખમ વધે છે. જોકે ડોક્ટર્સની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને હાલમાં દર્દીની સ્થિતિ સારી છે. ખાનગી હોસ્પિટલ્સના સીઓઓએ જણાવ્યું હતું કે કોવિડ-19ના કેસોમાં ઘટાડો થવાથી અને આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થવાથી ઘણા વિદેશી દર્દીઓ સર્જરીઓ અને સારવાર માટે ફરીથી ગુજરાતમાં આવી રહ્યા છે.