Valsad : માછીમાર યુવકોને શિપમાં નોકરી કરવાની લાલચ આપી 60 લાખની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં, જુઓ Video
વલસાડના દરિયાકાંઠાના ગામમાં માછીમાર યુવકોને શિપમાં નોકરી કરવાની લાલચ આપીને 60 લાખ રૂપિયાનો ચુનો લગાડનાર આરોપી ઝડપાયો છે. દરિયા કાંઠાના ગામોના માછીમાર યુવાનો કે જેમણે શિપિંગ કંપનીમાં નોકરી મેળવવા માટેનો કોર્સ કર્યો હોય તેવા લોકોનો આરોપીએ ટેલિફોનિક સંપર્ક કરી નોકરીની લાલચ આપી હતી.
વલસાડના દરિયાકાંઠાના ગામમાં માછીમાર યુવકોને શિપમાં નોકરી કરવાની લાલચ આપીને 60 લાખ રૂપિયાનો ચુનો લગાડનાર આરોપી ઝડપાયો છે. દરિયા કાંઠાના ગામોના માછીમાર યુવાનો કે જેમણે શિપિંગ કંપનીમાં નોકરી મેળવવા માટેનો કોર્સ કર્યો હોય તેવા લોકોનો આરોપીએ ટેલિફોનિક સંપર્ક કરી નોકરીની લાલચ આપી હતી. આરોપી વિનય સોલંકીએ સારા પગારમાં નોકરી આપવાની લાલચે 21 યુવાનો પાસેથી 60 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રૂપિયા ઉઘરાવ્યા બાદ આરોપી ફરરા થઈ ગયો હતો.
લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં
માછીમાર યુવાનો સાથે ઠગાઇ કરી આરોપી લાંબા સમય સુધી છુપાતો અને ભાગતો ફરતો હતો. માછીમાર યુવાનો નોકરીની રાહ જોઈને બેઠા હતા પરંતુ નોકરી કે રૂપિય પરત ન મળતા તેમને સમજાયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. વલસાડ સિટી પોલીસ મથકમાં ભોગ બનનાર યુવાનોએ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ટીમે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે વર્ક આઉટ કરી આરોપીને મંબઈના સાકીનાકા વિસ્તારની રેસન્ટ ઇન ટોરમેટરીમાંથી ઝડપી પાડ્યો છે.