Bigg Boss 16: કેપ્ટનશિપ માટે ઘરમાં હંગામો, કોણ બનશે બિગ બોસનો નવો કેપ્ટન?
Bigg Boss News Highlights: બિગ બોસ (Bigg Boss )ના ઘરમાં નવા કેપ્ટનને લઈને ઘરના સભ્યોને એક ટાસ્ક આપવામાં આવ્યો હતો. જેમાં ઘરમાંથી એક શિવ, ટીના અને નિમ્રિતને આગામી કેપ્ટન પસંદ કરવાની તક આપવામાં આવી છે.

Bigg Boss 16 New Caption: હવે બિગ બોસના ઘરમાં આગામી કેપ્ટન પસંદ કરવાનો વારો છે. શો શરૂ થતાની સાથે જ શાલીન સાજિદ, નિમ્રિત અને શિવ ટીનાને ઘરનો આગામી કેપ્ટન પસંદ કરવા કહે છે. આના પર નિમ્રિત કહે છે કે ટીનાને કેપ્ટન બનાવવામાં મને કોઈ વાંધો નથી, પરંતુ હું એમ ન કહી શકું કે મને કેપ્ટન્સી નથી જોઈતી કારણ કે તે મને અનુકૂળ નથી. ટીના અને નિમ્રિત વચ્ચે આ બાબતે થોડી ચર્ચા ચાલી રહી છે. જો કે, અંકિત બંનેને સમજાવે છે અને ટીના નિમ્રિતને ગળે લગાવે છે.
બિગ બોસના નવા કેપ્ટનને લઈ પ્રિયંકા-અંકિતનું પ્લાનિંગ
પ્રિયંકા અને અંકિત કેપ્ટનશીપને લઈ વાત કરે છે. બંન્ને કહે છે કે, બિગ બોસે અમારા ગ્રુપમાંથી કોઈને ટાસ્ક માટે સંચાલનના રુપમાં પસંદગી કરવામાં આવે. તેને કેપ્ટનશીપ મેળવવાની તક મળી શકે,
View this post on Instagram
બિગ બોસનો આગામી કેપ્ટન કોણ હશે
બિગ બોસે ઘરના સભ્યોને બીબી ફિશરીઝનામનો ટાસ્ક આપ્યો છે. જેમાં ઘરના સભ્યોને ટોપલીમાં માછલીઓ ભેગી કરવાની છે અને તેમાં મીઠું અને બરફ નાંખવાનો છે. એમસી સ્ટેનને આ ટાસ્ક માટે સંચાલન બનાવવામાં આવ્યો છે. તે નક્કી કરશે કે, કઈ માછલી પસંદ કરવામાં આવશે અને કઈ નકારી કાઢવામાં આવશે. જે માછલીઓ પસંદ કરવામાં આવશે તેને સ્ટોર રૂમમાં રાખવામાં આવશે.
બિગ બોસની આગામી કેપ્ટનની લડાઈ
શિવ ઘરના કપ્તાન હોવાથી અને નિમ્રિત અને ટીના તેમના ખાસ મિત્રો હોવાથી, ઘરના બાકીના સભ્યોએ તેમને સ્પર્ધાના દરેક રાઉન્ડમાં હરાવવા પડશે. ઘરના નવા કેપ્ટન માટે ત્રણ દાવેદારોની પસંદગી કરવામાં આવી છે જેમાં શિવ, નિમ્રિત અને ટીનાનો સમાવેશ થાય છે. પરિવારના સભ્યોએ તેમને હરાવવા પડશે અને બોર્ડમાંથી એક નામ કાઢીને બીજું નામ લખવાનું રહેશે. આ રીતે, 3 સ્પર્ધકો વચ્ચે સુકાનીપદ માટે લડાઈ થશે
બિગ બોસના ટાસ્કમાં ફરી ટકરાઈ અર્ચના-સાજિદ
પ્રથમ રાઉન્ડમાં અંકિત,સુમ્બુંલ અને સૌંદર્યા નિમૃત, ટીના અને શિવ વિરુદ્ધ માછલીઓ પકડે છે. જેમાં સ્ટેન નિમ્રિત, શિવ અને ટીનાની પસંદગી કરેલી માછલીઓને સિલેક્ટ કરે છે અને રાઉન્ડ જીતી જાય છે.જ્યારે બીજા રાઉન્ડમાં પ્રિયંકા, અંકિત અને સૌંદર્યા માછલી પકડવા જાય છે અને અર્ચના પણ તેમની સાથે જાય છે. જેના કારણે એમસી સ્ટેન પ્રિયંકા અને અન્ય સભ્યોને રાઉન્ડમાંથી ગેરલાયક ઠેરવે છે.
સાજીદ અર્ચનાને થપ્પડ મારવા દોડ્યો
ટાસ્કમાં અર્ચનાની ભાગીદારી અંગે પરિવારના સભ્યો વચ્ચે દલીલ ચાલી રહી છે. અર્ચના ફરી એકવાર સાજિદ સાથે ઝગડો કરે છે. તે સાજિદને અયોગ્ય ગણાવે છે, જે સાંભળીને સાજિદ ગુસ્સે થઈ જાય છે. સાજિદ અર્ચના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે અને કહે છે કે, હું તેને માત્ર એક જ વાર થપ્પડ મારવા માંગુ છું. આ સાથે કાર્ય સમાપ્ત થાય છે.