Happy Birthday Twinkle Khanna : પહેલી ફિલ્મ હિટ થયા બાદ ટ્વીંકલની એક્ટિંગ કરિયર પર લાગી હતી બ્રેક, કહ્યું હતું કે, મારી ફિલ્મો પર પ્રતિબંધ લગાવો

ટ્વિંકલ ખન્ના (Twinkle Khanna) તેની અલગ અંદાજ માટે જાણીતી છે. તે કોઈપણ મુદ્દા પર બોલવામાં અચકાતી નથી. કેટલીકવાર તે પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં પણ ફસાઈ જાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 7:00 AM
ટ્વિંકલ ખન્ના ભૂતપૂર્વ એક્ટ્રેસ ઇન્ટિરિયર ડિઝાઇનર, ફિલ્મ પ્રોડ્યુસર અને લેખક છે. રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયા જેવા મોટા સ્ટાર્સ અને પ્રતિભાશાળી કલાકારોની પુત્રી હોવા છતાં, ટ્વિંકલ હિન્દી સિનેમામાં કંઈ ખાસ કરી શકી ના હતી. ટ્વિંકલે પોતાના કરિયરની શરૂઆત એક્ટ્રેસ તરીકે કરી હતી. તેણે બરસાત ફિલ્મથી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ટ્વિંકલનું કામ પણ પસંદ કરવામાં આવ્યું હતું.

1 / 5
આ પછી ટ્વિંકલે જાન, દિલ તેરા દિવાના, ઉફ્ફ યે મોહબ્બત અને ઈતિહાસ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઈ હતી. એક પછી એક ફ્લોપ ફિલ્મોથી ટ્વિંકલ પરેશાન થઈ ગઈ. પણ પછી ટ્વિંકલે સલમાન ખાન સાથે ફિલ્મ જબ પ્યાર કિસી સે હોતા હૈ કરી અને આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

2 / 5
આ બાદ ટ્વિંકલની ફિલ્મો ફરી ફ્લોપ થવા લાગી હતી. આ પછી ફિલ્મ બાદશાહ રીલિઝ થઈ જેમાં શાહરૂખ ખાન લીડ રોલમાં હતો. આ ફિલ્મ હિટ બની હતી, જોકે ટ્વિંકલનું કરિયર સારું ચાલી રહ્યું ન હતું. તેની ઘણી ફિલ્મો સારી ચાલી ન હતી. આ દરમિયાન તેણે અક્ષય કુમાર સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

3 / 5
લગ્ન બાદ ટ્વિંકલે એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું. તેની છેલ્લી ફિલ્મ લવ કે લિયે કુછ ભી કરેગા હતી અને તે પણ કંઈ ખાસ કરી શકી ન હતી. આ પછી, ટ્વિંકલે નિર્માતા તરીકે તેની કારકિર્દી શરૂ કરી અને અક્ષય કુમારની મોટાભાગની ફિલ્મોનું નિર્માણ કર્યું. ત્યારબાદ ટ્વિંકલે એક લેખક તરીકે પોતાનું કામ શરૂ કર્યું અને તેણે મિસિસ ફનીબોન્સ, ધ લિજેન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ અને પાયજામા આર ફોરગીવિંગ જેવા પુસ્તકો લખ્યા છે.

4 / 5
તમને જણાવી દઈએ કે ટ્વિંકલે તેના એક ઈન્ટરવ્યુમાં તેની ફ્લોપ ફિલ્મો વિશે કહ્યું હતું કે, મેં એક પણ હિટ ફિલ્મ નથી આપી. મને લાગે છે કે મારી ફિલ્મો પર પ્રતિબંધ મુકવો જોઈએ જેથી કોઈ તેને જોઈ ન શકે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">