Raid 2 : પરફ્યુમના વેપારી પીયૂષ જૈન પર ફિલ્મ બનાવશે નિર્માતા કુમાર મંગત પાઠક , જાણો ક્યાર સુધીમાં આવશે ફ્લોર પર

અજય દેવગન સ્ટારર રેડને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ફિલ્મની વાર્તાને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી અને હવે ફિલ્મ રેડના નિર્માતા રેડ 2 લાવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 9:35 AM
 પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે પુષ્ટિ કરી છે કે 2018ની ફિલ્મ રેડની સિક્વલ હશે. આ વખતે ફિલ્મ પણ એક વાસ્તવિક જીવનની વાર્તા પર હશે અને તેમાં કાનપુર અને કન્નૌજમાં પરફ્યુમના વેપારી પીયૂષ જૈનની ફેક્ટરી અને ઘરમાં પડેલી રેડ બતાવવામાં આવશે.

1 / 5
ફિલ્મ નિર્માતાએ આ જાહેરાત કાશી ફિલ્મ ફેસ્ટિવલ વરણી દરમિયાન કરી હતી. તમને જણાવી દઈએ કે કુમારે મંગત દૃષ્ટિમ અને ખુદા હાફિઝ જેવી ફિલ્મો બનાવી છે. તેણે કહ્યું કે તેણે વિચાર્યું છે કે તે રેડ 2 બનાવશે અને બતાવશે કે કેવી રીતે પિયુષ જૈનની દિવાલોમાંથી પૈસા નીકળે છે.

2 / 5
જણાવી દઈએ કે  પિયુષ જૈનને રવિવારે કાનપુર સ્થિત તેમના ઘર અને કન્નૌજમાં તેમની ફેક્ટરી પર દરોડા પાડ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પિયુષ પાસેથી 257 કરોડ રોકડા, 25 કિલો સોનું મળ્યું હતું.

3 / 5
નાણા મંત્રાલયે સોમવારે કહ્યું હતું કે ED (એન્ફોર્સમેન્ટ એજન્સી) દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી જપ્તી છે. પીયૂષને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

4 / 5
તમને જણાવી દઈએ કે અગાઉ બનેલી રેડ ફિલ્મમાં અજય દેવગન, સૌરભ શુક્લા અને ઈલિયાના ડીક્રુઝ લીડ રોલમાં હતા. તે ફિલ્મ 1980માં સરદાર ઈન્દર સિંહના ઘરે પડેલા દરોડા પર આધારિત હતી. તમને જણાવી દઈએ કે ભારતના ઈતિહાસમાં આ સૌથી લાંબો દરોડો હતો જે 3 દિવસ અને 2 રાત સુધી ચાલ્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે જોવાનું એ રહેશે કે રેડ 2ને કેવો પ્રતિસાદ મળે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">