AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSM100: શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના, પ્રમુખસ્વામી મહારાજે કરી હતી AARSH રિસર્ચ સેન્ટરની સ્થાપના

મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે, સનાતન ધર્મની પુષ્ટિ માટે, સનાતન ધર્મના પ્રવર્તન માટે કરવામાં આવ્યો છે.

PSM100: શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના, પ્રમુખસ્વામી મહારાજે કરી હતી AARSH રિસર્ચ સેન્ટરની સ્થાપના
Darshan shashtra divas at psm100
| Updated on: Dec 31, 2022 | 2:40 PM
Share

આજે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે દર્શન શાસ્ત્ર દિવસની ઉજવણી થવાની છે ત્યારે એ જાણવું જરૂરી છે કે દેશ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મનું સંવર્ધન કરતા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે મંદિર અને સંતોના સર્જન સાથે શાસ્ત્રોનું પણ નિર્માણ કરાવ્યું હતું. મંદિર, શાસ્ત્ર અને સંત સનાતન હિન્દુ સંસ્કૃતિના ત્રણ મુખ્ય આધાર સ્તંભ છે.  તેઓએ વિવિધ શસ્ત્રોની સાથે પ્રસ્થાનત્રયી પર ભાષ્ય અને અક્ષર પુરુષોત્તમ દર્શનની રચના કરાવી હતી. આ સાથે જ તેઓએ ગાંધીનગર અક્ષરધામ ખાતે આર્ષ સેન્ટરની અક્ષરધામ સેન્ટર ફોર એપ્લાઈડ રિસર્ચ ઇન સોશિયલ હારમોની (aarsh) સ્થાપના પણ કરાવી હતી.

વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના

બીએપીએસે આ પરંપરાને જાળવી રાખતા આ શૃંખલામાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે વિશ્વના વિવિધ મંદિરોમાં સ્વામિનારાયણ શોધ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. તેનો મુખ્ય ઉદ્દેશ વૈદિક સનાતન ધર્મની રક્ષા માટે, સનાતન ધર્મની પુષ્ટિ માટે, સનાતન ધર્મના પ્રવર્તન માટે કરવામાં આવ્યો છે. આપણા ભારત દેશની ઓળખાણ એ આપણને હોવી જોઈએ, ભારત દેશ એ શિક્ષાનો દેશ છે એટલે આપણી શિક્ષણપ્રથા કેવી હોવી જોઈએ, ભારત દેશમાં આજથી 10,000 વર્ષ પહેલા પણ ભણવાની અને ભણાવવાની પ્રથા હતી એ આ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવશે. આ શોધ કેન્દ્ર દ્વારા વૈશ્વિક સંવાદિતાની દિશામાં આગળ વધાશે.

સમગ્ર વિશ્વમાંથી સર્વે દિશાઓમાંથી સારા વિચારો પર મનન ચિંતન થશે. તેના માધ્યમથી નિરામય આધ્યાત્મિક આરોગ્ય, માનસિક આરોગ્ય અને શારીરિક આરોગ્ય એનું મનન અને ચિંતન થશે. પૂજ્ય યોગીજી મહારાજ કહેતા ‘ભગવાન સૌનું ભલું કરો’ આ દિશામાં આગળ વધાશે. વસુધૈવ કુટુંબકમ એ સનાતન ધર્મનો મૂળ મંત્ર છે, જે મહાઉપનિષદ સહિત અનેક ગ્રંથોમાં લિપિબદ્ધ થયેલો છે, એનો અર્થ સમગ્ર વિશ્વ એક પરિવાર છે આ સૂત્ર ભારતીય સંસદગૃહના પ્રવેશમાં પણ લખેલું છે.

એજ ભાવના સાથે ભારતીય ભાઈ -બહેનોને અન્ય ધર્મ સાથે સંવાદિતા કેવી રીતે કરી વૈશ્વિક સમરસતા,વૈશ્વિક સંવાદિતા કેવી રીતે સિદ્ધ કરી શકીએ અને મૈત્રી પૂર્ણ વ્યવહાર લોકો સાથે કરી શકીએ, પરસ્પર વાર્તાલાભ થાય અને બધા ભારતીયો ભેગા મળીને પ્રગતિ કરશે. અહીં સંસ્કૃત, મરાઠી, હિન્દી, ગુજરાતી, કન્નડ, પંજાબી વગેરે ભાષાઓ પણ ભણાવવામાં આવશે અને બધા સાથે મળીને મૂળ ભાષાઓનો, જે તત્ત્વજ્ઞાનનો ઉદભવ ભારતમાં થયો છે એનો પણ અભ્યાસ કરશે, સાથે સાથે ષટ્દર્શન અને વિશ્વના અનેક ધર્મોનો પણ અભ્યાસ આ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા થશે.

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે અમેરિકા રૉબિન્સવિલના સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના વખતે આશીર્વાદ આપેલા કે, યોગીબાપા અને પ્રમુખસ્વામી મહારાજના મનમાં હતું બધા વિદ્વાન તૈયાર થાય એ પ્રમાણે એમના સંકલ્પથી બધા તૈયાર થઈ રહ્યા છે. નાના નાના બાળકો પણ સંસ્કૃતમાં બોલે એ એમના મનમાં હતું એ મોટું કાર્ય આ ઇન્સ્ટિટયૂટ દ્વારા થશે.

વિશ્વભરમાં શ્રી સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કેનેડા દેશના ટોરોન્ટો, યુ.કે. અને યુરોપમાં નીસડન મંદીરમાં, અમેરિકાના રૉબિન્સવિલ ખાતે, આફ્રિકાના દાર-એ-સલામ ખાતે અને ઓસ્ટ્રેલિયામાં સિડની, મેલબોર્ન, કેનબેરા, એડિલેડ, પર્થ વગેરે સ્થળો એ કરવામાં આવી છે.

પૂજય મહંતસ્વામીએ પણ રચ્યો છે સત્સંગ દીક્ષા નામનો સ્મૃતિગ્રંથ

વર્તમાન યુગમાં પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામીજી મહારાજે ‘સત્સંગ દીક્ષા’ નામના અભૂતપૂર્વ સ્મૃતિગ્રંથનું પ્રણયન કર્યું છે. પરબ્રહ્મ શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રદત્ત આજ્ઞાપાલન અને ઉપાસનાના સિદ્ધાંતને રજૂ કરતો આ ગ્રંથ તેમના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી શ્રી મહંતસ્વામીજી મહારાજ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલું છે. આ ગ્રંથ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામી દ્વારા સંસ્કૃત ભાષામાં ભાષાન્તરિત છે. આ સત્સંગ દીક્ષા ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ નામના ગ્રંથનો એક ભાગ છે. 

બીએપીએસના મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજી રચ્યું ભાષ્ય

તત્ત્વજ્ઞાનસાધક શાસ્ત્રોને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધો વિશે અભ્યાસ કરનાર શાસ્ત્રને દર્શનશાસ્ત્ર કહેવામાં આવે છે. હિન્દુ દર્શનનું મૂળ વેદ-ઉપનિષદ છે. વેદપ્રણીત પ્રધાન છ દર્શન હતા. 1 કપિલ મુનિ સ્થાપિત સાંખ્ય દર્શન, 2 પતંજલિ ઋષિનું યોગ દર્શન, 3 કણાદ મુનિનું  વૈશેષિક દર્શન,4  ગૌતમ મુનિનું ન્યાય દર્શન, 5 જૈમિનીનું  કર્મ  મીમાંસા દર્શન,  6. મહર્ષિ વ્યાસનું વેદાંત દર્શન.

વેદાંત દર્શનના આધારે ભારતમાં વિવિધ સંપ્રદાયોની સ્થાપના થઈ છે. જે વેદાંત દર્શનની શાખાઓ છે. જેમાં પ્રથમ આદિ શંકરાચાર્યનું અદ્વૈત દર્શન, રામાનુજાચાર્યનું વિશિષ્ટા દ્વૈત દર્શન, નિમ્બાર્કાચાર્ય દ્વૈતાદ્વૈત દર્શન, મધ્વાચાર્યનું દ્વૈત દર્શન, ચૈતન્યમહાપ્રભુનું અચિંત્યભેદા ભેદ દર્શન, આ જ શ્રુંખલામાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે વૈદિક અને સનાતન એવા સ્વતંત્ર અક્ષરપુરુષોત્તમ દર્શનની ભેટ આપી છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉદબોધેલું સ્વામિનારાયણ દર્શન એટેલે કે અક્ષરપુરષોતમ દર્શન જેનું આ પૃથ્વી પર મૂર્તિમંત પ્રવર્તન બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને આ દર્શનનું વિશ્વમાં  પ્રવર્તન પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કર્યું. આ દર્શનનું શાસ્ત્રીય રીતે પ્રતિપાદન કરતાં મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી પ્રસ્થાનત્રયી ભાષ્યોની રચના કરી છે.

પરબ્રહ્મ સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરુષોત્તમ દર્શન એક વૈદિક સનાતન દર્શન છે. તેમજ એક વિશિષ્ટ, મૌલિક અને અન્ય દર્શનોથી વિલક્ષણ દર્શન છે. પ્રસ્થાનત્રયી સ્વામિનારાયણ ભાષ્યના નિર્માણથી અક્ષરપુરુષોત્તમ દર્શન યાવત્ચંદ્રદિવાકરૌ રહેશે તે નિર્વિવાદ સત્ય છે. સ્વામી ભદ્રેશદાસજી દ્વારા આ એક વિશિષ્ટ સિદ્ધાંતપ્રવર્તક યુગકાર્ય સંપન્ન થયું છે. આદિ શંકરાચાર્યની જેમ તેઓની શાસ્ત્રપ્રણયન શૈલી સરળ, સ્પષ્ટ, અર્થગંભીર, પ્રસાદમધુર, દ્વેષાદિ દોષરહિત તથા સ્વસિદ્ધાંત સ્થાપન માટે સમર્થ છે એવી આ ગ્રંથોનું અવલોકન કરનાર સર્વે વિદ્વાનોની અનુભૂતિ છે.

અક્ષરપુરુષોતમ દર્શન પ્રતિપાદન કરનાર  મહામહોપાધ્યાય પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીનો ટૂંકો પરિચય

પૂજ્ય ભદ્રેશસ્વામી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહરાજના વરદ હસ્તે 1981 માં દીક્ષા ગ્રહણ કરી. વર્ષ 2005 માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી ભગવત ગીતા ઉપર પીએચ. ડી. કર્યું. વર્ષ 2007 માં સ્વામિનારાયણ ભાષ્યની રચના કરી. 2010 માં કવિગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, નાગપુર માંથી ડી.લિટ.ની પદવી મેળવેલ છે. યુનિવર્સિટી ઓફ મૈસૂર દ્વારા દર્શન કેસરી તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે અને પ્રો. જી. એમ. મેમોરિયલ એવાર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ, નવી દિલ્હી દ્વારા લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. આ પુરાંત ભારતની ઘણી બધી યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવેલ છે. વર્ષ 2015 માં વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સ બેંગકોંગમાં વેદાંત મહંતથી નવાજવામાં આવ્યા છે. ચાલુ વર્ષે ઇન્ડોનેસિયન બાલી ખાતે મળેલ G20 દેશોની ધર્મપરિષદ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">