Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ મંડળના ચાંદલોડિયા, આમલી રોડ અને સાબરમતી સ્ટેશનો પર 9 જોડી ટ્રેનોનું સ્ટોપેજ

પશ્ચિમ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, જેમને ટ્રેનમાં જવાનું હોય તો કાલુપુર, સાબરમતી અથવા મણિનગર રેલ્વે સ્ટેશન જવું પડે છે. હવે ચાંદલોડિયા અને આંબલી ગામ સ્ટેશનો પર ટ્રેનોને સ્ટોપેજ મળતાં તેમને નજીકમાંથી ટ્રેનની સુવિધા મળી રહેશે.

અમદાવાદ મંડળના ચાંદલોડિયા, આમલી રોડ અને સાબરમતી સ્ટેશનો પર 9 જોડી ટ્રેનોનું સ્ટોપેજ
Symbolic image
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:53 PM

રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સુવિધા માટે અમદાવાદ (Ahmedabad) ડિવિઝનના ચાંદલોડિયા, આમલી રોડ અને સાબરમતી સ્ટેશનો પર 9 જોડી ટ્રેનોનું સ્ટોપેજ (Stoppage) આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં ચાંદલોડિયા રેલવે સ્ટેશન પર 5 જોડી ટ્રેનો (trains) ના સ્ટોપેજ, આમલી રોડ સ્ટેશન પર બે જોડી અને સાબરમતી સ્ટેશન પર બે જોડી ટ્રેનોના સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશ્ચિમ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો રહે છે, જેમને ટ્રેનમાં જવાનું હોય તો કાલુપુર, સાબરમતી અથવા મણિનગર રેલ્વે સ્ટેશન જવું પડે છે. હવે ચાંદલોડિયા અને આંબલી ગામ સ્ટેશનો પર ટ્રેનોને સ્ટોપેજ મળતાં તેમને નજીકમાંથી ટ્રેનની સુવિધા મળી રહેશે.

સ્ટોપેજ અપાયેલી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

ડાઉન  ટ્રેનો

  1. ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ 8મી જુલાઈ, 2022થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો  સમય 18:27/18:29 કલાકે રહેશે.
  2. ટ્રેન નંબર 11464 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:47/08:49 કલાક રહેશે.
  3. ટ્રેન નંબર 11466 જબલપુર – સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો 5 જુલાઈ 2022 થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08:47/08:49 49 કલાકે રહેશે.
  4. ટ્રેન નંબર 19217 બાંદ્રા ટર્મિનસ – વેરાવળ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22:37/22:39 કલાક રહેશે.
  5. આ પણ વાંચો

  6. ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી તાત્કાલીક અસરથી ચાંદલોડિયા સ્ટેશન  પર આગમન/પ્રસ્થાનનો સમય  05:37/05:39 કલાકે રહેશે.
  7. ટ્રેન નંબર 19119 અમદાવાદ – સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી આંબલી રોડ સ્ટેશન  પર આગમન/પ્રસ્થાનનો સમય  11:10/11:12 કલાકે રહેશે.
  8. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 5 જુલાઈ, 2022થી આંબલી રોડ સ્ટેશન  પર આગમન/પ્રસ્થાનનો સમય  18:19/18:21 કલાકે રહેશે.
  9. ટ્રેન નંબર 14708 દાદર – બીકાનેર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય  22:16/22:18 કલાકે રહેશે.
  10. ટ્રેન નંબર 15270 અમદાવાદ – મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનનો 9 જુલાઈ, 2022 થી સાબરમતી સ્ટેશન  પર આગમન/પ્રસ્થાનનો સમય  17:48/17:50 કલાકે રહેશે.

અપ ટ્રેનો

  1. ટ્રેન નં. 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ 4 જુલાઈ, 2022 થી ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય  07:40/07:42 કલાકે રહેશે.
  2. ટ્રેન નંબર 11463 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ટ્રેનનો તાત્કાલિક અસરથી  ચાંદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:53/17:55 કલાકે રહેશે.
  3. ટ્રેન નંબર 11465 સોમનાથ – જબલપુર એક્સપ્રેસ ટ્રેન 4થી જુલાઈ, 2022 થી ચાલદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 17:53/17:55 કલાકે રહેશે.
  4. ટ્રેન નંબર 19218 વેરાવળ – બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલીક અસરથી ચાલદલોડિયા સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19:15/19:17 કલાકે  રહેશે.
  5. ટ્રેન  નંબર 22946ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ  તાત્કાલીક અસરથી ચાંદલોડિયા  સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 19:40/19:42 કલાકે રહેશે.
  6. ટ્રેન  નંબર 19120 સોમનાથ – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ તાત્કાલિક અસરથી આંબલી રોડ સ્ટેશનપર આગમન/પ્રસ્થાનનો સમય 15:45/15:47 કલાકે રહેશે.
  7. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન 6ઠ્ઠી જુલાઈ, 2022 થી આંબલી રોડ સ્ટેશનપર આગમન/પ્રસ્થાનનો સમય 09:49/09:51  કલાકે રહેશે.
  8. ટ્રેન નંબર 14707 બીકાનેર – દાદર એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય  22:01/22:03 કલાકે રહેશે.
  9. ટ્રેન નંબર 15269 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન  9 જુલાઈ 2022 થી સાબરમતી સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય  07:13/07:15 કલાકે રહેશે.

ટ્રેન નંબર 14707/8 બીકાનેર-દાદર અને ટ્રેન નંબર 15269/70 મુઝફ્ફરપુર-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનોનું સ્ટોપેજ સાબરમતી સ્ટેશન પર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે આપવામાં આવેલ છે.

g clip-path="url(#clip0_868_265)">