અક્ષય કુમાર-અજય દેવગનની ફિલ્મોને ટક્કર આપવા આવી રહ્યો છે આ ગુજરાતી કલાકાર !
વર્ષ 2024માં ઘણી મોટી ફિલ્મો આવવાની છે. આ લિસ્ટમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની 'બડે મિયાં છોટે મિયાં', અજય દેવગનની 'મેદાન' અને પ્રતિક ગાંધીની 'ફૂલે' પણ સામેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય ફિલ્મો આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવા જઈ રહી છે. આને બોક્સ ઓફિસ માટે એક બીજા સાથે ટકરાતી જોવામાં આવી રહી છે.
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ 10 એપ્રિલ, 2024ના રોજ રિલીઝ થવાની છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ, અજય દેવગનની ‘મેદાન’ પણ ઈદના તહેવાર પર 10મી એપ્રિલ 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ બે મોટા સ્ટાર્સની વચ્ચે ‘સ્કેમ’ ફેમ ગુજરાતી કલાકાર પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ પણ રિલીઝ થવા જઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રતિક ગાંધીની ફિલ્મ ‘ફૂલે’ 11 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જો આમ થશે તો તેને બોક્સ ઓફિસ માટે મોટી અથડામણ તરીકે જોવામાં આવી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ત્રણ મોટી ફિલ્મો એકસાથે આવી શકે છે. શું પ્રતિક ગાંધી અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ અને અજય દેવગનને ટક્કર આપી શકશે ? બોક્સ ઓફિસની રેસમાં કોણ કોના ઉપર વિજય મેળવશે તે તો સમય જ કહેશે.
પ્રતીક ગાંધીની ‘ફૂલે’ વિશે
પ્રતીક ગાંધીની ‘ફૂલે’ સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક બનવા જઈ રહી છે. અભિનેત્રી પત્રલેખા સાવિત્રીબાઈ ફુલેના રોલમાં જોવા મળશે. આ ફિલ્મને અનંત નારાયણ મહાદેવને ડિરેક્ટ કરી છે. મેકર્સ આ ફિલ્મને 11 એપ્રિલે રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. 11મી એપ્રિલની તારીખ પણ પસંદ કરવામાં આવી છે કારણ કે આ દિવસ સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતિ છે.
અક્ષય-ટાઈગરની ‘બડે મિયાં છોટે મિયાં’
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ પહેલાથી જ જોરદાર ક્રેઝ જોવાઈ રહ્યો છે. ફિલ્મમાં અક્ષય-ટાઈગરની સાથે પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર, સોનાક્ષી સિંહા, જાન્હવી કપૂર જેવા સ્ટાર્સ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
અજય દેવગનની ‘મેદાન’
અજય દેવગનની ‘મેદાન’નું નિર્દેશન અમિત શર્માએ કર્યું છે. જ્યારે આ ફિલ્મ બોની કપૂર, આકાશ ચાવલા અને અરુણવ જોય સેનગુપ્તાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.