અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો

અહેમદપુર માંડવી બીચ પર આવી ચડ્યા બે સિંહ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2025 | 4:01 PM

ઉના નજીક આવેલ અહેમદપુર માંડવી ખાતે ગઈકાલ, 28 જાન્યુઆરીના રોજ બીચ ફેસ્ટિવલ સંપન્ન થયો છે. સામાન્ય રીતે બીચ ફેસ્ટિવલના આયોજન દરમિયાન ગુજરાતભરમાંથી પ્રવાસીઓ દરિયાકાંઠે ઉમટી પડતા હોય છે.

ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં અવારનવાર જંગલ વિસ્તારમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહ આવી ચડ્યા હોવાના વીડિયો વાયરલ થતા રહે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. પરંતુ આ વીડિયો જંગલ કે રેવન્યુ નહીં પરતું દરિયાકાંઠાનો છે. જેમાં સિહ બેલડી પ્રવાસન પ્રવૃતિ માટે જાણીતા એવા અહેમદપુર માંડવીના દરિયાકાંઠે લટાર મારીને મોજ માણતા હોય તેવા દ્રશ્યો છે.

ઉના નજીક આવેલ અહેમદપુર માંડવી ખાતે ગઈકાલ, 28 જાન્યુઆરીના રોજ બીચ ફેસ્ટિવલ સંપન્ન થયો છે. સામાન્ય રીતે બીચ ફેસ્ટિવલના આયોજન દરમિયાન ગુજરાતભરમાંથી પ્રવાસીઓ દરિયાકાંઠે ઉમટી પડતા હોય છે. જો કે બીચ ફેસ્ટિવલ પૂર્ણ થયા બાદ આ સિંહ બેલડી અહેમદપુર માંડવીના દરિયા કિનારે આરામથી ટહેલતા હોય તેમ જણાય છે.

સમાન્ય રીતે સોમનાથ કે દિવ ખાતે આવનારા પ્રવાસીઓ અહેમદપુર માંડવીના દરિયાકાંઠે પણ હરવા ફરવા જતા હોય છે. તેમા પણ જ્યારે તંત્ર દ્વારા બીચ ફેસ્ટિવલનુ આયોજન કરાય ત્યારે આ બીચ પર ફરવા આવનારાઓની સંખ્યા લગભગ બમણી થઈ જતી હોય છે. સદનસીબે, બીચ ફેસ્ટિવલ સંપન્ન થયાના બીજા દિવસે આ સિંહ બીચ પર લટાર મારવા નીકળ્યા હતા. જો બીચ ફેસ્ટિવલ દરમિયાન જ સિહ બીચ પર આવી ચડ્યા હોત તો પ્રવાસીઓમાં નાસભાગ મચી જવા પામી હોત.

g clip-path="url(#clip0_868_265)">