Ahmedabad: અમરાઈવાડીમાં એક્સપાયર્ડ દવાને રિલેબલીંગ કરી વેચતો વેપારી ઝડપાયો, જીવ જોખમમાં મુકનારા સામે પોલીસ ફરીયાદ
એક્સપાયર્ડ દવાઓને રિલેબલીંગ કરીને વેચાણ કરવામાં આવતી હોવાનુ દરોડા દરમિયાન ખુલવા પામ્યુ છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને લોકોના જીવને જોખમમાં મુકનારા દવાના વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ના અમરાઈવાડી વિસ્તારમાં દવાઓનુ વેચાણ કરતા વિતરકને ત્યાં દરોડો પાડતા એક્સાપયર્ડ દવાઓનુ વેચાણ કરાતુ હોવાનુ સામે આવ્યુ હતુ. એક્સપાયર્ડ દવાઓને રિલેબલીંગ કરીને વેચાણ કરવામાં આવતી હોવાનુ દરોડા દરમિયાન ખુલવા પામ્યુ છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ દરોડો પાડીને લોકોના જીવને જોખમમાં મુકનારા દવાના વેપારી સામે કાર્યવાહી હાથ ધરી છે. દવાના કેટલાક સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગેની બાતમી મળી હતી. બામતીનુસાર અમરાઈવાડી વિસ્તારનો વિતરક એકસ્પાયર્ડ દવાને નવી તારીખના લેબલ લખીને વેચાણ કરતો હોવાનુ સામે આવ્યુ હતુ. આમ એક્સપાયર્ડ દવાનુ વેચાણ કરીને લોકોના જીવને જોખમમાં મુક્યા હતા. ઘટના અંગે ગંભીર બેદરકારી દાખવનારા વિતરક સામે અમરાઈવાડી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધવામાં આવી છે.
‘સ્કર્વી’ રોગમાં વપરાતા ઈંજેક્શન રીલેબલીંગ
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, જનઆરોગ્ય સાથે ચેડા કરનાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાંવી છે. આ માટે બાતમી આઘારે ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. અમરાઈવાડીમાં એક્સપાયર્ડ દવાઓનું રિલેબલીંગ કરી વેચાણ કરતાઓને ત્યાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડવાાં આવ્યા હતા. ‘સ્કર્વી’ રોગમાં વપરાતા SCORBINT-C INJECTIONના રીલેબલીંગના કૃત્યમાં સંડોવાયેલા તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કર તેમજ પુજારા સ્વપનીલ મહેશભાઇ સામે તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના અમરાઇવાડી ખાતેની મે. મહાદેવ એજન્સીને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કરની SCORBINT-C INJECTION નામની દવાના ખરીદ વેચાણ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે M/S. INTEGRITY PHARMACEUTICAL, BAJWA, VADODARA પાસેથી ઇનવોઇસ નં. 0000103, 0000142, 0000406, 0000532, 0000705 થી સમયાંતરે SCORBINT-C INJECTION મેળવી વેચાણ કરતાં હતાં.
તારીખ જૂની થઈ, તો લેબલ નવા છાપ્યા!
તપાસ ટીમને 444 નંગ દવાનું વેચાણ શંકાસ્પદ લાગતાં પૂછપરછ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન તેજેન્દ્ર મહેશભાઇ ઠક્કરે જણાવ્યું કે તેઓ દ્વારા ઓરીજીનલ એક્સપાયરી તા. 03/2023 અને બેચ નં. NL21036 બદલી તેઓના કોમ્પ્યુટરમાં નવી એક્સપાયરી તા.09/2023 અને બેચ નં. NB21-07A પ્રિન્ટ કરી કાર્ટન પર લગાવવામાં આવ્યા હતા. જ્યારે દવાના વાયલ પરથી દવાનું નામ, બેચ નં., ઉત્પાદન તા., મુદ્દત વિત્યા તા. અને ઉત્પાદકનું નામ જેવી તમામ વિગતો લેબલ પરથી ભૂસી કાઢી આ એક્સપાયર્ડ પાંચ ઇન્જેક્શનો મે. યુનાઇટેડ એન્ટરપ્રાઇઝ, એલીસબ્રિજ, અમદાવાદને તા. ૨૨/૦૫/૨૦૨૩ ઇનવોઇસ નં. 23/SZ-002397 થી વેચાણ કરવામાં આવ્યા હતા.
લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આરોપી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. અમરાઈવાડી પોલીસે આ અંગે તપાસ શરુ કરી છે. પોલીસે હવે દવાના મામલે એક બાદ એક કડી મેળવવા પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે.