Anant Radhika Wedding : નીતા અંબાણીએ થનારી વહુની ઉતારી નજર, તો રાધિકાએ સમ્માનમાં જોડ્યા હાથ, જુઓ-Video
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. તેમાનો જ એક વીડિયો તાજેતરમાં જ સામે આવ્યો છે. આ વીડિયો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એમડી મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. પરંતુ, છેલ્લા કેટલાક દિવસોથી રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીના વીડિયો અને તસવીરો ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ આ બાબતોની ચર્ચાઓ થઈ રહી છે.
અનંત-રાધિકાના લગ્ન પહેલા, અંબાણી પરિવારે અત્યાર સુધીમાં દંપતી માટે 2 ભવ્ય પ્રી-વેડિંગ સમારોહ અને ત્યારબાદ હલ્દી, મહેંદી અને સંગીત જેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે. આ સિવાય અંબાણી પરિવારે અનંત-રાધિકાના સુખી જીવન માટે ગૃહ શાંતિ પૂજા પણ કરી હતી, જેનો એક વીડિયો હવે સામે આવ્યો છે. આ પ્રસંગે થનારી વહુની સાસુમાં નજર ઉતારી રહ્યા છે.
બધાની નજર રાધિકાના સુંદર દેખાવ પર હતી.
આ વીડિયો ગ્રૃહ શાંતિ પૂજનનો છે જેમાં રાધિકાની માતા દીકરી અને જમાઈની આરતી ઉતારે છે. જે બાદ રાધિકાને તેમની સાસુ એટલે કે ભારતના સૌથી ધનિક બિઝનેસ મેનની પત્ની નીતા અંબાણી પોતાની વહુને કોઈની નજર ના લાગી જાય તે માટે તેની નજર ઉતારતા જોવા મળી રહ્યા છે. ત્યારે રાધિકા પણ સાસુ નિતા અંબાણીના સમ્માનમાં હાથ જોડતી જોવા મળે છે.
આ વીડિયોમાં રાધિકા- અનંત એકબીજાની સામે જોતા, હસતા અને સાથે પૂજામાં ભાગ લેતા જોવા મળે છે. વીડિયોમાં રાધિકા મર્ચન્ટ પરંપરાગત ગુજરાતી સાડી પહેરેલી જોઈ શકાય છે. તેણીએ તેના દેખાવમાં નેકપીસ, મેચિંગ ઇયરિંગ્સ, માંગ ટીક્કા અને નથ પહેરી છે.
View this post on Instagram
રાધિકાના પિતા થયા ભાવુક
અનંત-રાધિકા માટે આયોજિત ગ્રહ શાંતિ પૂજાનો સત્તાવાર વીડિયો ‘એપિક સ્ટોરીઝ’ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાધિકાને લઈને આવતા પિતા વિરેન મર્ચન્ટ ઈમોશનલ થતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે દીકરી જમાઈના લગ્નની પિતા વિરેન સાથે આખો દેશ બન્નેના લગ્નથી ઉત્સાહિત છે જેને લઈને આવતા વીડિયો અને ફોટો લોકો જોવા માંગે છે.
રાધિકા-અનંતની ગ્રહ શાંતિ પૂજાનો વીડિયો વાયરલ
વીડિયોમાં રાધિકા મર્ચન્ટ તેના પિતા સાથે પ્રવેશ કરતી જોઈ શકાય છે. જે બાદ તેની માતા તેની અને અનંત અંબાણીની આરતી કરે છે. આ પછી બંને વચ્ચે કેટલીક ફની પળો જોવા મળે છે. રાધિકા અનંત પર પાણી છાંટતી અને પછી તેને માળા કરતી જોવા મળે છે. આ પછી અનંત તેને ગળે લગાવે છે. પૂજા દરમિયાન, નીતા અંબાણી દુલ્હન-બનાવનારને એક નજર નાખતા પણ જોઈ શકાય છે, ત્યારબાદ રાધિકા તેની સાસુના સન્માનમાં હાથ જોડીને નમન કરે છે. આ જોઈને નીતા અંબાણી ભાવુક થઈ જાય છે અને રાધિકાને ગળે લગાવે છે.