AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગજબ કિસ્સો ! રાજકોટની આ હોસ્પિટલે દર્દીના 7 ટાંકા લેવાના લીધા 1.60 લાખ રુપિયા, હોસ્પિટલનું બિલ થયું વાયરલ, જુઓ Video

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં એક બાળકના હાથમાં માત્ર 7 ટાંકા આવતા પરિવાર પાસે રૂ. 1.60 લાખનું અતિશય બીલ બનાવવામાં આવ્યું. હોસ્પિટલના આ અતિરેક ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે. બાળકને સામાન્ય ઇજામાં માત્ર 7 ટાંકા લેવાનો ખર્ચ 1.60 લાખ રુપિયા કેવી રીતે થઇ શકે તેને લઇને અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.

ગજબ કિસ્સો ! રાજકોટની આ હોસ્પિટલે દર્દીના 7 ટાંકા લેવાના લીધા 1.60 લાખ રુપિયા, હોસ્પિટલનું બિલ થયું વાયરલ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2025 | 10:30 AM
Share

રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ વિવાદમાં આવી છે, જ્યાં એક બાળકના હાથમાં માત્ર 7 ટાંકા આવતા પરિવાર પાસે રૂ. 1.60 લાખનું અતિશય બીલ બનાવવામાં આવ્યું. હોસ્પિટલના આ અતિરેક ખર્ચને લઈને સવાલો ઊભા થયા છે. બાળકને સામાન્ય ઇજામાં માત્ર 7 ટાંકા લેવાનો ખર્ચ 1.60 લાખ રુપિયા કેવી રીતે થઇ શકે તેને લઇને અનેક સવાલ ઊભા થઇ રહ્યા છે.

એક ટાંકાનો ખર્ચ લગભગ 22,857 રૂપિયા?

બાળકને સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. માત્ર 7 ટાંકા લેવા છતાં, હોસ્પિટલ દ્વારા આખું બિલ 1.60 લાખ સુધી પહોચી ગયું છે. આ પ્રમાણે જો ગણતરી કરીએ, તો એક ટાંકાનો અંદાજિત ખર્ચ રૂ. 22,857 થાય છે, જે સામાન્ય ઈલાજ માટે અતિશય ઉંચો છે. નવાઇની વાત તો એ છે કે ટાંકા લીધા બાદ પણ બાળકને વધુ કોઇ સારવાર આપવામાં આવી નથી. બાળકને એડમિટ પણ કરવામાં આવ્યો નથી, ત્યારે આટલા મસમોટા બિલને લઇને દર્દીના પરિવાર સાથે લોકોમાં પણ અચરજ જોવા મળી રહી છે.

જુઓ હોસ્પિટલનું બિલ

વિમાની મિલીભગતનો આક્ષેપ

દર્દીના સ્વજનોના જણાવ્યા મુજબ, હોસ્પિટલ દ્વારા વિમાકંપની પાસેથી ક્લેમ પણ મંજૂર કરાવવામાં આવ્યો હતો. આ સાથે, એક સર્જન માટેની વિઝિટ ફી રૂ. 61,120 દર્શાવવામાં આવી છે, જે  આકસ્મિક ઈલાજ માટે અતિશય વધારે લાગી રહી છે. પરિવારજનોએ આ મામલે વિમાકંપની અને હોસ્પિટલ વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપો કર્યા છે.

કાયદેસર કાર્યવાહીનો ઈશારો

પરિવારજનોએ આ બાબત પર ગંભીર વાંધો ઉઠાવ્યો છે અને હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો કાયદેસર પગલાં લેવાના સંકેત આપ્યા છે. આ મામલે આરોગ્ય વિભાગે પણ દખલ કરવા યોગ્ય હોવાનું જણાઈ રહ્યું છે. જો હોસ્પિટલના ખોટા દાવાઓ પુરવાર થાય, તો આ ખોટા બિલિંગ પર કાર્યવાહી શક્ય બની શકે.  આ કેસ સામાન્ય નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે હોસ્પિટલના બિલની વિગતવાર તપાસ કરવી જરુરી છે અને વિમાકંપનીઓની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">