Bigg Boss 18 : બિગ બોસ 18માં પહેલીવાર ગુસ્સે થયો સલમાન ખાન , જુઓ Video
બિગ બોસ 18માં વીકએન્ડ કા વારમાં સલમાન ખાને કરણ વીર મહેરા અને શિલ્પા શિરોડર પર ગુસ્સે થયો હતો. તેમજ સલમાન ખાને કરણ અને અવિનાશના વખાણ કર્યા હતા. કારણ કે, તેમણે 4 કલાકથી વધુ સમય પોતાની પીઠ પર અન્ય સ્પર્ધકને ઉઠાવ્યા હતા.
સલમાન ખાન જ્યારે પણ વીકએન્ડ કા વારમાં જોવા મળે છે. ત્યારે બિગ બોસની ટીઆરપી ઉંચી જાય છે. બિગ બોસ 18ના વીકએન્ડ કા વારમાં સલમાન ખાને ઘરમાં થયેલા ટાઈમ ગોડના ટાસ્કની ચર્ચા કરી હતી. કેટલાક ઘરવાળાઓએ આ સંબંધોને લઈ સવાલો પણ ઉઠાવ્યા હતા. તેમજ સ્પર્ધકને શું સાચું અને શું ખોટું છે તેના પર વાત કરી હતી.આ સીઝનમાં અત્યાર સુધી સલમાન ખાન ગુસ્સે જોવા મળ્યો ન હતો પરંતુ આ વીકએન્ડના વારમાં રવિવારમાં સલમાન ખાન ગુસ્સે જોવા મળ્યો હતો.
ઝગડા પર સલમાન ખાને વાત કરી
સલમાન ખાન અવિનાશ મિશ્રા પર ગુસ્સે થયો હતો કારણ કે, તેમણે ટાસ્ક દરમિયાન ચાહત પાંડને ગંવાર કહી હતી.અપકમિંગ એપિસોડના પ્રોમોમાં ટાઈમ ગોડ ઈશાના રાશક ટાસ્કનો સ્વભાવ અને અવિનાશ મિશ્રા સાથે તેના ઝગડા પર સલમાન ખાન વાત કરતા જોવા મળ્યો હતો.
#WeekendKaVaar Promo – Salman schools Shilpa Shirodkar and Karanveerpic.twitter.com/eABgV7KbHR
— #BiggBoss_Tak (@BiggBoss_Tak) November 29, 2024
આ વખતે ઘરના ટાઈમ ગોડ માટે કરણ વીર મહેરા-એડિન રોઝ અને અવિનાશ મિશ્રા -ઈશા સિંહની જોડી વચ્ચે જોવા મળ્યો હતો. ટાસ્ક બાદ કરણ અને કેટલાક ઘરના સભ્યો ખુબ નિરાશ જોવા મળ્યા હતા કારણ કે, તેમને લાગ્યુ હતું કે, શિલ્પા શિરોડકરને પોતાના મિત્રનો સપોર્ટ કરવો જોઈએ. અન્ય ઘરના સભ્યોનું કહેવું હતુ કે, સાથે-સાથે કરણ વીર મહેરા પણ આ વાતને લઈ શિલ્પાથી ખુબ નિરાશ હતા.
સ્પર્ધકે શોને અલવિદા કહ્યું
તમને જણાવી દઈએ કે, બિગ બોસ 18ના વીકએન્ડના વાર રસપ્રદ હતો. કારણ કે, વાઈલ્ડ કાર્ડ સ્પર્ધક અદિતિ મિસ્ત્રી બાદ વધુ એક સ્પર્ધક શોને અલવિદા કહેશે.તેમજ અપકમિંગ એપિસોડના પ્રોમોમાં સલમાન કહી રહ્યો છે કે, શિલ્પા તારા સબંધોનું જે કન્ફ્યુજન છે. તારો ફેવરિટ કરણ છે કે, વિવયન, ટાસ્ક દરમિયાન પણ નિર્ણય કે પછી ઈશાને સપોર્ટ વધુ મળી રહ્યો હતો અને કરણ વિરુદ્ધ સપોર્ટ જોવા મળી રહ્યો હતો. શિલ્પાના આ નિર્ણયના કારણે કરણ ખુબ નિરાશ છે કારણ કે, વધુ એક વખત શિલ્પાએ કરણને દગો આપ્યો છે.