ફિલ્મ ‘પઠાન’નું શું થશે? છેલ્લા 6 વર્ષમાં Yash Rajની 9 ફિલ્મ ફ્લોપ, ખૂબ જ ખરાબ છે રિપોર્ટ કાર્ડ
Yash Raj Films Production House: પઠાન (Pathaan) આવતા વર્ષ 25 જાન્યુઆરીનો રોજ રિલીઝ થવાની છે. આ પહેલા જાણો કે યશરાજ ફિલ્મ્સ બેનર હેઠળ 6 વર્ષમાં રિલીઝ થયેલી ફિલ્મોએ કેવું પ્રદર્શન કર્યું છે.
Yash Raj Films Box Office Report Card: બોલિવૂડના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ તરીકે જાણીતા યશ રાજ ફિલ્મ્સ માટે છેલ્લા કેટલાક વર્ષો અપેક્ષા મુજબના રહ્યા નથી. કેટલીક ફિલ્મોને બાદ કરતાં યશ રાજ ફિલ્મોનું બોક્સ ઓફિસ રિપોર્ટ કાર્ડ છેલ્લા 6 વર્ષમાં ખૂબ જ ખરાબ છે. પરંતુ સતત ચાર ફ્લોપ ફિલ્મો રહ્યા બાદ યશ રાજ બેનર હવે શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ જેવા સ્ટાર્સ સાથે ફિલ્મ પઠાન લઈને આવી રહ્યું છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. યશ રાજ બેનરને આ ફિલ્મથી ઘણી આશાઓ છે.
અનેક ફ્લોપનો સામનો કરી ચુકેલા યશ રાજ બેનર પઠાનના વિવાદોને કારણે ફરી એકવાર મુશ્કેલીમાં છે. આ એક મોટા બજેટની ફિલ્મ છે અને મેકર્સે તેમાં પાણીની જેમ પૈસા ખર્ચ્યા છે. રિપોર્ટ મુજબ પઠાનનું બજેટ લગભગ 250 કરોડ રૂપિયા છે. હાલમાં એક ગીતમાં બિકીનીના રંગને લઈને થયેલા વિવાદ બાદ ફિલ્મને લઈને જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે.
યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મો થઈ હતી ફ્લોપ
- રણબીર કપૂર અને વાણી કપૂરની ‘શમશેરા’ – ફ્લોપ (22 જુલાઈ 2022)
- અક્ષય કુમાર અને માનુષી છિલ્લરની સમ્રાટ ‘પૃથ્વીરાજ’ – ફ્લોપ (03 જૂન 2022)
- રણવીર સિંહ અને શાલિની પાંડેની ‘જયેશભાઈ જોરદાર’ – ફ્લોપ (13 મે 2022)
- સૈફ અલી ખાન અને રાની મુખર્જીની ‘બંટી ઔર બબલી 2’ – ફ્લોપ (19 નવેમ્બર 2021)
- આમિર ખાન, અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફની ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ – ફ્લોપ (08 નવેમ્બર 2018)
- અદાર જૈન અને અન્યા સિંઘનો ‘કૈદી બંદી’ – ફ્લોપ (25 ઓગસ્ટ 2017)
- આયુષ્માન ખુરાના અને પરિણીતી ચોપરાની ‘મેરી પ્યારી બિંદુ’ – ફ્લોપ (12 મે 2017)
- રણવીર સિંહ અને વાણી કપૂરની ‘બેફિક્રે’ – ફ્લોપ (09 ડિસેમ્બર 2016)
- શાહરુખ ખાનની ‘ફેન’ – ફ્લોપ (15 એપ્રિલ 2016)
6 વર્ષમાં માત્ર ત્રણ બ્લોકબસ્ટર
યશ રાજ બેનર હેઠળ બનેલા બ્લોકબસ્ટર ફિલ્મોની વાત કરીએ તો વર્ષ 2016થી અત્યાર સુધી ત્રણ ફિલ્મો બ્લોકબસ્ટર રહી છે. આમાં સલમાન ખાનની સુલતાન (06 જુલાઈ 2016), ટાઈગર ઝિંદા હૈ (22 ડિસેમ્બર 2017) અને ઋતિક રોશન અને ટાઈગર શ્રોફની વોર (02 ઓક્ટોબર 2019)નો સમાવેશ થાય છે. આ સિવાય કેટલીક ફિલ્મો એવી છે કે જેઓ તેમના બજેટ જેટલી કમાણી કરવામાં સફળ રહી છે અથવા તેનાથી થોડી વધુ કમાણી કરી શકી છે. જેમાં હિચકી, સુઈ ધાગા: મેડ ઈન ઈન્ડિયા અને મર્દાની 2 જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
આવા આંકડાઓ પરથી સ્પષ્ટ છે કે યશરાજ બેનરને પઠાન ફિલ્મ પાસેથી ઘણી આશાઓ હશે. આ ફિલ્મને લઈને જે પ્રકારની ચર્ચા છે તેના પરથી લાગે છે કે બોક્સ ઓફિસ પર મોટી હિટ સાબિત થશે તેવું માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મને લઈને બોયકોટ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આમિરની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની જેમ શાહરૂખની પઠાન પણ બોયકોટનો શિકાર બને છે કે નહીં.