Gujarat Election 2022: હાઈટેક પ્રચારના જનક ભાજપને સત્તા મેળવવામાં સૂત્રોએ કરી છે ખાસ મદદ, વાંચો ક્યારે ક્યારે કયા સૂત્રો બની ગયા સુપર હીટ

વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) 6 નવેમ્બરે કપરાડામાં તેમની રેલીમાં કહ્યું હતું કે, આજના ગુજરાતે લોકોના યોગદાનને કારણે તમામ મુશ્કેલીઓને હરાવી છે. અને ગુજરાતના લોકો ગર્વથી કહી શકે છે કે 'આ ગુજરાત મેં બનાવ્યું છે'. જે પછી આ સૂત્ર તરત જ હીટ બની ગયું.

Gujarat Election 2022: હાઈટેક પ્રચારના જનક ભાજપને સત્તા મેળવવામાં સૂત્રોએ કરી છે ખાસ મદદ, વાંચો ક્યારે ક્યારે કયા સૂત્રો બની ગયા સુપર હીટ
ભાજપે પ્રચાર માટે આ વખતે અપનાવ્યુ નવુ સૂત્ર
TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Nov 23, 2022 | 1:19 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય પક્ષો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ પણ કરી રહ્યા છે. ચૂંટણીમાં જેટલો પ્રચાર જરૂરી છે. તેટલું જ મહત્વનું છે પાર્ટીનું સ્લોગન. લોકો સુધી સરળતાથી પહોંચવા માટે રાજકીય પાર્ટીઓ દર વખતે ચૂંટણીમાં વિવિધ સ્લોગનનો સહારો લે છે. આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યની તમામ 182 વિધાનસભા ખૂંદી વળવા પ્રચાર માટેનું આયોજન કર્યું છે. આ પ્રચાર અભિયાન દરમિયાન લોકોને આકર્ષીને ભાજપ તરફી મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. ત્યારે આ વખતે ભાજપે ‘આ ગુજરાત મે બનાવ્યુ છે’ સુત્ર અપનાવ્યુ છે. આ સુત્રને હવે ગુજરાતની જનતા પણ અપનાવી રહી છે.

‘આ ગુજરાત મેં બનાવ્યું છે’ સૂત્ર બન્યુ લોકપ્રિય

વડાપ્રધાન મોદીએ 6 નવેમ્બરે કપરાડામાં તેમની રેલીમાં કહ્યું હતું કે, આજના ગુજરાતે લોકોના યોગદાનને કારણે તમામ મુશ્કેલીઓને હરાવી છે. અને ગુજરાતના લોકો ગર્વથી કહી શકે છે કે ‘આ ગુજરાત મેં બનાવ્યું છે’. જે પછી આ સૂત્ર તરત જ હીટ બની ગયું. કેટલાકને તો આ સૂત્રથી 2019ના સુપરહિટ સૂત્ર ‘મૈં ભી ચોકીદાર’ની યાદ અપાવી. મહત્ત્વની વાત એ છે કે લોકો ખરેખર લાગણી સાથે જોડાયેલા છે. આનું પરિણામ એ આવ્યું છે કે, આ ઝુંબેશ ઓનલાઈન ઉપરાંત ઓફલાઈન પણ પ્રખ્યાત થઇ રહી છે. સોશિયલ મીડિયા તેમજ નમો એપ પર લગભગ 34 લાખ લોકોએ તેમની સેલ્ફી અથવા વીડિયો અપલોડ કરીને આ અભિયાનમાં ભાગ લીધો છે. જે તેની લોકપ્રિયતા દર્શાવતુ હોય તેવુ લાગી રહ્યુ છે. ભાજપે રાજ્યભરમાં સેલ્ફી બૂથ પણ લગાવ્યા છે, જ્યાં લાખો લોકો આવ્યા છે અને તેમની સેલ્ફી ક્લિક કરીને ભાગ લીધો છે.

‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ સ્લોગને પણ અપાવી સફળતા

વર્ષ 2017ની ગત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પાટીદાર આંદોલનની હવા હતી અને અત્યંત રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપે 99 સીટ મેળવી જીત હાંસલ કરી હતી. આ એવો સમય હતો, જેમાં જાતિગત આંદોલન વધારે હતા અને એવા સમયે જ ભાજપે ચૂંટણી દરમિયાન ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્ર હેઠળ પ્રચાર કરીને સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. આમ, ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ સૂત્ર પણ સમયોચિત સાબિત થઈ શક્યું હતું. વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠક સાથે ભાજપનો વિજય થયો હતો.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ’ સૂત્ર

રાજ્યમાં થોડા સમય અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેર ઠેર ભગવો લહેરાયો છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય કે મનપા, સ્થાનિક સ્વરાજ્યની મોટા ભાગની બોડી ભાજપશાસિત બની છે. આ ચૂંટણી દરમિયાન પણ ભાજપે ‘ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ’ સૂત્ર આપીને પ્રચાર કર્યો હતો, જેમાં ભાજપને જ્વલંત સફળતા પણ મળી હતી.

27 વર્ષ સ્થિતિ પ્રમાણે સ્લોગન આપ્યા

એટલું જ નહીં ભાજપ દ્વારા અલગ અલગ સમયે જે તે સમયની સ્થિતિ પ્રમાણે સ્લોગન આપી 27 વર્ષ સુધી સફળતા મેળવી છે. વર્ષ 2002થી શરૂ કરીએ તો 2002ની ચૂંટણીમાં ભાજપનું મુખ્ય સૂત્ર ‘આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ’ હતું. આ સમયે ગુજરાત પર રમખાણોનાં જખ્મો હતા. માત્ર એટલું જ નહીં, ભાજપ દ્વારા ગૌરવયાત્રા પણ યોજવામાં આવી હતી. જેમાં ભાજપે ગુજરાતની અસ્મિતા અને સન્માનને કેન્દ્ર બિંદુ બનાવ્યા હતા. 2007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું ‘જીતેગા ગુજરાત’ મુખ્ય સૂત્ર હતું. ભાજપે ગુજરાતને બદનામ કરવાના પ્રોપગેન્ડ સામે ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું. સોનિયા ગાંધીના ‘મૌત કા સૌદાગર’ નિવેદનને ઉપાડી લઈ નરેન્દ્ર મોદીએ ધુંવાધાર પ્રચાર કર્યો હતો. 2012માં ભાજપે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ગુજરાતને કરવામાં આવતા અન્યાય સામે ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’ ગુજરાતનું સૂત્ર અપનાવ્યું હતું.

વર્ષ 2002માં ભાજપની સફળતાના ‘સ્લોગન’ !

રમખાણોના ઘા વચ્ચે ભાજપે ‘આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ’ નું સૂત્ર આપ્યું 2002માં પણ ભાજપે ગૌરવ યાત્રાઓ પણ યોજી હતી ગુજરાતની અસ્મિતા અને સન્માનને કેન્દ્ર બિંદુ બનાવ્યું

વર્ષ 2007 ભાજપની સફળતાના ‘સ્લોગન’ !

ચૂંટણીમાં ભાજપનું ‘જીતેગા ગુજરાત’ મુખ્ય સૂત્ર હતું ભાજપે ગુજરાતને બદનામ કરવાના પ્રોપગેન્ડા સામે અભિયાન ચલાવ્યું સોનિયા ગાંધીના ‘મૌત કા સોદાગર’ નિવેદનને ઉપાડી મોદીએ ધુંવાધાર પ્રચાર કર્યો

વર્ષ 2012 ભાજપની સફળતાના ‘સ્લોગન’ !

ભાજપે UPA સરકાર દ્વારા ગુજરાત સાથે અન્યાયના આક્ષેપ સામે પ્રચાર ભાજપે ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’ ગુજરાતનું સૂત્ર અપનાવ્યું . સ્લોગન મતદારોને રીઝવવામાં કામ આવતુ હશે પણ પક્ષોના વાયદા અને કરેલા કામો પણ એટલી જ અસર કરતા હોય છે. જ્યાં સુધી સ્લોગનની વાત છે તો આ વખતેનું ભાજપનું સ્લોગન અને યાત્રા શું રંગ લાવે છે તે તો સમય જ બતાવશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati