Ahmedabad: હવેથી દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર યોજશે ટી મિટીંગ

Ahmedabad: હવેથી દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં કમિશનરની ઉપસ્થિતિમાં ટી મિટીંગ યોજાશે. જેમાં કમિશનર અને ઉચ્ચ અધિકારી જે તે પોલીસ સ્ટેશનમાં વિઝીટ ગોઠવશે અને આ દરમિયાન પોલીસ કમિશનર કામગીરીનો તાગ મેળવવામાં આવશે.

Ahmedabad: હવેથી દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનર યોજશે ટી મિટીંગ
પોલીસ કમિશનર યોજશે ટી મિટિંગ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 03, 2023 | 10:12 PM

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સપ્તાહના દર મંગળવારે શહેરના કોઈપણ એક પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ યોજવામાં આવશે. આ ટી મિટિંગમાં જાહેર પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારી જે તે પોલીસ સ્ટેશનમાં વિઝીટ ગોઠવશે અને આ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા પોલીસ સ્ટેશનની અંદર ચાલતી કામગીરીનો તાગ મેળવવામાં આવશે ઉપરાંત પોલીસ કર્મચારીઓને પડતી નાની-મોટી તકલીફોનું નિરાકરણ કેવી રીતે લાવવું એનું આયોજન કરવામાં આવશે.

પોલીસ કમિશનરની ચાય પે ચર્ચા

  •  અત્યાર સુધી ટી મીટીંગ હેડ કવાર્ટર ખાતે યોજાતી હતી
  •  હવે પછીની ટી મીટીંગ પોલીસ સ્ટેશન દીઠ યોજવામાં આવશે
  • અઠવાડિયાના દર મંગળવારે ટી મિટિંગ યોજાશે
  •  પોલીસ સ્ટેશનની પસંદગી આકસ્મિક કરવામાં આવશે
  • સ્વચ્છતા,હથિયાર અને પોલીસ વાહનો ચકાસવામાં આવશે
  • કેસ કાગળની પણ ચકાસણી કરવામાં આવી શકે છે

અત્યાર સુધી શહેર દ્વારા લેવામાં આવતી ટી મીટીંગ પોલીસ કમિશનર કચેરીની ઓફિસ અથવા તો હેડ ક્વાર્ટસ ખાતે યોજાવામાં આવતી હતી. પરંતુ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં અઠવાડિયાના દર મંગળવારે આકસ્મિક કોઈપણ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારની મીટીંગ યોજવામાં આવશે, આ પ્રકારના અભિગમ પાછળ મુખ્ય હેતુ એ છુપાયેલો છે કે અંદર કામ કરતો સ્ટાફ કેટલી જાગૃત અવસ્થામાં કામ કરી રહ્યો છે.

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે અગાઉ પોલીસ સ્ટેશનમાં ટી મીટીંગ અંતર્ગત નરોડા પોલીસ સ્ટેશનમાં મુલાકાત લીધી હતી. પોલીસ સ્ટેશનમાં માળખાગત સુવિધા રેકોર્ડ મેન્ટેન થાય છે કે કેમ વાહનોની પરિસ્થિતિ હથિયારોની પરિસ્થિતિ વગેરેને લગતી બાબતો જાતે જઈને તપાસી ઉપરાંત વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કોન્સ્ટેબલ સાથે ચર્ચા પણ કરી આ બેઠકમાં ડિવિઝનના એસીપી, અલગ અલગ ઝોનના ડીસીપી, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં

શહેર પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓ અને પોલીસ કોન્સ્ટેબલ સાથે વાત કરીને બંને તરફી સંવાદ એટલે કે લોકોનો પોલીસ પ્રત્યે અભિગમ અને પોલીસને લોકોની સુરક્ષા વ્યવસ્થા દરમિયાન ઉદ્ભવતા પડકારો અંગે જાણકારી મેળવી. સાથે સાથે જે તે પોલીસ સ્ટેશનમાં બનતા ગુના અને તે અંગેની તપાસ ની પદ્ધતિ અંગે પણ જાણકારી મેળવી. આગામી દિવસોમાં આ જ પ્રકારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર શહેરના 48 જેટલા પોલીસ સ્ટેશનની મંગળવારે મુલાકાત કરશે.

g clip-path="url(#clip0_868_265)">