શું આરાધ્યા બચ્ચને કરાવી છે પ્લાસ્ટિક સર્જરી? ટ્રાન્સફોર્મેશન જોઈને યુઝર્સ અનુમાન લગાવી રહ્યા છે
આરાધ્યા બચ્ચન તાજેતરમાં જ ચર્ચામાં આવી છે, જ્યારે તેણે માતા ઐશ્વર્યા સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપી હતી.
તાજેતરમાં જામનગરમાં આયોજિત અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંક્શનમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. બોલિવૂડ હોય કે હોલિવૂડ સ્ટાર્સ હોય પરંતુ જેણે તમામ લાઇમલાઇટ મેળવી લીધી તે ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન હતી. હંમેશા મેકઅપ વગર જોવા મળતી આરાધ્યાએ આ વખતે પોતાના લુકથી લોકોને ચોંકાવી દીધા હતા.
આરાધ્યા ખૂબ જ ઝડપથી મોટી થઈ ગઈ છે
જ્યારે માત્ર 12 વર્ષ અને 3 મહિનાની આરાધ્યા બેબી પિંક લહેંગામાં માતા ઐશ્વર્યા સાથે ઈવેન્ટમાં પહોંચી ત્યારે બધાની નજર આરાધ્યા પર જ અટકી ગઈ. આરાધ્યા લાઇટ મેકઅપ સાથે નવી હેરસ્ટાઇલમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. આરાધ્યા પણ પહેલા કરતાં ઘણી મોટી દેખાતી હતી. આવી સ્થિતિમાં નેટીઝન્સ શા માટે કોમેન્ટ્સ કરવાથી પાછળ રહેશે? ઘણા લોકોએ કમેન્ટ કરીને કહ્યું કે, આરાધ્યા ખૂબ જ ઝડપથી મોટી થઈ ગઈ છે.
View this post on Instagram
(Credit Source : Aishwarya)
ઐશ્વર્યાના 90ના લુક સાથે કરી સરખામણી
એક યુઝરે લખ્યું કે, તે 10Gની સ્પીડથી વધી રહી છે. કેટલાક લોકોએ આરાધ્યાની સરખામણી ઐશ્વર્યાના 90ના લુક સાથે કરી હતી. કેટલાક લોકો એવા હતા કે જેઓ આરાધ્યાને જોયા પછી કોમેન્ટ કરવા લાગ્યા કે, ઐશ્વર્યાની દીકરીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. લોકો માને છે કે આરાધ્યાને નાક અને હોઠની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. લોકોએ તો ત્યાં સુધી લખ્યું છે કે, આરાધ્યાએ સ્કિન વ્હાઈટનિંગ પણ કરાવી છે.
શું આરાધ્યાએ ખરેખર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે?
આરાધ્યા માત્ર 12 વર્ષની છે, તેથી એવું લાગતું નથી કે તેણે કોઈ સર્જરીનો આશરો લીધો હોય. એવું લાગે છે કે આ બદલાયેલી હેરસ્ટાઇલ અને મેકઅપને કારણે જ તે આટલી સુંદર દેખાય રહી છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીનું પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસ ચાલ્યું હતું. આ ફંક્શનમાં સ્ટાર સિંગર રિહાના, માર્ક ઝુકરબર્ગ જેવી ઘણી મોટી હસ્તીઓ પણ આવી હતી. આ દરમિયાન સલમાન, શાહરૂખ અને આમિર ખાને પણ સાથે પરફોર્મ કર્યું હતું.