Roohi song Nadiyon Paar: સોલો ડાન્સ નંબરમાં Janhvi Kapoor નો ગ્લેમરસ અવતાર
હોરર-કોમેડી ફિલ્મ રૂહીનું બીજું ગીત રિલીઝ થયું છે. આ ગીત લોકપ્રિય પંજાબી ગીત Let The Music Play નું રીમિક્સ વર્ઝન છે. અસલ ગીત 2008 માં રિલીઝ થયું હતું અને શામુર દ્વારા તેની રચના કરવામાં આવી હતી.

હોરર-કોમેડી ફિલ્મ રૂહી (Nadiyon Paar-Let the Music Play Again)નું બીજું ગીત રિલીઝ થયું છે. આ એક સોલો ડાન્સ નંબર છે જેમાં જ્હાનવી કપૂરનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળ્યો છે. આ ગીત ગઈકાલે રિલીઝ થયું હતું અને યુટ્યુબ પર તે ટ્રેડિંગમાં પ્રથમ ક્રમ પર છે.
આ ગીત લોકપ્રિય પંજાબી ગીત Let The Music Play નું રીમિક્સ વર્ઝન છે. અસલ ગીત 2008 માં રિલીઝ થયું હતું અને શામુર દ્વારા તેની રચના કરવામાં આવી હતી. રીમિક્સ વર્ઝન શામુર, રશ્મીત કૌર, આઈપી સિંહ એ સ્વરબદ્ધ કર્યું છે. સચિન-જીગર એ કંપોઝ કર્યું છે. ગીતને આઈપી સિંહ અને જીગર સરૈયાએ લખ્યું છે.
તે સોની મ્યુઝિકના બેનર હેઠળ બહાર પાડવામાં આવ્યું છે. સોની મ્યુઝિક ઇન્ડિયાના માર્કેટીંગના સિનિયર ડિરેક્ટર સનૂજિત ભુજબલ કહે છે, “નાદિયો પાર પાર્ટી પ્રેમીઓનું પ્રિય ગીત રહ્યું છે અને સચિન-જીગરનું આ નવું વર્ઝન ઓરિજિનલને ટ્રિબ્યુટ છે. તે ખૂબ જ જીવંત અને પ્રોત્સાહિત ગીત છે. મને ખાતરી છે કે આ ગીત ચોક્કસપણે દર્શકોનું મનોરંજન કરશે. ”
તે જ સમયે, સચિન જીગર માને છે કે, “આ ગીત શ્રોતાઓની યાદોને તાજી કરશે જે તેના ઓરિજિનલને પસંદ કરે છે . આ ગીતના મૂળ કલાકારો સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ અદભુત હતો.
સિંગર રશ્મીત કૌર કહે છે, “સચિન-જીગરના ડાન્સ નંબર ચાર્ટબસ્ટર રહ્યા છે અને તેમના માટે ‘નદિયો પાર’ આ ગીત પોતે એક પાર્ટી જેવું હતું. આ ગીત ઇન્સ્ટન્ટ મૂડ લિફટર જેવું છે અને હું આ ગીત વિશે સકારાત્મક છું.”
ચાલો તમને ફિલ્મ વિશે જણાવી દઈએ કે આમાં જ્હાનવી કપૂર સાથે રાજકુમાર રાવ અને વરૂણ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 11 માર્ચે થિયેટરોમાં રિલીઝ થશે.