પ્રેમ માટે ધર્મની દીવાલ લાંઘી ગયા બોલીવૂડના આ સ્ટાર્સ, લગ્ન કરીને બદલ્યો પોતાનો ધર્મ

હિન્દી સિનેમા જગતમાં ઘણી પ્રેમકથાઓ છે જે ખુબ ચર્ચામાં રહી. બોલિવૂડ સેલેબ્સ દરેક કામ પોતાના અંદાજમાં જ કરે છે. ભલે તે અભિનય હોય કે પ્રેમ. ચાલો આજે તમને એવા સેલેબ્સ વિશે જણાવવું છે જેમણે પોતાનો પ્રેમ મેળવવા માટે પોતાનો ધર્મ બદલી દીધો.

Aug 21, 2021 | 5:02 PM
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Aug 21, 2021 | 5:02 PM

હિન્દી સિનેમા જગતની પ્રખ્યાત અભિનેત્રી નરગીસ તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક હતી. નરગીસ મુસ્લિમ પરિવારની હતી, પરંતુ જ્યારે તે પીઢ અભિનેતા સુનીલ દત્ત સાથે પ્રેમમાં પડી ત્યારે નરગીસે ​​હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો. હિન્દુ ધર્મ અપનાવ્યા બાદ નરગીસે ​​તેનું નામ બદલીને નિર્મલા દત્ત રાખ્યું.

1 / 6
ધર્મેન્દ્ર અને હેમા માલિનીની પ્રેમ કહાની કોઈથી છુપી નથી. જ્યારે ધર્મેન્દ્ર હેમા માલિની સાથે પ્રેમમાં હતા. તે સમયે તે પહેલેથી જ પરિણીત હતા. ધર્મેન્દ્ર પોતાની પહેલી પત્નીને છોડવા માંગતા ન હતા. તેથી હેમા સાથે લગ્ન કરવા માટે ધર્મેન્દ્રએ 1979 માં ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો. જે બાદ ધર્મેન્દ્રએ તેનું નામ બદલીને દિલાવર ખાન રાખ્યું. એક વર્ષ બાદ એટલે કે 1980 માં ધર્મેન્દ્રએ હેમા સાથે લગ્ન કર્યા.

2 / 6
સૈફ અલી ખાન સાથે લગ્ન કરવા માટે અમૃતા સિંહે પણ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. કહેવાય છે કે સૈફના માતા -પિતાએ અમૃતા સામે એક શરત મૂકી હતી કે જો તે ધર્મ બદલશે તો જ તે સૈફ સાથે લગ્ન કરી શકશે. સૈફ અને અમૃતાના લગ્ન માત્ર 13 વર્ષ ચાલ્યા. અમૃતાને છૂટાછેડા આપ્યા બાદ સૈફે કરીના કપૂર ખાન સાથે બીજી વાર લગ્ન કર્યા, પરંતુ કરીનાએ પોતાનો ધર્મ બદલ્યા વગર સૈફ સાથે લગ્ન કર્યા છે.

3 / 6
માત્ર અમૃતા સિંહ જ નહીં પરંતુ અભિનેત્રી શર્મિલા ટાગોરે પણ પટૌડી પરિવારની વહુ બનતા પહેલા ઇસ્લામ ધર્મ સ્વીકારવો પડ્યો હતો. એવું કહેવાય છે કે શર્મિલાના પરિવારના સભ્યો આ સંબંધથી જરા પણ ખુશ નહોતા. પરંતુ નવાબ મન્સૂર અલી ખાન પટૌડી અને શર્મિલા ટાગોરે આ સંબંધને સારી રીતે નિભાવ્યો.

4 / 6
મહેશ ભટ્ટે તેની બીજી પત્ની સોની રાજદાન સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ કબુલ્યો હતો. આ કપલની જ દીકરી છે આલિયા ભટ્ટ.

5 / 6
અભિનેત્રી આયેશા ટાકિયા પણ એક હિન્દુ પરિવારની છે, પરંતુ તેણે તેના મુસ્લિમ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યા છે. એવું કહેવાય છે કે આયશાએ ફરહાન આઝમી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે. જોકે, આજ સુધી આયેશાએ આ બાબતે ક્યારેય ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કર્યો નથી.

6 / 6

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati