Vadodara: પ્લાસ્ટીક ફોમ સીટની આડમાં સંતાડીને લવાતો રૂ. 27.86 લાખનો દારૂ પકડી પાડ્યો

પોલીસને દારૂની બાતમી મળી ન જાય તે માટે કટ ઓફ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો જેમાં રાજસ્થાનથી ઇન્દોર ટ્રક લઈ જનાર ટ્રાઈવર અને ક્લિનરને બદલી નાખવામાં આવ્યા હતા. ત્યાંથી નવા ડ્રાઇવર-ક્લિનર આ ટ્રક લઈને આવ્યા હતા.

Vadodara: પ્લાસ્ટીક ફોમ સીટની આડમાં સંતાડીને લવાતો રૂ. 27.86 લાખનો દારૂ પકડી પાડ્યો
liquor was seized in Vadodara
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 6:06 PM

વડોદરા (Vadodara) ના સાંકરદા હાઇવે પરથી PCBએ લાખો રૂપિયાનો વિદેશી દારૂ (liquor ) ભરેલ ટ્રક ઝડપી પાડ્યો છે. સાંકરદા હાઇવે પરથી PCBએ કાર્યવાહી કરી હતી. હરિયાણાથી મોકલવામાં આવેલ વિદેશી દારૂનો જથ્થો આણંદના બુટલેગરને મોકલવામાં આવ્યો હતો. પોલીસ (Police) ને ચકમો આપવા માટે ટ્રેકમાં ઇ.પી.સી પ્લાસ્ટીક ફોમ સીટની આડમાં  પ્લાસ્ટિકની બેગોમાં ભરીને દારૂ લાવવામાં આવતો હતો. હરિયાણાથી દારૂનો જથ્થો ભરી રાજસ્થાનથી મધ્યપ્રદેશના ઇન્દોર થઈને આણંદ જઈ રહ્યો હતો. બુટલગરોએ પોલીસથી બચવા કટ ઓફ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ઇન્દોરથી ડ્રાઇવર ક્લીનર બદલી નાખવામાં આવ્યા હતા. બે ડ્રાઇવર અને ક્લીનરની PCB એ અટકાયત કરી છે. દારૂ મોકલનાર અને મંગાવનાર બુટલેગરો અંગે પોલીસે તાપસ શરૂ કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવાથી બુટલેગરો ગેરકાયદે રીતે રાજ્યમાં દારૂ ઘુસાડતા હોય છે. આ દરમિયાન પોલીસ પકડી ન શકે તે માટે અવનવા કીમીયા પણ કરતા હોય છે. સામાન્ય રીતે ગુજરાતમાં રાજસ્થાન તરફથી દારૂ ભરેલી ટ્રકો આવતી હોવાથી તે બાજુ વધુ ચેકિંગ રહે છે. એટલે વડોદરાથી જે દારૂ પકડાયો છે તે રાજસ્થાનથી ઇન્દોર અને ઇન્દોરથી વડોદરા લાવવામાં આવતો હતો. આ દારૂને સંતાડવા માટે બુટલેગરોએ અનોખો કીમિયો વાપર્યો હતો. તેઓએ દારૂની બોટલો કાળા રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી હતી. જ્યારે આ દારૂની ફરતી બાજુ થર્મોકોલની શીટ ભરેલાં મોટા કાર્ટુન ગોઠવી દીધાં હતાં. પોલીસને દારૂની બાતમી મળી ન જાય તે માટે કટ ઓફ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો જેમાં રાજસ્થાનથી ઇન્દોર ટ્રક લઈ જનાર ટ્રાઈવર અને ક્લિનરને બદલી નાખવામાં આવ્યા હતા. ત્યાંથી નવા ડ્રાઇવર-ક્લિનર આ ટ્રક લઈને આવ્યા હતા.

આ પણ વાંચો

પોલીસે દારૂ લાવનાર કૈલાસ જગમારામ બિશ્નોઇ (શિયાક) ઉ.વ ૨૩ રહે. ગામ. જાખલ પોસ્ટ. જાખલ, થાણા સાંચોર તા.સાચોર જી. જાલોર રાજસ્થાન (ડ્રાઇવર), દિનેશકુમાર ખેરાજરામ બિશ્નોઇ (પવાર) ઉ.વ. ૨૫ રહે. ગામ. બાવરલા પોસ્ટ.બાવરલા થાના સરવાના તા.સાંચોર જી. જાલોર રાજસ્થાન (કંડકટર)ની ધરપકડ કરી છે. જ્યારે બબલુ સાંચોરનો વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ 5928 કીમત રૂપિયા રૂ. 27,86,400 અને એક ટ્રક જીજે.06.ZZ6276 કીમત રૂપિયા રૂ. 10,00,000,  ઇ.પી.સી પ્લાસ્ટીક ફોમ સીટ નંગ – 268 કીમત રૂપિયા રૂ. 53,600, મોબાઇલ ફોન નંગ – 02 કીમત રૂપિયા રૂ. 15000, રોકડા રૂપિયા રૂ. 4950, વાહનના રજીસ્ટ્રેશન કાગળો, ટેક્ષ ઇનવોઇસ, ઇવે બીલ  સહિત કુલ રૂપિયા 38,59,950નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">