Rajkot : વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ, વીંછિયાના બજારો સજ્જડ બંધ
વિંછીયામાં પોલીસ પર પથ્થરમારા બાદ 58 થી વધુની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટના કારણે 12000 થી વધુ લોકો એકઠા થયા હતા, જેના કારણે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને પાંચ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં વિંછીયામાં શાંતિપૂર્ણ માહોલ છે અને 144 ધારા લાગુ કરવામાં આવી છે.
રાજકોટના વીંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજીઓ કરનારા ઘનશ્યામ રાજપરાની હત્યા થઇ હતી. જે પછી પોલીસ આરોપીની જાહેરમાં સરભરા કરશે તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. પોસ્ટના આધારે 12 હજારથી પણ વધુ લોકો ત્યાં એકઠાં થયા હતા અને પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ ઊભી થઇ હતી. હાલ વીંછિયાના બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ છે.
પથ્થરમારો કરનારાની ધરપકડનો આંકડો 58
રાજકોટના વિંછીયામાં પોલીસ પર પથ્થરમારાના મામલે પથ્થરમારો કરનારાની ધરપકડનો આંકડો 58 પર થયો છે. વિંછીયાના બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ છે. વિંછીયાના બજારો બંધ છે. પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે. એસઆરપીની એક ટુકડી ઉતારવામાં આવી હોવાની પણ વિગતો છે. રાજકોટ જિલ્લા પોલીસનો કાફલો વિંછીયામાં ખડકી દેવાયો છે. રાજકોટ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વિંછીયા ખાતે ધામા નાખ્યા છે. વિંછીયા પોલીસે અનેક વાહનો ડીટેઇન કર્યા હોવાની પણ વિગત છે.
હત્યાના વિરોધમાં વિંછીયા બંધ રહ્યુ
છ જેટલા શખ્સોએ સાથે મળીને કુહાડી અને ધોકાના ઘા ઝીંક્યા હતા.આ ઘટના બાદ વિંછીયામાં વિરોધનો વંટોળ છવાયો હતો. હત્યાના વિરોધમાં વિંછિયા બંધ પણ રહ્યું હતું. જો કે હવે આ જ આરોપીને ઝડપતા પોલીસને પણ હાશકારો થયો છે. તો બીજી તરફ લોકોએ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયુ
ગઈકાલે સવારે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઇ હતી. પોલીસ આરોપીની ઘેરમાં સરઘસ કાઢશે તેવી પોસ્ટ વાયરલ થઇ હતી. આ મેસેજના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઇ વિંછીયા પોલીસ સ્ટેશન થયા હતા. અંદાજિત 12000થી વધારે લોકો ભેગા થયા હતા અને તણાવ જોવા મળ્યો હતો. જે પછી પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયુ હતું. 10થી વધારે જે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા હતા. આ ઘટનામાં 4 પોલીસકર્મી ઈજાગ્રસ્ થયા હતા. જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટના બાદ વિંછીયામાં 144 ધારા લગાવવામાં આવી છે અને તેના જ કારણે લોકોને ભેગા ન થવા સૂચના આપવામાં આવી છે. ત્યારે આ માહોલને લઈને આઈજી સહિતનો જે કાફલો એસપી સહિતનો કાફલો છે આ ઘટના સ્થળે પહોંચ્યો હતો. જે પછી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.હાલ વિંછીયાના મેઈન બજારમાં શાંતિપૂર્ણ માહોલ છે.