Bigg Boss 16 સલમાન ખાને શાલીન ભનોટ અને ટીનાની મિત્રતા પર ઉઠાવ્યા સવાલ, જુઓ વીડિયો
માત્ર સલમાન ખાન જ નહીં પરંતુ બિગ બોસ 16 (Bigg Boss 16 )ની બહાર કાઢવામાં આવેલી સ્પર્ધક શ્રીજીતા ડે અને બિગ બોસ 15 ફેમ રાજીવ આડતીયાએ પણ ટીના અને શાલીનની મિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.

બિગ બોસના ઘરમાં પ્રેમ અને મિત્રતાની વાતો સામાન્ય છે. પરંતુ બિગ બોસની સીઝન 16 માં, જેમના સંબંધો સૌથી વધુ હેડલાઇન્સ મેળવ્યા છે, તે શાલીન ભનોટ અને ટીના દત્તા છે. શોમાં પહેલા દિવસથી જ બંને વચ્ચે કોઈને કોઈ અણબનાવ રહેતો છે. પરંતુ ક્યારેક સુમ્બુલ તેમની વચ્ચે આવી જાય છે, અને ક્યારેક આ બંને એકબીજા સાથે ઝઘડો કરીને તેમના સંબંધોનો અંત લાવે છે પરંતુ પછી તેઓ ફરીથી મિત્રો પણ બની જાય છે. બિગ બોસ 16ના વીકેન્ડ કા વારમાં, સલમાન શાલીન અને ટીનાના સંબંધો પર સવાલ ઉઠાવતા જોવા મળશે.
સલમાન ખાનની સાથે લોકો પણ ખુદ શાલીન અને ટીનાને સવાલ કરે છે. શુકાવારના એપિસોડમાં ચાહકોઅને સભ્યોની એક પેનલ મંચ પર એક સાથે જોવા મળે છે અને બિગ બોસ 16ના સ્પર્ધકને સવાલ કરવામાં આવે છે. એક ચાહક શાલીનને પુછે છે તમે હંમેશા ટીનાની પાછળ-પાછળ ફરો છો ? જેના પર સલમાન ખાન કહે છે શું કરે આદત છે. એક ચાહક શાલીનને કહે છે કે, ટીના પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરી રહી છે.
Salman ne kiya Tina aur Shalin ko challenge, do you think their friendship will fall apart?🤔
Dekhiye #BiggBoss16 Mon-Fri raat 10 baje aur Sat-Sun raat 9 baje, sirf #Colors par. Anytime on @justvoot#BB16 #BiggBoss@beingsalmankhan@tresemmeindia @chingssecret @myglamm pic.twitter.com/XeGjlmywJK
— ColorsTV (@ColorsTV) December 2, 2022
જાણો શાલીને શું કહ્યું
શાલીને આરોપનો જવાબ આપતા કહ્યું કે, હું કોઈના પર નિર્ભર નથી. ના હું મારા સંબંધ વિશે કોઈ સ્પષ્ટતા આપવા માંગુ છુ. આ તમામ વાતો વચ્ચે ટીનાએ જવાબ આપ્યો કે, હું શાલીનની સાથે મિત્રતા નિભાવી શકું નહિ કારણ કે, તે મારી પાછળ રમી રહ્યો છે. ટીનાની આ વાત સાંભળી સલમાન ખાને કહ્યું કે, આ મારો તમને બંનેને પડકાર છે કે તમે તમારી વાત પર વળગી રહેશો કે નહીં, તે જોવાનું રહેશે.
શ્રીજિતા ડે પણ સવાલો ઉઠાવ્યા
આ પહેલા બિગ બોસ 16માંથી બહાર થઈ ચુકેલી સ્પર્ધક શ્રીજિતા ડે અને બિગ બોસ 15 ફેમ રાજીવે પણ ટીના અને શાલીનની મિત્રતા પર સવાલ ઉઠાવ્યા હતા.શોમાં તેની નકલી ક્રીંગી લવ સ્ટોરી વિશે ટ્વિટ કર્યું. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ એમ પણ કહ્યું કે તેમનો સંબંધ બિગ બોસમાં તેમની રમતનો એક ભાગ છે. તે બંને રમતમાં આગળ વધવા માટે એકબીજાનો ઉપયોગ કરી રહ્યાં છે. આવનારા એપિસોડમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે શાલીન અને ટીના સલમાન ખાનની ચેલેન્જ પૂરી કરે છે કે પછી ફરી એકવાર મિત્ર બનીને શોની લાઇમલાઇટ લેવા માંગે છે.