Mahakumbh 2025: મહિલાઓ કેવી રીતે બને છે નાગા સંન્યાસિની? 

13 Jan 2025

માત્ર પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ પણ નાગા સંન્યાસિની બને છે, અખાડામાં મોટી સંખ્યામાં નાગા મહિલાઓ પણ હોય છે. 

આજે આપને જણાવશુ કે આખરે મહિલાઓ કેવી રીતે નાગા સંન્યાસિની બને છે... શું હોય છે આ પ્રક્રિયા

નાગા સંન્યાસિની બનવા ઈચ્છુક મહિલાઓને પણ પુરુષોની જેમ 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું હોય છે. 

તમામ મોહ માયા છોડી, પરિવારનો ત્યાગ કરી પોતાનું જ પિંડદાન કરવાનું હોય છે.

આ દરમિયાન આકરી તપસ્યા અને તાલીમ તેમને આપવામાં આવે છે. આ દરમિયાન પુરુષો નાગા સાધુઓની જેમ જ 17 શ્રૃંગાર તેમને કરવાના હોય છે. 

એકવાર જ્યારે તપસ્યા અને તાલીમ પૂર્ણ થઈ જાય છે તો નાગા સંન્યાસિની મહિલાને 'માં' નામથી બોલાવવામાં આવે છે. 

મહિલા નાગા સાધુને પુરુષોની જેમ માત્ર એક લંગોટ નહીં પરંતુ એક લાંબુ સિવ્યા વિનાનું કાપડ પહેરવાનું હોય છે.

એટલે કે પુરુષ નાગા સાધુની જેમ મહિલા નાગા સંન્યાસિની કપડા વિના ન રહી શકે. તેઓ સિવ્યા વિનાનું લાંબુ કાપડ વસ્ત્ર તરીકે ધારણ કરે છે. 

મહિલા નાગા સંન્યાસિનીએ ખોરાકમાં પણ પુરુષ સાધુની જેમ મુખ્યત્વે કંદમૂળ, ફળ-ફુલ જડી બુટ્ટી, અને પાંદડાઓ જેવો જ આહાર લેવાનો હોય છે.