Ahmedabad: કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી બારોબાર વેંચીને ઠગાઈ આચરનાર શખ્સ સામે નોંધાયો ગુનો

અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી તે મકાનો બારોબાર વેંચીને ઠગાઈ આચરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. આરોપીએ ખાલી પ્લોટ પોતાની માલિકીનું બતાવી 5 મકાનો બનાવ્યા જેમાં લાખો રૂપિયા લઈને માત્ર એફિડેવીટનાં આધારે મકાનો વેચી દીધા.

Ahmedabad: કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી બારોબાર વેંચીને ઠગાઈ આચરનાર શખ્સ સામે નોંધાયો ગુનો
ફરીયાદી મહિલા અને આરોપી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 03, 2022 | 5:18 PM

Ahmedabad: અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં કોર્પોરેશનની જગ્યામાં મકાનો બનાવી તે મકાનો બારોબાર વેંચીને ઠગાઈ (Fraud) આચરનાર શખ્સ સામે ગુનો નોંધાયો છે. મહત્વનું છે કે, આરોપીએ ખાલી પ્લોટ પોતાની માલિકીનું બતાવી 5 મકાનો બનાવ્યા જેમાં લાખો રૂપિયા લઈને માત્ર એફિડેવીટનાં આધારે મકાનો વેચી દીધા. જોકે થોડા સમયમાં જ કોર્પોરેશનનું બુલડોઝર મકાનો પર ફરી વળતા અનેક લોકો ઘર વિહોણા થયા છે. શું છે સમગ્ર મામલો અને કોણ છે ઠગબાજ બિલ્ડર જાણીએ આ અહેવાલમાં.

અમદાવાદ શહેરનાં જુહાપુરા, ફતેવાડી અને આસપાસનાં અનેક વિસ્તારોમાં આવેલી સોસાયટીઓ આમ તો ગેરકાયદેસર રીતે જ બનેલી છે પરંતુ ગેરકાયદેસર જગ્યા પોતાની બતાવીને એક ઠગબાજે 5 મકાનો બનાવી બારોબાર વેંચી દિધા હોવાની ધટના સામે આવી છે. ગ્યાસપુરની સીમમાં આવેલા એક પ્લોટમાં થોડા સમય પહેલા મોહમદ સાકીર ચૌહાણે 5 મકાનો બનાવ્યા હતા. જેમાં ફરિયાદી વજીહાબેન પીરતીવાલાને મકાન લેવાનું હોવાથી તેઓએ બિલ્ડરનો સંપર્ક કર્યો હતો. બિલ્ડરે કોર્પોરેશનની માલિકીની જગ્યાનાં ખોટા દસ્તાવેજો ઉભા કરી તે જગ્યા પર આર. એસ નગર નામની સ્કીમ બહાર પાડી હતી. જેમાં મહિલાને બે મકાન લેવાના હોવાથી તેણે 16 લાખમાં લેવાનું નક્કી કર્યું હતું.

ભોગ બનાર મહિલાએ મકાન ખરીદતા બિલ્ડરે તેઓને દસ્તાવેજ કરી આપ્યો હતો. જે મકાનમાં મહિલા પોતાનાં પરિવાર સાથે રહેવા જતા પણ રહ્યા હતા. જોકે થોડા સમય પહેલા મકાન કોર્પોરેશનની જગ્યા પર દબાણ કરીને બનાવવામાં આવ્યુ હોવાની AMCની નોટસ આવતા મહિલાનાં પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આ મામલે તેઓએ આરોપી મોહમદ સાકીર ચૌહાણનો સંપર્ક કરતા તેણે લીધેલા 16 લાખમાંથી 4 લાખ પરત આપ્યા હતા અને બાકીનાં પૈસા પરત આપવાના વાયદાઓ કરતો હતો. જોકે 6 મહિલાનાં પહેલા AMC દ્વારા મહિલાનાં બે મકાન સહિત તમામ મકાનો પર બુલડોઝર ફેરવી નાખતા સમગ્ર પરિવાર બેઘર થયો છે. આ ધટના બાદ આરોપી બિલ્ડર પણ જોધપુર રાજસ્થાન ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?

મહિલાએ એક એક રૂપિયો ભેગો કરી પોતાનાં સપનાનું ઘર વસાવ્યું હતું જોકે ઠગ બિલ્ડરનાં કારણે તેણે પોતાનાં લાખો રૂપિયા અને મકાન બન્ને ગુમાવ્યું છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઈ અને વિશ્વાસધાતની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે આરોપી રાજકિય વગ ઘરાવતો હોવાથી પોલીસ પણ પોતાનાં ખિસ્સામાં હોવાનું જણાવી ફરિયાદીને ફરિયાદ ન કરવા દબાણ કરતો હોવાનો આક્ષેપ કરાયો છે.

g clip-path="url(#clip0_868_265)">