Surat : કોરોના સામે લડીને સાજા થયા બાદ બ્રેઈનડેડ થયેલ વ્યક્તિએ, ફેફસાં, કિડની, લિવર, ચક્ષુદાન કરીને છ વ્યક્તિને આપ્યુ નવજીવન

સુરતથી કલકત્તાનું ૧૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાની ખાનગી હોસ્પિટલમાં ૪૬ વર્ષીય વ્યક્તિને કરવામાં આવ્યું છે. આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઇ ગયા હતા અને તે એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતો.

Surat : કોરોના સામે લડીને સાજા થયા બાદ બ્રેઈનડેડ થયેલ વ્યક્તિએ, ફેફસાં, કિડની, લિવર, ચક્ષુદાન કરીને છ વ્યક્તિને આપ્યુ નવજીવન
Surat: Corona man donates lung to man fighting corona after brain death
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 3:39 PM

Surat: સુરતથી અંગદાન (Organ Donation ) માટે કાર્ય કરતી સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા પૂર્વ ભારતમાં આંતરરાજ્ય ફેફસાં (lungs ) દાન કરાવવાની સૌ પ્રથમ ઘટના સામે આવી છે.  જેમાં કલકત્તામાં ફેફસાંનું સૌ પ્રથમ વખત ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. જેમાં કોરોનાથી સાજા થયેલા વ્યક્તિ બ્રેઇનડેડ થતા, તેમણે કોરોનાની મહામારી સામે લડતા અન્ય વ્યક્તિને નવજીવન આપ્યું છે. 

સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષીય મનીષ પ્રવિણચંદ્ર શાહ કે જેઓ એમ્બ્રોઇડરી યુનિટ ચલાવતા હતા. મનીષભાઈએ ૧૬ સપ્ટેમ્બરના રોજ રાત્રે માથામાં તેમજ ડાબા હાથમાં દુઃખાવાની ફરિયાદ કરતા ઘરની નજીકમાં રહેતા ડોક્ટરે તેમને તપાસી દવાઓ આપી હતી. ૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે તબિયત વધુ બગડતા પરિવારજનોએ તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નિદાન માટે એન્જીયોગ્રાફી કરાવતા હૃદયની ડાબી બાજુની એક નળીમાં ૧૦૦% બ્લોકેજ હોવાનું નિદાન થતા તબીબો દ્વારા એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને ICU ખસેડ્યાના એકાદ કલાક પછી તેઓ બેભાન થઇ ગયા હતા. નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો તેમજ સોજો હોવાનું નિદાન થયું હતું.

રવિવાર, તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ડોકટરોએ મનીષભાઈને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ ડોનેટ લાઈફ સંસ્થાનો સંપર્ક કરી અંગદાનની ઈચ્છા વ્યક્ત કરી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી મનીષભાઈના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવતા પરિવારજનોએ અંગદાન જીવનદાન સંદેશો સમાજમાં ફેલાવવા અંગદાનનો નિર્ણય કરતા તેઓના ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું જેનાથી છ વ્યક્તિઓને નવું જીવન મળ્યું.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સુરતથી કલકત્તાનું ૧૬૨૫ કિ.મીનું અંતર ૧૯૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ કલકત્તાની ખાનગી હોસ્પિટલમાં  ૪૬ વર્ષીય વ્યક્તિને કરવામાં આવ્યું છે. આ વ્યક્તિના ફેફસા કોવિડને કારણે ખરાબ થઇ ગયા હતા અને તે એકસો ત્રણ દિવસથી ECHO મશીનના સપોર્ટ પર હતો. આમ કોરોના માંથી સાજા થયેલા મનીષભાઈએ કોરોનાની મહામારીમાં સપડાયેલા કલકત્તાના રહેવાસીને નવું જીવન આપ્યું.

દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની પૈકી એક કિડની વડોદરાના રહેવાસી ૪૪ વર્ષીય વ્યક્તિમાં તેમજ બીજી કિડની અમદાવાદાના રહેવાસી ૨૯ વર્ષીય યુવકમાં જયારે લિવર વડોદરાના રહેવાસી ૨૧ વર્ષીય યુવકમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમજ ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકર્યું.

ગુજરાતમાં છેલ્લા એકવીસ દિવસમાં સુરતથી ડોનેટ લાઈફ દ્વારા બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગદાન કરાવવાની આ પાંચમી ઘટના છે જેના થકી ૨૫ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે.

ગુજરાતમાંથી ફેફસાના દાનની આ અગિયારમી ઘટના છે. જેમાં સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાં દાન કરાવવાની આ દસમી ઘટના છે, જેમાંથી ૪ ફેફસાં મુંબઈ, ૨ ફેફસાં બેંગ્લોર, ૮ ફેફસાં ચેન્નાઈ, ૪ ફેફસાં હૈદરાબાદ અને ૨ ફેફસાં કલકત્તામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે.

ફેફસાં અને લિવર સમયસર કલકત્તા અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા જેમાં સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.

સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાન ક્ષેત્રેમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય અને ફેફસાં દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, બેંગ્લોર, કલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર, અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં, ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનના નાગરિકમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પીટલમાં કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે કોવીડ ૧૯ ની મહામારીની પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે, ત્યારે ડોનેટ લાઈફ દ્વારા આ સમય દરમ્યાન ૪૪ કિડની, ૨૫ લિવર, ૧૦ હૃદય, ૧૬ ફેફસાં, ૧ પેન્ક્રીઆસ અને ૪૨ ચક્ષુઓ સહીત કુલ ૧૩૮ અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના અને વિદેશના કુલ ૧૨૭ ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૪૦૪ કિડની, ૧૭૦ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૬ હૃદય, ૨૦ ફેફસાં અને ૩૦૬ ચક્ષુઓ કુલ ૯૪૪ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૮૬૫ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : Surat: પીએમ મોદીના જન્મદિવસે આ સોસાયટીઓએ લીધો ઘરોમાં સોલાર પેનલ લગાવવાનો અનોખો સંકલ્પ

આ પણ વાંચો : રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">