National Award મળવા પર સ્ટાર્સે આપી આવી પ્રતિક્રિયા, આલિયા ભટ્ટ-કૃતિ સેનનની ખુશીનો પાર નથી
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બોલિવૂડના સ્ટાર્સને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિગ્ગ્જ બોલિવૂડ એક્ટ્રેસ વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ સિવાય પંકજ ત્રિપાઠી, અલ્લુ અર્જુન, કૃતિ સેનન, વહીદા રહેમાન અને આલિયા ભટ્ટ સહિત ઘણા સ્ટાર્સ અને ફિલ્મોને એવોર્ડ મળ્યા હતા. આવો જાણીએ આ ખાસ અવસર પર સ્ટાર્સે શું કહ્યું.
દિલ્હીમાં 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશભરના બોલિવૂડ સ્ટાર્સનું સન્માન કરવામાં આવ્યું હતું. વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ સિવાય આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે, સાઉથ એક્ટર અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પા માટે અને એક્ટ્રેસ કૃતિ સેનનને મિમી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જાણો ખુશીની પલમાં એક્ટર અને એક્ટ્રેસે શું કહ્યું
આ તક પર સ્ટાર્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. જ્યાં એક તરફ આલિયા ભટ્ટે ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીનો આભાર માન્યો હતો, તો બીજી તરફ વહીદા રહેમાને પણ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળવા પર બધા લોકોનો આભાર માન્યો હતો. આવો જાણીએ આ ખુશીની પલમાં એક્ટર અને એક્ટ્રેસે શું કહ્યું છે.
- વહીદા રહેમાન- બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી એટલે કે રેટ્રો એક્ટ્રેસ વહીદા રહેમાને તેની પાંચ દાયકાની કારકિર્દીમાં લગભગ 100 ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનેત્રીને આ વર્ષે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે, તે ખૂબ જ ખુશ છે કે તે આટલે સુધી પહોંચીને સફળ રહી છે અને તેના માટે ખૂબ આભારી છે. તેમણે લોકોને ખુશ રહેવા અને જીવનમાં જે પણ કરવું હોય તે કરતા રહેવા અપીલ કરી હતી.
- આર માધવન- સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની શાનદાર એક્ટિંગથી દરેકનું દિલ જીતનારા આર માધવનની ખુશીની કોઈ સીમા ન હતી. તેણે કહ્યું કે, આ ફિલ્મ નામ્બી નારાયણ જી પર છે અને આ ફિલ્મ કરવા માટે તે સન્માનની લાગણી અનુભવે છે. આ કળાની તાકાત છે કે આ ફિલ્મ દ્વારા લોકો નામ્બી નારાયણને દરેક ઘરમાં લોકો જાણવા લાગ્યા છે. માધવને કહ્યું કે, તેને એક બોલિવૂડ એક્ટર તરીકે ખૂબ જ સારો અનુભવ કર્યું છે.
- અલ્લુ અર્જુન- અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મ માટે નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેણે કહ્યું કે તેની ખુશી વધી ગઈ છે. કારણ કે તેને કોમર્શિયલ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. આ સિવાય તેણે પુષ્પા ફિલ્મના તેલુગુમાં તેનો ફેવરિટ ડાયલોગ બોલીને લોકોનું દિલ જીત્યું હતું.
- આલિયા ભટ્ટ- બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટને ગંગુબાઈ કાઠિયાવાડી માટે નેશનલ ફિલ્મ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અભિનેત્રીએ આ પ્રસંગે દરેકનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, આ એવોર્ડ મેળવીને તે ખૂબ જ સન્માનિત અનુભવી રહી છે. તેણે ફિલ્મના દિગ્દર્શક સંજય લીલા ભણસાલીની પ્રશંસા કરી અને કહ્યું કે તે શરૂઆતથી જ તેને ફોલો કરી રહી છે અને ભણસાલી પાસેથી તેને જે મળ્યું છે તેના માટે તેનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે.
- કૃતિ સેનન- આ ખાસ પ્રસંગે એક્ટ્રેસ કૃતિ સેનને કહ્યું કે, આ એવોર્ડ મેળવતા તેને 9 વર્ષ લાગ્યા છે. પરંતુ એક દાયકામાં નેશનલ એવોર્ડ જીતવો એ મોટી વાત છે. અભિનેત્રીએ કહ્યું કે, તે પોતાને મળેલી તકો માટે આભારી છે. જેના કારણે તે આ પ્લેટફોર્મ સુધી પહોંચી શકી.
આ પણ વાંચો : Allu Arjun Video: ઈતિહાસ રચનાર અલ્લુ અર્જુનને પુષ્પા ફિલ્મ માટે રાષ્ટ્રપતિના હસ્તે મળ્યો નેશનલ એવોર્ડ, જુઓ વીડિયો