અંદાજ 2માં ના અક્ષય – ના પ્રિયંકા, ત્રણ નવા ચહેરા થયા સાઈન, સુરતમાં થશે શૂટિંગ
અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની 'અંદાઝ' 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મનો આગળનો પાર્ટ બની રહ્યો છે, જેમાં અક્ષય, પ્રિયંકા અને લારા દત્તાને બદલે મેકર્સે નવા કલાકારોને તક આપી છે. આ ફિલ્મમાં ત્રણ નવા ચહેરા જોવા મળશે. હવે ફિલ્મ પર એક મોટું અપડેટ આવ્યું છે.
વર્ષ 2003માં અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપરાની ‘અંદાઝ’ રીલિઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ગયા વર્ષે આ ફિલ્મના પાર્ટ 2ની જાહેરાત કરવામાં આવી હતી. તે સમયે જ મેકર્સે સ્પષ્ટ કરી દીધું હતું કે આ ફિલ્મમાં ન તો અક્ષય કુમાર, ન તો પ્રિયંકા ચોપરા કે ન તો લારા દત્તા જોવા મળશે. નિર્માતાઓએ ફિલ્મમાં ત્રણ નવા ચહેરાને કાસ્ટ કર્યા હતા. આ ત્રણ સ્ટાર્સ છે નવોદિત આયુષ કુમાર, અકાઈશા અને નતાશા ફર્નાન્ડીઝ. હવે આ ફિલ્મને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે.
ડાયરેક્ટર સુનીલ દર્શને આયુષ કુમાર, અકાઈશા અને નતાશા ફર્નાન્ડીઝના કાસ્ટિંગની જાહેરાત ગયા વર્ષે ડિસેમ્બરમાં કરી હતી. હવે આ ફિલ્મને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે. ‘અંદાઝ 2’નું પહેલું શેડ્યૂલ વર્ષ 2023માં જ પૂરું થયું હતું, જેમાં ફિલ્મના કેટલાક મહત્વપૂર્ણ ગીતોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ્સનું માનીએ આ ફિલ્મ માટે હવે એક મહિનાનું શિડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે, જે સુરતમાં શૂટ થવાનું છે. રિપોર્ટ્સ મુજબ તેનું શૂટિંગ 11 માર્ચથી શરૂ થવાનું છે.
હિટ ગીતો થશે રિક્રિએટ
‘અંદાઝ 2’માં ‘અંદાઝ’ના કેટલાક હિટ ગીતોને રિક્રિએટ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક અને રબ્બા ઈશ્ક ના હોવેને રિક્રિએટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ ગીતોના કેટલાક ભાગનું શૂટિંગ થઈ ચૂક્યું છે. એવું માનવામાં આવે છે કે તેનું શૂટિંગ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, જ્યારે આ ફિલ્મ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનું નિર્દેશન સુનીલ દર્શન કરી રહ્યા છે. સુનીલ દર્શને 90 થી 2000 સુધી બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે.
તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને લારા દત્તાએ સુનીલ દર્શનની ફિલ્મ અંદાજથી હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બંને એક્ટ્રેસની પહેલી ફિલ્મ હતી. બંનેએ અક્ષય અને પ્રિયંકા સાથે ગ્રાન્ડ ડેબ્યૂ કર્યું અને પહેલી જ ફિલ્મથી પ્રિયંકા અને લારા ફેમસ થઈ ગયા.
આ પણ વાંચો: અમીર ખુસરોના લિરિક્સ, ક્લાસિક ટચ, જાણો સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’ના પહેલા ગીત વિશે ખાસ વાતો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો