AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રથમ તબક્કાના મતદાન માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સજ્જ, મતદાન મથકોની કામગીરીનું થશે લાઈવ વેબકાસ્ટિંગ

છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સતત અવલોકન ચાલુ રહેશે.

પ્રથમ તબક્કાના મતદાન માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સજ્જ, મતદાન મથકોની કામગીરીનું થશે લાઈવ વેબકાસ્ટિંગ
Image Credit source: TV9 GFX
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 30, 2022 | 9:12 PM
Share

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50%થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. પ્રથમ તબક્કામાં તા. 1લી ડિસેમ્બરે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાઓના અડધાથી વધારે એટલે કે 13,065 મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે, તમને જણાવી દઈએ કે આવતીકાલે એટલે કે 1 ડિસેમ્બરે રાજ્યમાં પ્રથમ તબક્કામાં 89 બેઠક પર કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે.

મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રખાશે

આ માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે.

છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સતત અવલોકન ચાલુ રહેશે.

પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે તે તમામ જિલ્લાઓમાં પણ જિલ્લા કક્ષાનો એક મોનિટરિંગ રૂમ કાર્યરત કરાશે. જે તે જિલ્લાના મતદાન મથકોના લાઈવ વેબકાસ્ટિંગનું આ જિલ્લા કક્ષાના મોનિટરીંગ રૂમમાં નિરીક્ષણ કરવામાં આવશે. મતદાન પ્રક્રિયા દરમિયાન કાયદો-વ્યવસ્થા જળવાય અને સમગ્ર પ્રક્રિયા સરળતાથી ચાલે તે હેતુથી કેન્દ્રીય અનામત દળો, પોલીસ સ્ટાફ અને માઈક્રો ઓબ્ઝર્વર્સ તહેનાત હોય છે.

જાણો મતદાર સ્લીપ કેવી રીતે ડાઉનલોડ કરવી

ગુજરાતની વેબસાઇટ https://electoralsearch.in/ ની મુલાકાત લો મતદાર યાદીમાં ‘સર્ચ યોર નેમ’ પર ક્લિક કરો. તમને નવા વેબપેજ પર નિર્દેશિત કરવામાં આવશે. નવું વેબપેજ તમને સ્લિપ ડાઉનલોડ કરવાની બે રીતો બતાવશે. a) પ્રથમ વિકલ્પમાં તમારે તમારું નામ, પિતા/પતિનું નામ, ઉંમર, જન્મ તારીખ અને જાતિ દાખલ કરવી પડશે. વિગતો દાખલ કર્યા પછી, તમારે તમારું રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર દાખલ કરવું પડશે. b) બીજો વિકલ્પ EPIC નંબર દ્વારા શોધવાનો છે. આ પ્રક્રિયામાં, તમારે તમારો EPIC નંબર અને રાજ્ય દાખલ કરવું પડશે. આ બંને વિકલ્પો માટે, તમારે અંતે કેપ્ચા કોડ દાખલ કરીને વેબસાઇટ પર આ માહિતીને અધિકૃત કરવી પડશે. એકવાર આ માહિતી પૂર્ણ થઈ જાય, વેબપેજ તમને મતદાર નોંધણીની વિગતો બતાવશે. હવે, તમે ઉપલબ્ધ માહિતી ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકો છો.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">