Photos: ‘બેલ બોટમ’ની રિલીઝ પહેલા લારા દત્તાના ઘરે પાર્ટી, અક્ષય કુમાર અને હુમા કુરેશીનો જોવા મળ્યો સ્વેગ
કોવિડ પછી ખુલ્લા લોકડાઉનમાં ફિલ્મ બેલ બોટમનું (Bell Bottom) શૂટિંગ પૂર્ણ થયું હતું. હવે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ માટે તૈયાર છે. તાજેતરમાં જ ફિલ્મની નવી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અક્ષય કુમાર (Akshay Kumar) અભિનીત આ ફિલ્મથી ચાહકોને ઘણી આશાઓ છે.

અક્ષય કુમારની ફિલ્મ બેલ બોટમની ફેન્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. છેવટે આ રાહનો હવે અંત આવવા જઈ રહ્યો છે.

તાજેતરમાં અક્ષયે ઘોષણા કરતી વખતે લખ્યું હતું 'મિશન: મોટા પડદા પર તમારુ મનોરંજન કરવું. તારીખ: 19 ઓગસ્ટ 2021, બેલ બોટમની જાહેરાત.

આ ઘોષણા બાદ ફેન્સમાં ખુશી જોવા મળી હતી. તેમજ દર્શકોએ આ ખુશી સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી હતી. દર્શકો ઘણા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

આવામાં દરેકની નજર અક્ષય કુમારની (Akshay Kumar) આગામી ફિલ્મ બેલ બોટમ (Bell Bottom) પર છે, આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થશે.

તમને જણાવી દઈએ કે અનેક તારીખો બાદ તાજેતરમાં રિલીઝ ડેટ બહાર આવી છે, હવે ફિલ્મ 19 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.

આવી સ્થિતિમાં ફિલ્મની સ્ટારકાસ્ટે ફિલ્મ રિલીઝ પહેલા જોરદાર પાર્ટી કરી હતી. આ પાર્ટીમાં ફિલ્મના મુખ્ય પાત્રો ભજવતા સ્ટાર્સ જોવા મળ્યા હતા.

તાજેતરમાં જ હુમા કુરેશી અને અક્ષય કુમાર લારા દત્તના ઘરે પહોંચ્યા હતા, આ બંને સ્ટાર્સ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા.

ફિલ્મ રિલીઝ પહેલા લારાએ બંને સ્ટાર્સને ડિનર માટે બોલાવ્યા હતા. જેમાં સિમ્પલ લૂકમાં પણ ત્રણેય એક્ટર્સ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.