શ્રાવણ માસ બાદ ગણેશજીની( Ganesh Chaturthi 2022 ) આરાધના કરવાનો પર્વ એવો ગણેશ ચતુર્થી પર્વ આવી ગયો છે. અમદાવાદમાં (Ahmedabad)ગણેશ ચતુર્થી પર લોકો અલગ અલગ રૂપમાં ગણેશજીની સ્થાપના કરતા હોય છે. તો કેટલાક લોકો સામાજિક અને ધાર્મિક સંદેશ આપતી થીમ પણ બનાવતા હોય છે. આ વર્ષે પણ આવો જ પ્રયાસ યથાવત જોવા મળ્યો. જ્યાં ઓઢવ ખાતે રત્નમાલા સોસાયટી પાસે કે જ્યાં 28 વર્ષથી ગણેશ પર્વની ઉજવણી થાય છે જ્યાં દર વર્ષે અલગ અલગ થીમ હોય છે. જ્યાં આ વર્ષે રામ મંદિરની થીમ બનાવવામાં આવી રહી છે. લગભગ 1 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે. કે જ્યાં મંડપ આગળ રામ મંદિર જેવી પ્રતિકૃતિ અને ગેટ ઉભા કરાયા છે. તો મંડપ અંદર રામ વનવાસ દર્શાવાશે. જ્યાં એક નાવડીમાં ગણેશ ભગવાનને બિરાજમાન કરાશે. જે સ્થળ પર થીમ આકર્ષક હોવાને કારણે તેમજ વિસર્જન સમયે ચાલુ ટ્રોલીમાં ગણેશનો અભિષેક કરી વિસર્જન કરાતું હોવાથી ત્યાં હજારોની સંખ્યામાં દરરોજ ભક્તો દર્શન કરવા ઉમટે છે. અને તેજ રીતે પૂર્વ વિસ્તારમાં વિવિધ સ્થળે અલગ અલગ થીમ પર લોકો ગણેશજીની સ્થાપના કરી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે…
તો બીજી તરફ પશ્ચિમ વિસ્તારમાં નારણપુરામાં પારસનગર ખાતે વાંસ માંથી ગણેશ બનાવવાની થીમ બનાવાઈ રહી છે. જે શહેરનો સૌથી મોટો પંડાલ માનવા આવી રહ્યો છે જ્યાં ગણેશ એસોસિએશન. gpcb અને અન્ય સંસ્થા દવારા ઇનામ વિતરણનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જ્યાં શહેરની સૌથી વધુ સારી મૂર્તિ અને પંડાલ ને એવોર્ડ આપી સન્માનિત કરાશે. તો 5 સારી મૂર્તિ અને 4 સારી થિમને પણ એવોર્ડ આપી તમામનું પ્રોત્સાહન વધારાશે. જો ગણેશ એસોસિએશનના પ્રમુખની વાત માનીએ તો 7 સપ્ટેમ્બરે આ કાર્યકર યોજાશે. તેમજ અમદાવાદ ગણેશ એસોસિયેશનની વાત માનીએ તો આ વર્ષે મોંઘવારીના કારણે દર વર્ષની સરખામણીએ પંડાલ ની સંખ્યા ઓછી થઈ હોવાનું પણ તેઓએ નિવેદન આપ્યું. સાથે જ લોકોમાં ગણેશ ચતુર્થી પર્વ ને લઈને તેમજ વિસર્જન ને લઈને જાગૃતિ આવે, લોકો ઘરે વિસર્જન કરતા થાય, લોકો માટી ની મૂર્તિ અથવા ઇકો ફ્રેન્ડલી મૂર્તિ સ્થાપિત થાય તે માટે એક ગાઈડલાઈન બનાવી લોકોને મોકલી આપી છે તેમજ પેમ્પફ્લેટ બનાવી તે લોકો સુધી પહોંચાડશે. જેથી આ બાબતે વધુમાં વધુ લોકો જાગૃત બને.
એટલું જ નહિ પણ શહેરમાં કેટલાક સ્થળે પ્રકૃતિ પર તો કેટલાક સ્થળે કોરોના અવેરનેસ થીમ પર પણ ગણેશજીની સ્થાપના કરવાના કામે લાગી ગયા છે. જે એજ સૂચવે છે કે સમાજમાં સંદેશો આપવા ગણેશ ચતુર્થીનું કેટલું મહત્વ રહેલું છે. જે મહત્વ ચુકાય નહિ અને ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહે માટે અને ગણેશજીની આરાધના કરવા લોકો વિવિધ પ્રયાસ કરતા જોવા મળ્યા છે. ગણેશ પર્વ આવી ગયો છે. જે ગણેશ પર્વ પર લોકો ગણેશજીને પોતાના ઘરે સોસાયટી, એપાર્ટમેન્ટ અને રસ્તા પર પંડાલ બનાવતા હોય છે. જ્યાં વિવિધ થીમ જોવા મળતી હોય છે. જેમાં આ વર્ષે પણ શહેરમાં વિવિધ થીમ ના ગણપતિની સ્થાપના કરવાનો પ્રયાસ જોવા મળશે.