Ahmedabad: રાજ્યમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ થયા પૂર્ણ, આ સેવા દ્વારા 1 કરોડ 37 લાખથી વધુ કેસમાં પહોંચાડવામાં આવી મદદ

Ahmedabad: રાજ્યમાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને 15 વર્ષ પૂર્ણ થયા છે. આ સેવા દ્વારા અત્યાર સુધીમાં 1 કરોડ 37 લાખ કેસમાં મદદ પહોંચાડવામાં આવી છે. જેમાં રોજના 3000થી વધુ દર્દીઓને આ સેવા દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે.

Ahmedabad: રાજ્યમાં 108 ઈમરજન્સી સેવાને 15 વર્ષ થયા પૂર્ણ, આ સેવા દ્વારા 1 કરોડ 37 લાખથી વધુ કેસમાં પહોંચાડવામાં આવી મદદ
108 સેવાને 15 વર્ષ પૂર્ણ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 31, 2022 | 7:21 AM

રાજ્યમાં ગંભીર દર્દીઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે તે હેતુથી 108 ઈમરજન્સી (Emergency) સેવા શરૂ કરવામાં આવી હતી. આ સેવાને 29 ઓગષ્ટે 15 વર્ષ પૂર્ણ થયા છે. કોરોના જેવી મહામારી સમયે લાખો લોકોના જીવન બચાવનાર 108 ઈમરજન્સી સેવાનો વર્ષ 29 ઓગષ્ટ 2007ના દિવસે પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે આ એમ્બ્યુલન્સ(Ambulance) સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં જરૂરતમંદ, ગંભીર બિમાર કે ઈજાગ્રસ્ત વ્યક્તિને ઝડપથી હોસ્પિટલે પહોંચાડવા માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સુવિધા પુરી પાડવામાં આવે છે.

જેમાં મેડિકલ ઈમરજન્સી (Medical Emergency) જેવી કે હ્રદયરોગ, કેન્સર, કીડની, પ્રસૂતિ સંબંધિત, ઝેરી જીવજંતુ કરડવું, મારામારીમાં ઘવાયેલ, ગંભીર બીમારી અને દાઝી જવાથી થતી ગંભીર ઇજાઓ, રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત, બીમાર નવજાત શિશુ વગેરે જેવી મેડિકલ ઈમરજન્સીમાં 24 કલાક કાર્યરત અધ્યતન એમ્બ્યુલન્સ સેવા નિઃશુલ્ક મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ યોજના” અમલી છે.

મેડિકલ ઈમરજન્સીમાં ગુજરાતમાં લાઈફલાઈન 108ને 15 વર્ષ પૂર્ણ

108 ઈમરજન્સી એમબ્યુલન્સની શરૂઆત 29 ઓગષ્ટ 2007ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભૂતપૂર્વ દિવંગત રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે સોલા સિવિલ હોસ્પિટલથી કરવામાં આવી હતી. શરૂઆતના સમયથી જ 108 સેવાને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વખતોવખત સેવાઓમાં કાર્યરત એમ્બ્યુલન્સ તેમજ ટેકનોલોજીમાં જરૂરી અપગ્રેડેશન અને ઉમેરો એમ્બ્યુલન્સના સ્ટાફને જરૂરિયાત મુજબ તાલીમ આપવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અદ્યતન ટ્રેનિંગ રિસર્ચ સેન્ટર તથા તાલીમાર્થીઓને રહેવાની સગવડ માટે હોસ્ટેલ વગેરે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવેલ છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

વર્ષ 2007થી અત્યાર સુધીમાં 1 કરોડ 37 લાખ લોકોએ 108 સેવાનો લાભ લીધો

ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિના જણાવ્યા મુજબ 108 ઈમરજન્સી સેવાની ટીમ 24/7 ઇમરજન્સી સેવા પુરી પાડવા કટીબદ્ધ છે. આ સેવા દ્વારા અનેક લોકોની કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરેલી છે અને છેલ્લા 15 વર્ષમાં 1 કરોડ 37 લાખ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધેલ છે. રાજ્યની 108 સેવા કોઈપણ ઇમરન્સી કે જે સ્વાસ્થ્ય સંબંધીત, ગુના સંબંધીત, કે આગ સંબંધીત હોય સતત સહયોગી બની છે. વર્ષ 2007માં માત્ર 14 એમ્બ્યુલન્સના કાફલામાંથી શરૂ થયેલી આ સેવા આજે 15 વર્ષ જેટલા સમયગાળામાં 802 એમ્બ્યુલન્સ (02 બોટ એમ્બ્યુલન્સ) સુધી વિસ્તરી છે.

15 વર્ષમાં વધુ પરિણામલક્ષી બની 108ની સેવા

રાજ્યના નાગરિકોની આરોગ્યની કાળજી માટે શરૂ કરાયેલી 108 સેવાને સરકારે ઘણી વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. 108માં અદ્યતન મેડિકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીના સમયે શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. તદુપરાંત રિસ્પોન્સ સેન્ટરમાં કાર્યાન્વિત અદ્યતન ટેકનોલોજી અને લોકેશન બેઇઝ સર્વિસ (LBS)થી સુસજ્જ એવી CAD Application થકી સેવા માટે કોલ કરનારનું Automatically લોકેશનપ્રાપ્ત થઈ જવાથી સમયનો બચાવ થાય છે અને ઝડપથી એમ્બ્યુલન્સ મોકલી શકાય છે.

ઈનપુટ ક્રેડિટ- દર્શન રાવલ- અમદાવાદ

g clip-path="url(#clip0_868_265)">