ફેન્સને મળી એકસાથે ડબલ ખુશી, દેશી બોયઝની સિક્વલ અને ઓમકારાની રિમેકની થઈ જાહેરાત
સિનેમા પ્રેમીઓને એકસાથે ખુશીનો ડબલડોઝ મળ્યો છે. ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે દેશી બોયઝની (Desi boyz) સિક્વલ અને ફિલ્મ ઓમકારાની (Omkara) રિમેકની જાહેરાત કરવામાં આવી છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોની રિમેક અને સિક્વલ બની છે. સાઉથની ફિલ્મોની રિમેક હિન્દી સિનેમામાં બનતી જોવા મળે છે. તમારા ફેવરેટ સ્ટાર્સ પણ આ રિમેક અને સિક્વલ પસંદ કરે છે. આવામાં નવા વર્ષ પહેલા ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે એક મોટી જાહેરાત કરી છે. આનંદ પંડિતે એક નહીં બે-બે ગુડ ન્યૂઝ શેયર કર્યા છે. આ ન્યૂઝ સાંભળ્યા બાદ ફેન્સનું એક્સાઈટમેન્ટ લેવલ ઘણું વધી ગયું છે.
દેશી બોયઝની સિક્વલ અને ફિલ્મ ઓમકારાની રિમેકની કરી જાહેરાત
ફિલ્મ પ્રોડ્યુસર આનંદ પંડિતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ શેયર કરતા ફિલ્મ ‘દેશી બોયઝ’ની સિક્વલ અને ફિલ્મ ‘ઓમકારા’ની રિમેકની જાહેરાત કરી છે. પ્રોડ્યુસરે પોતાના ટ્વીટ દ્વારા આ જાણકારી દરેક સાથે શેયર કરી છે. દેશી બોયઝ અને ઓમકારા, હાલમાં ફિલ્મોને ફેન્સે ઘણો પ્રેમ આપ્યો હતો. દેશી બોયઝ કોમેડી અને ડ્રામા બેસ્ડ ફિલ્મ છે, તો ઓમકારા મેસેજ આપતી જોવા મળી રહી છે.
#Omkara REMAKE and #DesiBoyz SEQUEL in the works…
Producers @anandpandit63, Parag Sanghvi and @ErosIntlPlc have announced the remake of @VishalBhardwaj‘s 2006 acclaimed crime drama and a sequel to Rohit Dhawan’s 2011 rom-com.. Both projects are currently in the writing stage! pic.twitter.com/XmkOA2z3df
— Rahul Raut (@Rahulrautwrites) December 22, 2022
પ્રોડ્યુસરે આ બંને ફિલ્મો માટે ઈરોસ ઈન્ટરનેશનલ અને પરાગ સંઘવી સાથે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મોની જાહેરાત થતાં જ ફેન્સની ખુશી ડબલ થઈ ગઈ છે. આનંદ પંડિતે ટ્વીટ કર્યું કે, ‘દેશી બોયઝ’ની સિક્વલ અને ‘ઓમકારા’ની રિમેકની જાહેરાત કરતાં ઘણો આનંદ થાય છે. ક્રેઝી ઈન્ટરટેઈનમેન્ટ માટે તૈયાર થઈ જાઓ. આ ટ્વીટ સામે આવ્યા બાદ ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
દેશી બોયઝની સિક્વલ અને ઓમકારાની રિમેક વિશે ઈરોસ મોશન પિક્ચર્સના ચેરમેન સુનીલ લુલ્લાનું કહેવું છે, ‘તેઓ બંને ફિલ્મો આનંદભાઈ સાથે મળીને બનાવવા માટે ખૂબ જ એક્સાઈટેડ છે.’ આ જાહેરાત વિશે પરાગ સંઘવી કહે છે, ‘તે આ શાનદાર પ્રોજેક્ટ્સનો ભાગ બનીને તે ખૂબ જ ખુશ છે. આ ક્લાસિક હિટ્સના વારસાને આગળ વધારવું તે રસપ્રદ રહેશે. પરંતુ ફિલ્મની સ્ટાર કાસ્ટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. પરંતુ હવે ફેન્સની નજર આ ફિલ્મોની સ્ટાર કાસ્ટ પર રહેશે.