Ghatlodia Election Result 2022 LIVE Updates: ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો વિજય, 1 લાખથી વધુ મતની જંગી બહુમતીથી જીત
Ghatlodia MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો વિજય થયો છે. જેમાં 115,288 મતની જંગી બહુમતીથી જીત મેળવી છે.
ગુજરાતની ઘાટલોડિયા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live આ વખતની ટર્મમાં ભાજપે ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપી ઘાટલોડિયાથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 15826116ની જંગમ મિલકત છે. તેમને ડી.સી.ઈ સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારે કોગ્રેંસે અમી યાજ્ઞિકને ટિકિટ આપી છે. તેમની પાસે રૂપિયા 13284068ની જંગમ મિલકત છે. અમી યાજ્ઞિકના અભ્યાસની વાત કરીએ તો તેમને જે.એસ.ડી સુધીનું શિક્ષણ મેળવ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામે વિજય પટેલને ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તેમની પાસે રૂપિયા 26044899ની જંગમ મિલકત છે. વિજય પટેલે BA કર્યુ છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ના પરિણામ
2017માં યોજાયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી પ્રથમવાર જ ધારાસભ્યની ચૂંટણી લડી રહેલા ભૂપેન્દ્ર પટેલે પોતાની જીત સાથે એક નવો વિક્રમ પણ રચી દીધો હતો. ઘાટલોડિયા બેઠક પરથી ભાજપના ભૂપેન્દ્ર પટેલ એક લાખથી પણ વધુ મતે વિક્રમી જીત મેળવી હતી. ભૂપેન્દ્ર પટેલે, કોંગ્રેસના શશીકાંત પટેલને 1 લાખ 17 હજાર કરતા પણ વધુ મતથી હરાવીને ગુજરાતમાં સૌથી વધુ મતે વિજય મેળવવાનો વિક્રમ રચ્યો હતો. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના શશીકાંત પટેલને કુલ મતદાનના 23.95 ટકા એટલે કે 57,902 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ભૂપેન્દ્ર પટેલને કુલ મતદાનના 72.65 ટકા એટલે કે 1,75,652 મત મળ્યા હતાં.
અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલ પૂર્વે 2012માં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ ચૂંટણી લડીને જીત્યા હતાં. આનંદીબહેન પટેલે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 1 લાખ 10 હજાર કરતા પણ વધુ મતથી વિજય મેળવ્યો હતો.
જ્ઞાતિ જાતિના સમીકરણો
અમદાવાદ શહેરની ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારને પાટીદારનો ગઢ માનવમાં આવે છે. પાટીદાર ઉપરાંત ઘાટલોડિયા બેઠકમાં પશુપાલક એવા રબારી સમાજ પણ પ્રભુત્વ ધરાવે છે. ઘાટલોડિયા મતવિસ્તારમાં 418976 લાખ નોંધાયેલા મતદારો છે. અહીં પાટીદાર મતદારોની સંખ્યા આશરે એક લાખ માનવામાં આવે છે તો રબારી-માલધારી સમાજના 50 હજારથી વધુ મતદારો છે. આ સિવાય ઠાકોર, દલિત અને અન્ય સમાજની વસ્તી પણ નિર્ણાયક સંખ્યામાં છે. ઘાટલોડિયા વિસ્તારમાં 2,15,451 પુરુષો અને 2,03,514 મહિલ મતદાર છે. ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ 83 ટકા છે. જેમાં પુરુષો અને મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ અનુક્રમે 85 અને 80 ટકા છે.
આ પણ વાંચો: