Gujarat Election 2022 Results: ગુજરાતની જનતાએ વધુ એક વાર મોદી અને ભાજપ પર મુક્યો ભરોસો, ભાજપે 156 બેઠકો જીતી, કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો તો આપને મળી માત્ર 5 બેઠકો

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 11:13 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ વધુ એકવાર પીએમ મોદી અને ભાજપ પર ભરોસો મુક્યો છે. ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી 156 બેઠકો જીતી છે. તો કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો આવી છે જ્યારે આપને માત્ર 5 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો છે. ભાજપની પ્રચંડ જીત બદલ પીએમ મોદીએ ગુ જરાતની જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ થેન્કયુ ગુજરાત

Gujarat Election 2022 Results: ગુજરાતની જનતાએ વધુ એક વાર મોદી અને ભાજપ પર મુક્યો ભરોસો, ભાજપે 156 બેઠકો જીતી, કોંગ્રેસને ફાળે માત્ર 17 બેઠકો તો આપને મળી માત્ર 5 બેઠકો
Gujarat Election 2022 Results LIVE

Gujarat Election 2022 LIVE :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામની રાહ જોઈ રહેલા લોકોનો આજે આતુરતાનો અંત આવશે. ત્રિપાંખિયા જંગમાં કોણ બાજી મારે છે, તે ચિત્ર હવે સ્પષ્ટ થઈ જશે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તા કાયમી રહેવાની સંભાવના દર્શાવાય છે. જોકે એક્ઝિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે. તો કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. બીજી તરફ મતગણતરીને લઈને શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Dec 2022 10:51 PM (IST)

    માંઝલપુરથી ભાજપના યોગેશ પટેલ 1 લાખ મતોથી જીત્યા, સતત 8મી વાર જીત્યા

    વડોદરામાં માંઝલપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના યોગેશ પટેલની 1 લાખથી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે, આ સાથે યોગેશ પટેલ સતત 8મી વાર ચૂંટણી લડવાનો રેકોર્ડ કર્યો છે. સાથોસાથ સૌથી વધુ મતો મેળવી સૌથી મોટી સરસાઈનો પણ રેકોર્ડ કર્યા છે. તેમને 1 લાખ 19 હજાર 459 મત મળ્યા છે. કોંગ્રેસના ડૉ તશ્ચિન સિંઘને 1 લાખ 251મતોથી હરાવ્યા છે.

  • 08 Dec 2022 10:48 PM (IST)

    સાવલી વિધાનસભા બેઠકથી કેતન ઈનામદારે જીત બાદ યોજી વિજય રેલી

    વડોદરાથી સાવલી વિધાનસભા બેઠક પર વિજય બાદ ધારાસભ્ય કેતન ઈનામદારે ભવ્ય વિજય રેલી યોજી હતી. સ્વામીજીના દર્શન કરીને વિજય રેલી યોજી હતી. જેમા હજારો સમર્થકો જોડાયા હતા. સાવલીથી કેતન ઈનામદાર સતત ત્રીજીવાર સાવલીના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

  • 08 Dec 2022 10:30 PM (IST)

    ઘાટલોડિયાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 2,13,530 મત મળ્યા

    ઘાટલોડિયા બેઠકથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેને સૌથી વધુ 2 લાખ 13 હજાર 530 મત મળ્યા છે. કોંગ્રેસના વાંસદાથી અનંત પટેલ અને વાવ બેઠક ઉપર ગેનીબેન ઠાકોરને એક લાખથી વધુ મતો મળ્યા છે. ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ 1 લાખ 3 હજાર 433 મતો મળ્યા છે.

  • 08 Dec 2022 09:46 PM (IST)

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના 44 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના 44 ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી છે. ગુજરાતના 20 જિલ્લામાં કોંગ્રેસ પાર્ટીનું ખાતુ જ નથી ખૂલ્યુ. આમ આદમી પાર્ટીએ 128 બેઠકો પર ડિપોઝીટ ગુમાવી છે. કોંગ્રેસના વાંસદાથી અનંત પટેલ અને વાવ બેઠક પર ગેનીબેન ઠાકોરને એક લાખથી વધુ મત મળ્ય છએ. ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાને 1 લાખ 33 હજાર 433 મતો મળ્યા છે.

  • 08 Dec 2022 09:09 PM (IST)

    ખેડબ્રહ્મામાં કોંગ્રેસના તુષાર ચૌધરીની 1,664 મતોથી થઈ જીત

    સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ડો તુષાર ચૌધરીની ૧ હજાર ૬૬૪ મતે જીત થઈ છે. તો ભાજપના અશ્વિન કોટવાલની પાતળી સરસાઈથી હાર થઈ હતી.અશ્વિન કોટવાલે રીકાઉન્ટીંગની માગ કરી હતી.જોકે ચૂંટણી અધિકારીઓએ રેન્ડમ પાંચ વીવીપેટની સ્લીપ ગણતરી કર્યા બાદ નિર્ણય જાહેર કર્યો હતો.

  • 08 Dec 2022 08:30 PM (IST)

    2002 પછી કોઈ એવી પળ નહોંતી કે જેની ધજ્જિયા ઉડાડવામાં ન આવી હોય- પીએમ મોદી

    વડાપ્રધાને જણાવ્યુ કે  આપણે આપણી સમજશક્તિને વધારવાની છે. અને આપણે આપણા સેવાભાવનો વિસ્તાર કરવાનો છે. તેમની ઉંડાઈ પણ વધારવાની છે અને સેવાભાવથી જ જીતવાનુ છે. કારણ કે જે જ્યાં બેઠા છે તે બદલવાના નથી. તેમના ઈરાદા નેક નથી અને આથી જ આપણી પળેપળ કસોટી છે. હું તો માનુ છે કે ખાસ કરીને 2002 બાદથી વિશેષ રીતે માનુ છુ કે મારા જીવનનો કોઈ પળ એવી નથી ગઈ કે કોઈ પગલુ એવુ નથી રહ્યુ કે જેની ધજ્જિયા ન ઉડાવવામાં ન આવી હોય. પરંતુ આનો મને ફાયદો એ થયો કે હું હંમેશા સતર્ક રહ્યો. દરેક આ પ્રકારની પ્રવૃતિથી કંઈને કંઈ સકારાત્મક શોધતો રહ્યો.તેમા બદલાવ લાવતો રહ્યો. તેમાથી શીખતો રહ્યો અને આગળ વધતો રહ્યો. અને જે લોકોને ચારે તરફથી ટીકાઓથી ઘેરનારા હોય છે. તેમની પાસેથી સુધરવાની પણ આશા ન રાખી શકાય. ટીકાઓએ પણ અમને ઘણુ શીખવ્યુ છે. દરેક ટીકામાંથી આપણા કામની વસ્તુ આપણે શોધતા રહેવાની છે આપણી શક્તિઓને વધારવાની છે. અને કડકમાં કડક ખોટા આરોપો સહન કરવાનું સામર્થ્ય પણ વધારવાનુ છે. હજુ વધારે કડક ટીકાઓ માટે તૈયાર રહેજો. કારણ કે હજુ જુલ્મો વધવાના છે. કારણ કે એ લોકો સહન નહીં કરી શકે. પચાવી નહીં શકે. આથી જ આપણે સકારાત્મક્તા સેવાભાવનો માર્ગ જ આપણે અપનાવ્યો છે.

  • 08 Dec 2022 08:28 PM (IST)

    રાજનીતિમાં મૂક સેવકની જેમ કામ કરવુ એ ડિસક્વોલિફિકેશન માનવામાં આવે છે-પીએમ મોદી

    રાજનીતિમાં સેવાભાવથી એક મૂક સેવકની જેમ કામ કરવુએ એ ડિસક્વોલિફિકેશન માનવામાં આવે છે. આ કેવા નવા માપદંડ બનાવવામાં આવ્યા છે. આજે મને ખુશી છે કે કે અમારા ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ 2 લાખ જેટલા મતોથી જીત્યા છે. વિધાનસભા બેઠક પર આટલી મોટી માર્જિનથી જીતવુ ઘણી મોટી વાત છે. લોકસભામાં પણ કોઈ બે લાખ વોટથી જીતે તો મોટી વાત ગણાય છે. પરંતુ ઠેકેદારોનુ ત્રાજવુ કંઈક અલગ જ છે. અને આથી જ આપણે નિરંતર વિપરીત આ જુલ્મોની વચ્ચે આગળ વધવુ પડશે.

  • 08 Dec 2022 08:17 PM (IST)

    ગત કેટલીક ચૂંટણીનું મોટા કેનવાસ પર એનાલિસિસ કરવુ જોઈએ- પીએમ મોદી

    આ ચૂંટણીમાં અનેક લોકોને જાણવા ઓળખવાની પણ તક મળી છે. છેલ્લી કેટલીક ચૂંટણીઓનું એક મોટા કેનવાસ પર એનાલિસિસ કરવુ જોઈએ કે જે તેમને ન્યુટ્રલ ગણાવે છે, જેમનુ ન્યુટ્રલ હોવુ જરૂરી હોય છે, એ ક્યાં ઉભા હોય છે? ક્યારે કેવી રીતે રંગ બદલે છે ? અને કેવી કેવી રમત રમે છે, એ હવે દેશએ જાણી લેવુ ઘણુ જરૂરી છે. ઉત્તરાખંડની આટલી મોટી ચૂંટણી થઈ, કેટલી જમાનતો જપ્ત થઈ, કોની જપ્ત થઈ કોઈ ચર્ચા જ નહીં થાય. હિમાચલમાં આટલી મોટી ચૂંટણી થઈ, કેટલા લોકોની જમાનત જપ્ત થઈ, કેટલા લોકોના બુરા હાલ થયા, કોઈ જ ચર્ચા નહીં. આ લોકોને પણ ઓળખી લેવા જોઈએ કે આ પણ ઠેકેદાર છે.

  • 08 Dec 2022 07:52 PM (IST)

    જનતા જનાર્દનનો આશિર્વાદ મળે છે ત્યારે વધુ પરિશ્રમ કરવાની તાકાત મળે છે- પીએમ મોદી

    જનતા જનાર્દનનો આશિર્વાદ મળે છે ત્યારે વધુ પરિશ્રમ કરવાની તાકાત મળે છે. જનતા જનાર્દનના નિરંતર આશિર્વાદ અમારા માટે નિત્ય નુત્તન ઊર્જા બની જાય છે. આ નિરંતર સમર્થન અમને સાત્વીકભાવથી, સેવાભાવથી, સમર્પણભાવથી સેવા કરવાની શક્તિ આપે છે. જ્યારે અમને જનતાનો આશિર્વાદ મળે છે ત્યારે અમારામાં વધુ પરિશ્રમ કરવાની પ્રેરણા જાગે છે. વધુ પુરુષાર્થ કરવાનો સંકલ્પ જાગે છે અને સંકલ્પોને સિદ્ધ કરવા માટે જીવન ખપાવી દઈ સિદ્ધિ સુધી પહોંચવા માટે અમે મહેનત કરીએ છીએ કારણ કે જનતા જનાર્દનને જ અમે ઈશ્વરનું રૂપ માનીએ છીએ. આ જ સામર્થ્ય, આ જ શક્તિ એક સેવકના ભાવથી, સેવાભાવથી, સમર્પણની અપ્રતિમ રાહને પકડી ચાલતા રહેવુ, ચરૈવેતી, ચરૈવેતીના મંત્રને લઈને અમે આગળ વધી રહ્યા છીએ

  • 08 Dec 2022 07:44 PM (IST)

    દેશની માતાઓ અને બહેનો ભાજપ સાથે જોડાયેલી છે- પીએમ મોદી

    દેશની માતાઓ અને બહેનોના આશિર્વાદ સતત ભાજપને મળી રહ્યા છે. અનેક રાજનીતિક દળોને એ સવાલ છે કે સૌથી વધુ મહિલા  વોટબેંક ભાજપ પાસે કેમ છે, આજે જ્યારે પણ ચૂંટણીઓ હોય છે ત્યારે દેશની માતાઓ બહેનો માત્ર કમળનું બટન જ નથી દબાવતી. તેમા લાખો કરોડો માતાઓ બહેનોના આશિષ પણ હોય છે. મહિલાઓ માટે વધુમાં વધુ રોજગાર અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવવી એ ભાજપનું કમિટબેંક છે.

  • 08 Dec 2022 07:41 PM (IST)

    ચૂંટણીલક્ષી હથકંડાઓથી કોઈનું ભલુ થતુ નથી- પીએમ મોદી

    દેશના દરેક રાજનીતિક દળે એ યાદવુ પડશે કે ચૂનાવી હથકંડોથી કોઈનું ભલુ નથી થઈ શક્તુ. આજના પરિણામોથી એક સંદેશ મળ્યો છે કે સમાજ વચ્ચે અંતર પેદા કરી જે રાજનીતિક દળો તાત્કાલિક લાભ લેવાની ફિરાકમાં રહે છે તેમને દેશની જનતા, દેશની યુવા પેઢી જોઈ રહી છે અને સમજી પણ રહે છે. ભારતનું ભવિષ્ય ફોલ્ટ્સ લાઈનકો વધારીને નહીં ફોલ્ટ્સ લાઈનને ધરાશાઈ કરીને જ ઉજ્જવળ બનશે. જોડવા માટે તો એક જ લાઈન છે આ દેશ., આ માતૃભૂમિ, આ આપણુ ભારત..  જીવવા માટે અને મરવા માટે આનાથી વધારે મોટુ કારણ કોઈ હોઈ ન શકે. આપણે દેશ પ્રથમ, ઈન્ડ઼િયા ફર્સ્ટની ભાવનાથી આગળ વધવાનુ છે.

  • 08 Dec 2022 07:41 PM (IST)

    ગુજરાતમાં 40 ST બેઠકોમ પૈકી 34 બેઠકો ભાજપે જીતી

    ગુજરાતના આદિવાસી ક્ષેત્રોનો પણ અભૂતપૂર્વ આશિર્વાદ મળ્યો છે. 40 ST બેઠકોમાંથી 34 બેઠકો જંગી બહુમતી ભાજપને મળી છે. આજે ભાજપને આદિવાસી સમુદાયનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. આજે દેશ જોઈ રહ્યો છે કે ભાજપ સતત તેમની આશાઓ પૂરી કરવામાં લાગેલી છે. આ ભાજપ જ છે જેના કારણે આજે દેશને તેના સૌપ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ મળ્યા છે. ભાજપે એવા અનેક પગલાઓ લીધા છે જેના કારણે આદિવાસી સમાજને વધુ સશક્ત બનાવી શકાય.

  • 08 Dec 2022 07:35 PM (IST)

    અમે વોટબેંક અને જાતિવાદને આધારે ના તો દેશ ચલાવીએ છીએ ના તો રાજ્ય-પીએમ મોદી

    ક્યા ક્ષેત્ર, ક્યાં સમુદાયમાં કેટલી વોટબેંક છે તેને આધારે ના તો અમે દેશ ચલાવીએ છીએ ના તો રાજ્ય ચલાવીએ છીએ. અને આજે આ બદલેલી રાજનીતિના સકારાત્મક પરિણામ પણ જોવા મળ્યા છે. ભારતના મોટા મોટા નિષ્ણાંતો પણ આજે અચંબિત છે.  દેશમાં રેલવે હોય, ઓપ્ટીકલ ફાઈબર સહિતની દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ હોય એ જ ઉદ્દેશ લઈને અમે ચાલીએ છીએ. અમારી દરેક જાહેરાત પાછળ એક દુરોગામી લક્ષ્ય હોય છે. કોઈ શોર્ટકટ નથી. આજે દેશનો મતદાતા શું તેના હિતમાં હોય છે તે બખૂબી જાણે છે. દેશનો મતદાતા સમજે છે શોર્ટકટની રાજનીતિનું નુકસાન તેને ભોગવવુ પડે છે. આજે દેશનો મતદાતા સમજે છે કે દેશ સમૃદ્ધ હશે તો સૌની સ્મૃદ્ધિ, તરક્કી નિશ્ચત છે.

  • 08 Dec 2022 07:31 PM (IST)

    પાંચ પાંચ કાર્યકર્તાઓની પેઢી ખપી ગઈ ત્યારે અહીં સુધી ભાજપ આજે પહોંચી છે- પીએમ મોદી

    અમે એમ જ આ સ્થાન સુધી નથી પહોંચ્યા. પાંચ પાંચ પેઢીઓએ જનસંઘના સમયથી મહેનતથી અહીં સુધી પહોંચ્યા છે. ભાજપના લાખો કાર્યકર્તાઓએ વ્યક્તિગત સુખ, વ્યક્તિગત સફળતા ભાજપનો કાર્યકર્તા સમાજ અને દેશની સેવા કરવામાં લાગેલા રહે છે અને વિચાર પર પણ ભાર મુકીએ છીએ. ભાજપ તેના કાર્યકર્તાઓની અથાગ સંગઠન શક્તિઓ પર ભરોસો કરી જ તેની રણનીતિ બનાવે છે અને સફળ થાય છે.  છેલ્લા 8 વર્ષોમાં દેશમાં એક મોટો બદલાવ પણ જોવા મળ્યો છે.,  એ બદલાવ કાર્યનો અને કાર્યશૈલીનો છે. અમે માનીએ છીએ કે દરેક કામ મોટા લક્ષ્યોનું માધ્યમ બને છે.

  • 08 Dec 2022 07:28 PM (IST)

    દેશવાસઓનો ભરોસો ભાજપ પર છે- પીએમ મોદી

    ગુજરાતની જનતાનો ભરોસો એકમાત્ર ભાજપ પર છે. હું મોટા મોટા રાજનીતિજ્ઞોને પણ યાદ અપાવવા માગુ છુ કે ચૂંટણીમાં ભાજપનું આહ્વાન હતુ વિકસિત ગુજરાતમાં વિકસીત ભારતનું આહ્વાન. સામાન્ય માનવીએ આજે સાબિત કર્યુ છે  કે  દેશ સામે કોઈ પડકાર હોય છે ત્યારે દેશનો ભરોસો ભાજપ પર હોય છે. જ્યારે દેશ પર કોઈ સંકટ આવે છે ત્યારે ભાજપનો ભરોસો ભાજપ પર હોય છે. જ્યારે દેશી આકાંક્ષાઓ ચરમ પર હોય છે ત્યારે તેનૂ પૂર્તિ માટે દેશવાસીઓનો ભરોસો ભાજપ પર જ હોય છે.

  • 08 Dec 2022 07:26 PM (IST)

    નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્રએ તોડ્યો- પીએમ મોદી

    વડાપ્રધાને કહ્યુ ગુજરાતની જનતાને નમન કરુ છુ. મે કહ્યુ હતુ કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડવો જોઈએ, પરંતુ ગુજરાતે તો આ વખતે કમાલ જ કરી નાખી. ગુજરાતની જનતાએ રેકોર્ડ તોડવામાં પણ રેકોર્ડ કરી નાખ્યો. ગુજરાતના લોકોએ ઈતિહાસ રચ્યો છે

  • 08 Dec 2022 07:19 PM (IST)

    હિમાચલમાં વિકાસ પ્રત્યેની 100 ટકા પ્રતિબદ્ધતા સાથે કામ કરશું- પીએમ મોદી

    વડાપ્રધાને જણાવ્યુ કે હિમાચલની જનતાને આશ્વસ્ત કરુ છુ કે ભાજપ પલે એક ટકા માટે સરકાર બનાવતા રહી ગઈ હોય પરંતુ વિકાસ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા 100 ટકા રહેશે. પીએમએ કહ્યુ કે ભાજપને મળેલુ આ સમર્થન એવા સમયે આવ્યુ છે જ્યારે ભારત અમૃતકાળમાં પ્રવેશી ચુક્યુ છે. આવનારા 25 વર્ષ વિકાસની રાજનીતિના જ છે. ભાજપને મળેલુ સમર્થન ભારતના યુવાનોની યુવા વિચારશક્તિનું પરિણામ છે.

  • 08 Dec 2022 07:16 PM (IST)

    એક પણ પોલિંગ બુથ પર રિપોલિંગ કરવાની નોબત નથી આવી- પીએમ મોદી 

    વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે તેઓ વિશેષ રીતે ચૂંટણીપંચનો આભાર માને છે કારણ કે  એક પણ પોલિંગ બુથ પર રિપોલિંગ કરવાની નોબત નથી આવી. લોકશાહીના આ પર્વમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયુ તેના માટે ચૂંટણીપંચ આભારનું હક્કદાર છે.

  • 08 Dec 2022 07:14 PM (IST)

    ગુજરાતમાં જ્વલંત જીત બાદ કાર્યકરો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, દિલ્હી ભાજપ કાર્યાલયમાં પીએમનું સંબોધન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ચૂંટણીમાં શાનદાર જીત બાદ દિલ્હી ભાજપ કાર્યાલયે કાર્યકરોને સંબોધિત કરી રહ્યા છે. વડાપ્રધાને જણાવ્યુ કે ગુજરાતમાં ભાજપની જીત એ કાર્યકરોની જીત છે. પીએમએ જણાવ્યુ કે ન માત્ર ગુજરાત પરંતુ બિહારની પેટા ચૂંટણીમાં પણ ભાજપે જીત મેળવી છે જે આવનારા દિવસોનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યુ છે

  • 08 Dec 2022 07:06 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સૌથી ઝડપી અને સટીક પરિણામ જુઓ TV9 Gujarati YouTube LIVE

    https://youtu.be/H2C9iUAVVEI

  • 08 Dec 2022 06:59 PM (IST)

    ગુજરાતે હંમેશા ઇતિહાસ રચવાનું કામ કર્યું છે- અમિત શાહ

  • 08 Dec 2022 06:58 PM (IST)

    ગુજરાતે રેવડી અને તુષ્ટીકરણની રાજનીતિને ભગાવીને ભાજપને અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે- અમિત શાહ

  • 08 Dec 2022 06:52 PM (IST)

    દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા છે. ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર ખાતે પીએમ મોદી પહોંચ્યા છે. જ્યા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પહેલેથી ઉપસ્થિત છે.

  • 08 Dec 2022 06:46 PM (IST)

    ગુજરાતમાં ભાજપની જીત પર અમિત શાહનું ટ્વીટ, ‘ભાજપે વિકાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા’

  • 08 Dec 2022 06:19 PM (IST)

    ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા

    ગુજરાત ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ દિલ્હીમાં ભાજપ હેડ ક્વાર્ટર પહોંચ્યા છે. 6.30 વાગ્યે પીએમ મોદી પણ અહીં પહોંચશે.

  • 08 Dec 2022 06:05 PM (IST)

    ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ ભાજપે શરૂ કરી શપથવિધિની તૈયારી, 12 ડિસેમ્બરે થશે ભવ્ય શપથવિધિ

    ગુજરાતમાં પ્રચંડ જીત બદ ભાજપે શપથવિધિની તૈયૈરીઓ શરૂ કરી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનો 12મી ડિસેમ્બરે શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. વિધાનસભા ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારોહ યોજાશે. જેમા ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

  • 08 Dec 2022 05:47 PM (IST)

    પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓને ગણાવ્યા ભાજપની જીતના ખરા હક્કદાર

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓનો આભાર માનતા કહ્યુ કે આ પ્રચંડ જીતના તમે સહુ હક્કદાર છો. આ ઐતિહાસિક જીત અમારા કાર્યકર્તાની સખત મહેનત વિના ક્યારેય શક્ય ન બનતી. આ કાર્યકર્તાઓ જ અમારી પાર્ટીની ખરી તાકાત છે.

  • 08 Dec 2022 05:29 PM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનતાનો માન્યો આભાર, કહ્યુ ‘હું ગુજરાતની જનશક્તિને નમન કરુ છુ’

  • 08 Dec 2022 05:19 PM (IST)

    ખેડબ્રહ્મામાં કોંગ્રેસના તુષાર ચૌધરીની જીત, ભાજપના અશ્વિન કોટવાલની હાર

    સાબરકાંઠાની ખેડબ્રહ્મા બેઠક પરથી કોંગ્રેસના તુષાર ચૌધરીની જીત થઈ છે. ભાજપના અશ્વિન કોટવાલની હાર થઈ છે. અરવલ્લીની ભીલોડા બેઠક પર ભાજપન પી.સી. પરંડાની જીત થઈ છે. કોંગ્રેસના રાજુ પારઘીની હાર થઈ છે. મોડાસામાં ભાજપના ભીખુ પરમારની જીત થઈ છે. કોંગ્રેસના રાજેન્દ્ર ઠાકોરની હાર થઈ છે. બાયડમાં અપક્ષ ધવલસિંહ ઝાલાની જીત થઈ છે જ્યારે ભાજપના ભીખીબેન પરમારની હાર થઈ છે. જ્યારે પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્ર પરમારની જીત થઈ છે તો બહેચરજી રાઠોડની હાર થઈ છે.

  • 08 Dec 2022 04:56 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનું સૌથી ઝડપી અને સટીક પરિણામ જુઓ TV9 Gujarati YouTube LIVE

    https://youtu.be/H2C9iUAVVEI

  • 08 Dec 2022 04:48 PM (IST)

    અસારવાથી ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાની જીત

    અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાની વિજય થઈ છે..જીત બાદ દર્શના વાઘેલાએ જણાવ્યું કે, અસારવા બેઠક પહેલાથી ભાજપનો ગઢ રહ્યો છે અને દેવીપૂજક સમાજ વ્યસનમુક્ત બને તેવા પ્રયાસો કરશે.

  • 08 Dec 2022 04:25 PM (IST)

    બનાસકાંઠાની 9 બેઠકો પૈકી 4 બેઠકો ભાજપના ફાળે, 3 બેઠકો કોંગ્રેસના ફાળે

    બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો પૈકી 4 બેઠકો ભાજપના ફાળે રહી છે જ્યારે 4 બેઠકો કોંગ્રેસના ફાળે રહી છે તો એક બેઠક ભાજપમાંથી બળવો કરનાર અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે.

    થરાદમાં ભાજપના શંકરોચૌધરીની જીત પાલનપુરમાં ભાજપના ઉમેદવાર અનિકેત ઠાકરની જીત થઈ છે ડીસામાં ભાજપના ઉમેદવાર પ્રવિણ માળીની જીત થઈ છે દિયોદરમાં ભાજપના ઉમેદવાર કેશાજી ચૌહાણની જીત થઈ છે

    વાવમાં કોંગ્રેસના સ્વરૂપજી ઠાકોરની જીત દાંતામાં કોંગ્રેસના કાંતિ ખરાડીની જીત થઈ છે વડગામમાં કોંગ્રેસના જિજ્ઞેશ મેવાણીની જીત થઈ છે. કાંકરેજમાં કોંગ્રેસના ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાની જીત થઈ છે

    ધાનેરામાં ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી કરનાર માવજી દેસાઈની જીત થઈ છે.

  • 08 Dec 2022 04:09 PM (IST)

    ગીરસોમનાથની 4 પૈકી ત્રણ બેઠકો ભાજપના ફાળે, સોમનાથથી કોંગ્રેસના ઉમેદવારની જીત

    ગીરસોમનાથ જિલ્લાની ચારમાંથી ત્રણ સીટ પર ભાજપે કબજો જમાવ્યો છે. જ્યારે સોમનાથની સીટ પર કોંગ્રેસના વિમલ ચુડાસમા વિજેતા થતાં ધારાસભ્ય તરીકે રિપીટ થયા છે. જેમના સમર્થકો દ્વારા નેશનલ હાઈવે પર ઢોલ શરણાઈ સાથે તેમનું સ્વાગત કરવા સમર્થકો ઉમટી પડ્યા હતા.  કોંગ્રેસના વિમલ ચુડાસમાએ સોમનાથ દાદાના દર્શન કર્યા હતા

  • 08 Dec 2022 04:04 PM (IST)

    ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરષોત્તમ સોલંકીની 74000 મતોથી જીત

    ભાવનગર ગ્રામ્યમાં ભાજપના પરષોત્તમ સોલંકીની 74000 મતોથી વિજય થયો છે. તો કોંગ્રેસના રેવતસિંહ ગોહિલ અને  આપના ખુમાનસિંહ ગોહિલની હાર થઈ છે.

  • 08 Dec 2022 03:55 PM (IST)

    સાવરકુંડલામાં ભાજપના મહેશ કસવાળાનો વિજય, કોંગ્રેસના પ્રતાપ દૂધાતની હાર

    અમરેલીના સાવરકુંડલામાં ભાજપ ઉમેદવાર મહેશ કસવાલાનો ભવ્ય વિજય થયો છે…મહેશ કસવાલાએ જીતનો શ્રેય ભાજપના કાર્યકરોને આપ્યો છે અને સાવરકુંડલામાં વિકાસનો કામ કરવાની વાત કરી હતી.

  • 08 Dec 2022 03:52 PM (IST)

    ઘાટલોડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જ્વલંત વિજય

  • 08 Dec 2022 03:43 PM (IST)

    ભાજપે તોડ્યા અત્યાર સુધીના તમામ રેકોર્ડ

    ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી  ભાજપે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડીને જીતનો ભગવો લહેરાવ્યો છે.

  • 08 Dec 2022 03:39 PM (IST)

    પાટણના રાધનપુરમાં ભાજપના લવિંગજી ઠાકોરનો વિજય

    રાધનપુરમાં  ભાજપના લવિંગજી ઠાકોરનો વિજય, કોંગ્રેસના રઘુ દેસાઈને હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 03:33 PM (IST)

    ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આપ્યુ રાજીનામુ

    ગુજરાત કોંગ્રસ પ્રભારી રઘુ શર્માએ રાજીનામુ આપ્યુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 2022માં કોંગ્રેસની કારમી હાર બાદ રઘુ શર્માએ રાજીનામુ આપ્યુ છે.

  • 08 Dec 2022 03:30 PM (IST)

    નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપના જીતેન્દ્ર પટેલનો વિજય, કોગ્રેંસના સોનલ પટેલની હાર

  • 08 Dec 2022 03:02 PM (IST)

    Ahmedabad Election Results Live : વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરનો વિજય

    વેજલપુરમાં ભાજપના અમિત ઠાકરનો વિજય થયો છે, તો કોંગ્રેસના રાજેન્દ્ર પટેલની હાર થઈ છે. આપને જણાવી દઈએ કે, હાલ ભાજપ 151 થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે.

  • 08 Dec 2022 02:59 PM (IST)

    Gujarat Elections Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : ભાજપ 150 થી વધુ બેઠક પર આગળ

    ભારતીય જનતા પાર્ટી હાલ 150 થી વધુ બેઠક પર આગળ ચાલી રહી છે. જો આ વલણો યથાવત રહેશે તો કોંગ્રેસ વિપક્ષ પદ પણ ગુમાવી શકે છે.

    https://www.youtube.com/watch?v=H2C9iUAVVEI

  • 08 Dec 2022 02:51 PM (IST)

    Dharampur Election Results Live : ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલની જીત

    ધરમપુર વિધાનસભા બેઠક પર ધરમપુરમાં ભાજપના અરવિંદ પટેલની જીત થઈ છે. તો કોંગ્રેસને આ બેઠક પરથી કોંગ્રેસના કિશન પટેલે  કારમી હાર સહન કરવી પડી છે.

  • 08 Dec 2022 02:47 PM (IST)

    Ahmedabad Election Results Live : ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલનો જંગી લીડથી વિજય

    અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી CM ભૂપેન્દ્ર પટેલનો જંગી લીડથી વિજય થયો છે. તેઓએ 192,000 ની સરસાઈથી જીત મેળવી છે.

  • 08 Dec 2022 02:44 PM (IST)

    Morbi Election Results Live : મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત

    મોરબી બેઠક પર ભાજપના કાંતિલાલ અમૃતિયાની જીત થઈ છે, તો કોંગ્રેસ ઉમેદવાર જયંતિ પટેલની હાર થઈ છે.

  • 08 Dec 2022 02:41 PM (IST)

    Dahegam Election Results Live : દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત 

    દહેગામ વિધાનસભા બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણની જીત થઈ છે, તો કોંગ્રેસના વખતસિંહ ચૌહાણની હાર થઈ છે.

  • 08 Dec 2022 02:38 PM (IST)

    Navsari Election Results Live : ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલની ભવ્ય જીત

    નવસારીની ગણદેવી બેઠક પર ભાજપના ઉમેદવાર નરેશ પટેલનો ભવ્ય જીત થયો છે. જીત બાદ નરેશ પટેલે ભાજપના કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો છે.

  • 08 Dec 2022 02:33 PM (IST)

    Umargam Election Results Live, ઉમરગામ ઈલેક્શન રિઝલ્ટ : ઉમરગામ બેઠક ઉપરથી ભાજપના રમણ પાટકરનો વિજય

    નવસારી જિલ્લાની ઉમરગામ બેઠક ઉપરથી ભાજપના રમણ પાટકરનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના નરેશ વાલ્વીનો પરાજય થયો છે.

  • 08 Dec 2022 02:30 PM (IST)

    Mehsana Election Results Live, મહેસાણા ઈલેક્શન રિઝલ્ટ : મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત

    મહેસાણા વિધાનસભા બેઠક પર ભાજપના મુકેશ પટેલની જીત થઈ છે. જ્યારે કોંગી ઉમેદવાર પી કે પટેલની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 02:14 PM (IST)

    Kaprada Election Results Live, કપરાડા ઈલેક્શન રિઝલ્ટ : કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરીનો વિજય

    વલસાડ જિલ્લાની  કપરાડા બેઠક પરથી ભાજપના જીતુ ચૌધરીનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વસંત પટેલની હાર થઈ છે.

  • 08 Dec 2022 02:10 PM (IST)

    Gujarat Election 2022 Results Live : CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોનો માન્યો આભાર

    CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મતદારોનો સોશિયલ મીડિયા દ્વારા આભાર માન્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પર અતૂટ વિશ્વાસની મહોર મારી ઐતિહાસિક વિજય અપાવવા બદલ રાજ્યના સૌ મતદારોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. જનસેવાના સંકલ્પ સાથે અથાક પુરુષાર્થ કરનાર દેવદુર્લભ કાર્યકર્તાઓ અને પક્ષના શીર્ષસ્થ નેતૃત્વને હાર્દિક અભિનંદન પાઠવું છું.

  • 08 Dec 2022 01:58 PM (IST)

    Vijapur Election Results Live, વિજાપુર રિઝલ્ટ લાઈવ : વિજાપુર બેઠક પર કોગ્રેંસના સી.જે.ચાવડાની જીત

    વિજાપુર બેઠક પર કોગ્રેંસના ઉમેદવાર સી.જે.ચાવડાની જીત થઈ છે,  તો ભાજપના રમણ પટેલની હાર થઈ છે.

  • 08 Dec 2022 01:54 PM (IST)

    Talaja Election Results Live, તળાજા ઈલેક્શન રિઝલ્ટ : ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે જીત મેળવી

    ભાવનગર જિલ્લાની તળાજા બેઠક પર ભાજપના ઉમેદવાર ગૌતમ ચૌહાણે જીત મેળવી છે. તો કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ બારૈયાને હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 01:45 PM (IST)

    Valsad Election Results Live : નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો. દર્શનાબેનની જીત

    વલસાડની નાંદોદ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર ડો દર્શનાબેનની જીત થઈ છે. તો કોંગ્રેસના ઉમેદવાર હરેશ વસાવાની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 01:43 PM (IST)

    Junagadh Election Results Live, વિસનગર ઈલેક્શન રિઝલ્ટ : વિસનગર બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત

    વિસનગર વિધાનસભા બેઠક પર ભાજપના ઋષિકેશ પટેલની ફરીથી જીત થઈ છે. તો કોગ્રેંસના કિરીટ પટેલની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 01:41 PM (IST)

    Una Election Results Live, ઉના ઇલેક્શન રિઝલ્ટ : કોંગ્રેસના ગઢ ગણાતી ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત 

    કોંગ્રેસના ગઢ ગણાતા ઉના બેઠક પર ભાજપના કાળુ રાઠોડની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના પુંજાભાઈ વંશની હાર થઈ છે.

  • 08 Dec 2022 01:31 PM (IST)

    BJP Press Conference : CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો માન્યો આભાર

    આજે ગુજરાત ચૂંટણીના પરિણામમાં ભાજપને ઐતિહાસિક જીત પ્રાપ્ત થઈ છે, ત્યારે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને આ આ વિજય પરચમ લહેરાવનારા હિરો નરેન્દ્ર મોદી છે તેમ જણાવ્યું હતું.

  • 08 Dec 2022 01:27 PM (IST)

    Gujarat Election Results Live : AAP ના તમામ મોટા ચહેરાઓની કારમી હાર

    AAP ના ઈસુદાન ગઢવી, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા અને ગોપાલ ઈટાલિયા સહિતના ઉમેદવારોએ કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 01:25 PM (IST)

    Surat Election Results Live, સુરત ઇલેક્શન રિઝલ્ટ : વરાછા બેઠક પર કુમાર કાનાણીની જીત

    સુરતની વરાછા બેઠક પર આ વખતે કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ હતી. આ બેઠક પર કુમાર કાનાણીની જીત થઈ છે,જ્યારે આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયાની હાર થઈ છે.

  • 08 Dec 2022 01:21 PM (IST)

    Jetpur Election Results Live ,જેતપુર ઇલેક્શન રિઝલ્ટ : જેતપુર બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાની જીત

    રાજકોટ જિલ્લાની ગ્રામ્ય બેઠક પર ભાજપ ઉમેદવાર જયેશ રાદડિયાની જીત થઈ છે.તેઓએ 76000 વધુ લીડથી જીત મેળવી છે. આ સાથે જયેશ રાદડિયાએ જનતાનો આભાર માન્યો છે.

  • 08 Dec 2022 01:18 PM (IST)

    Jamnagar Election Results Live, જામનગર ઈલેક્શન રિઝલ્ટ : જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત

    જામનગર ઉત્તર બેઠક પર ભાજપના રિવાબા જાડેજાની જીત થઈ છે, જ્યારે કોંગી ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાએ હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 01:16 PM (IST)

    Rajkot Election Results Live, રાજકોટ ઈલેક્શન રિઝલ્ટ : રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી ભાજપના રમેશ ટિલાળાનો વિજય

    રાજકોટ દક્ષિણ બેઠક પરથી ભાજપના રમેશ ટિલાળાનો વિજય થયો છે, જ્યારે કોંગ્રેસના હિતેશ વોરાનો પરાજ્ય થયો છે. આપને જણાવી દઈએ કે,આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે.

  • 08 Dec 2022 01:13 PM (IST)

    Jamkhambhaliya Election Result, ખંભાળિયા ઈલેક્શન રિઝલ્ટ : ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીની કારમી હાર

    જામ ખંભાળિયા બેઠક પર આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન ચહેરા ઈસુદાન ગઢવીની કારમી હાર થઈ છે, ત્યારે  ભાજપના મૂળુ બેરાની ભવ્ય જીત થઈ છે.

  • 08 Dec 2022 01:06 PM (IST)

    Surat Election Results Live, સુરત ઈલેક્શન રિઝલ્ટ : મજૂરા બેઠક પર હર્ષ સંઘવીની ભવ્ય જીત

    સુરતની મજૂરા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીની ભવ્ય જીત થઈ છે,જ્યારે કોંગ્રેસના બળવંત જૈનનો પરાજય થયો છે.

  • 08 Dec 2022 01:03 PM (IST)

    Viramgam Election Results Live, વિરમગામ ઈલેક્શન રિઝલ્ટ : વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત

    ગાંધીનગર જિલ્લાની વિરમગામ બેઠક પર ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલની જીત થઈ છે. આપને જણાવી દઈએ કે, 50,000 મતોથી તેઓએ ભાજપનો ભગવો લહેરાવ્યો છે.

  • 08 Dec 2022 12:59 PM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ : ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલનો વિજય

    અમદાવાદની ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલએ 123,157  મતની જંગી બહુમતીથી જીત મેળવી છે. તો કોગ્રેંસના અમી યાજ્ઞિકે કારમી હાર સહન કરવી પડી છે.

  • 08 Dec 2022 12:52 PM (IST)

    Amreli Election Results Live, અમરેલી ઈલેક્શન રિઝલ્ટ : અમરેલી બેઠક પર ભાજપના કૌશિક વેકરિયાની જીત

    અમરેલીમાં કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યુ છે. કોંગી ઉમેદવાર પરેશ ધાનાણીની કારમી હાર થઈ છે, તો ભાજપના કૌશિક વેકરિયાએ જીત મેળવી છે.

  • 08 Dec 2022 12:49 PM (IST)

    Jamnagar Election Results Live, જામનગર ઇલેક્શન રિઝલ્ટ : જામનગર દક્ષિણ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

    જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દિવ્યેશ અકબરીની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસે કથીરિયા મનોજભાઈની હાર થઈ છે.

  • 08 Dec 2022 12:45 PM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમમાં પહોંચ્યા

    ભાજપ પ્રદેશ કાર્યલાય કમલમ ખાતે હાલ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યા છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કમલમમાં પહોંચ્યા છે.

  • 08 Dec 2022 12:36 PM (IST)

    Porbandar Election Results Live, પોરબંદર ઇલેક્શન રિઝલ્ટ : પોરબંદર બેઠક પર કોંગી ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાની જીત

    પોરબંદર બેઠક પર કોંગી ઉમેદવાર અર્જૂન મોઢવાડિયાની જીત થઈ છે, તો ભાજપના ઉમેદવાર બાબુ બોખરિયાએ હારનો સામનો કરવો પડે છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક મોટાભાગે કોંગ્રેસની પરંપરાગત બેઠક છે.

  • 08 Dec 2022 12:32 PM (IST)

    Gondal Election Results Live, ગોંડલ ઇલેક્શન રિઝલ્ટ : ભાાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીત

    ભાાજપના ઉમેદવાર ગીતાબા જાડેજાની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર યતિશ દેસાઈએ હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે ભાજપે 39000 મતોની સરસાઈથી અહીં જીત મેળવી છે.

  • 08 Dec 2022 12:24 PM (IST)

    Vadodara Election Result, વડોદરા ઇલેક્શન રિઝલ્ટ : વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત

    વાઘોડિયામાં અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્ર સિંહની જીત થઈ છે, આ બેઠક પર ભાજપને ફટકો પડ્યો છે, કારણ કે આ વખતે મધુશ્રીવાસ્વની ટિકિટ કાપીને અશ્વિન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.

  • 08 Dec 2022 12:22 PM (IST)

    Bharuch Election Result Live, ભરૂચ ઈલેક્શન રિઝલ્ટ : અંકલેશ્વર બેઠક પર ભાજપના ઇશ્વર પટેલની જીત

    અંકલેશ્વર બેઠક ઉપર ભાજપના ઇશ્વર પટેલની જીત થઈ છે. જ્યારે કોંગી ઉમેદવાર વિજયસિંહ પટેલે હાર મેળવી છે. આપને જણાવી દઈએ કે, ભાજપે અહીંથી 20,000 મતોથી જીત મેળવી છે.

  • 08 Dec 2022 12:17 PM (IST)

    Gadhada Elction Result Live : ગઢડા બેઠક પર ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાએ જીત મેળવી

    ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયાએ જીત મેળવી છે, તો કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ચાવડાએ હારનો સ્વાદ ચાખવાનો વારો આવ્યો છે.

  • 08 Dec 2022 12:11 PM (IST)

    Ahmedabad Election Result Live : અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાએ જીત મેળવી

    અમદાવાદની અસારવા બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના વાઘેલાએ જીત મેળવી છે. જ્યારે કોંગી ઉમેદવાર વિપુલ પરમારે હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે,ભાજપ ઉમેદવારે 79,550 મતોથી બાજી મારી છે.

  • 08 Dec 2022 12:04 PM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ : એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહની ભવ્ય જીત

    એલિસબ્રિજ બેઠક પર ભાજપના અમિત શાહની ભવ્ય જીત થઈ છે. તો કોંગ્રેસના ભીખુ દવેની હાર થઈ છે. ભાજપે અહીં 83,370 મતોની સરસાઈથી બાજી મળી છે.

  • 08 Dec 2022 12:00 PM (IST)

    Junagadh Election Results Live, જૂનાગઢ ઈલેક્શન રિઝલ્ટ : જૂનાગઢ બેઠક પર ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાની જીત

    જૂનાગઢ બેઠક પર ભાજપના સંજય કોરડીયાની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર ભીખા જોષીએ હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 11:57 AM (IST)

    Kutch Election Results Live, કચ્છ ઈલેક્શન રિઝલ્ટ : કચ્છની ચાર બેઠક પર ભાજપની ભવ્ય જીત

    કચ્છની ચાર બેઠક પર ભાજપની ભવ્ય જીત મેળવી છે. માંડવી બેઠક પર ભાજપ ઉમેદવાર અનિરુદ્ધ દવે, ભુજ બેઠક પર કેશવલાલ પટેલે, અંજાર બેઠક પર ત્રિકમ છાંગા અને ગાંધીધા બેઠક પરથી માલતી મહેશ્વરીએ જીત મેળવી છે.

  • 08 Dec 2022 11:50 AM (IST)

    Bardoli Election Result 2022 Live, બારડોલી ઇલેક્શન રિઝલ્ટ : બારડોલીમાં ભાજપના ઉમેદવાર ઇશ્વર પરમારની જીત

    બારડોલીમાં ભાજપના ઉમેદવાર ઇશ્વર પરમારની જીત થઈ છે, તો  કોંગ્રેસના પન્ના પટેલે 21,675 મતોથી હારનો સામનો કરવો પડ્યો છે.

  • 08 Dec 2022 11:44 AM (IST)

    Gujarat Election 2022 LIve, ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ : PM મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને જીતની શુભેચ્છા પાઠવી

    હાલ મતગણતરી મુજબ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને જીતની શુભેચ્છા પાઠવી છે. તો સાથે જ શપથવિધીની પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

  • 08 Dec 2022 11:36 AM (IST)

    Vadodara Election Results Live : પાદરા બેઠક પર ભાજપના ચૈતન્ય ઝાલાની જીત

    વડોદરાની પાદરા બેઠક પરથી ભાજપના ચૈતન્ય ઝાલાની જીત થઈ છે, તો કોંગ્રેસના જશપાલ સિંહ પઢિયારે કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે.

  • 08 Dec 2022 11:34 AM (IST)

    Vadodara Election Results Live, વડોદરા ઇલેક્શન રિઝલ્ટ : રાવપુરા બેઠક ઉપરથી ભાજપના બાલકૃષ્ણ શુકલની જીત

    વડોદરાની રાવપુરા બેઠક ઉપરથી ભાજપના બાલકૃષ્ણ શુકલની જીત થઈ છે,તો કોંગ્રેસના સંજય પટેલની હાર થઈ છે. ત્યારે હાલ ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધતુ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 11:28 AM (IST)

    Anand Election Results Live, આણંદ ઇલેક્શન રિઝલ્ટ : પેટલાદ બેઠક પર ભાજપના કમલેશ પટેલની જીત

    આણંદની પેટલાદ બેઠક પર ભાજપના કમલેશ પટેલની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર પ્રકાશ પરમારની કારમી હાર થઈ છે. અંદાજીત 18,832 મતોથી તેઓએ જીત મેળવી છે.

  • 08 Dec 2022 11:23 AM (IST)

    Himachal Pradesh Election Results Live : ભાજપે એક બેઠક પર બાજી મારી

    હિમાચલ પ્રદેશની ચૂંટણીની પણ મતગણતરીઓ થઈ રહી છે,ત્યારે ભાજપે સત્તાવાર રીતે એક બેઠક પર બાજી મારી છે. સુંદેરનગર બેઠક પર ભાજપના રાકેશ ઠાકુરની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર સોહન લાલની હાર થઈ છે.

  • 08 Dec 2022 11:13 AM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઇલેક્શન રિઝલ્ટ : અમદાવાદની જમાલપુર બેઠક પર કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાની જીત

    જમાલપુરમાં કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાની જીત  થઈ છે, તો ભાજપના ભૂષણ ભટ્ટે અહીં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદની આ બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે.

  • 08 Dec 2022 11:12 AM (IST)

    Ahmedabad Election Results Live : દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત

    દરિયાપુર બેઠક પર મોટો અપસેટ સર્જાયો છે.  ભાજપના ઉમેદવાર કૌશિક જૈનની જીત થઈ છે, તો કોંગી ઉમેદવાર ગ્યાસુદીન શેખની કારમી હાર થઈ છે.

  • 08 Dec 2022 11:07 AM (IST)

    Navsari Election Results Live, નવસારી ઈલેક્શન રિઝલ્ટ : જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલની જીત

    જલાલપોર બેઠક પર ભાજપના આર.સી. પટેલની જીત થઈ છે. તો કોંગ્રેસના રણજીત પંચાલે હારનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધતુ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 11:01 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઇલેક્શન રિઝલ્ટ : દિલ્હી ભાજપ કાર્યાલયમાં મહત્વની બેઠક મળશે

    ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે  દિલ્હી ભાજપ કાર્યાલયમાં મહત્વની બેઠક મળશે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

  • 08 Dec 2022 10:55 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : 12 :30 વાગ્યે સી આર પાટીલ કમલમ પહોંચશે

    ભાજપ હાલ 156 થી વધુ બેઠક પર આગળ ચાલી રહ્યું છે, ત્યારે હાલ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભવ્ય જીતની ઉજવણીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ જોડાશે, તેઓ 12 :30 વાગ્યે ગાંધીનગરના કમલમ ખાતે પહોંચશે.

  • 08 Dec 2022 10:53 AM (IST)

    Ahmedabad Election Result Live, અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ : અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ

    અમદાવાદની મોટાભાગની બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના ધારાસભ્યો વાળી દરિયાપુર, બાપુનગર અને દાણીલીમડામાં પણ ભાજપ આગળ વધી રહ્યું છે. આથી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકે છે.

  • 08 Dec 2022 10:48 AM (IST)

    Morbi Election Results Live, મોરબી ઈલેક્શન રિઝલ્ટ : ટંકારા બેઠક પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા હાર તરફ

    મોરબીની ટંકારા બેઠક પર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ લલિત કગથરા હાર તરફ જોવા મળી રહ્યા છે, હાલ ભાજપ ઉમેદવાર 7 હજાર મતોથી આગળ જોવા મળી રહ્યા છે.

  • 08 Dec 2022 10:46 AM (IST)

    Porbandar Election Results Live, પોરબંદર ઈલેક્શન રિઝલ્ટ : પોરબંદર બેઠક પર અર્જૂન મોઢવાડિયા આગળ

    પોરબંદર બેઠક પર કોંગી ઉમેદવાર અર્જૂન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા છે. હાલ તેઓ 5 હજાર લીડથી આગળ છે, તેથી તેઓ આ બેઠક પરથી જીતી શકે છે.

  • 08 Dec 2022 10:41 AM (IST)

    Gondal Election Results Live, ગોંડલ ઈલેક્શન રિઝલ્ટ : ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપની જીત નિશ્વિત

    ગોંડલ વિધાનસભા બેઠક પર ભાજપની જીત નિશ્વિત માનવામાં આવી રહી છે, કારણ કે હાલ ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા 20,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. આ બેઠક ચૂંટણી દરમિયાન આંતરિક જુથવાદના કારણે ખુબ ચર્ચામાં આવી હતી.

  • 08 Dec 2022 10:33 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે હાલના વલણો મુજબ ભાજપ પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. હાલ ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

    https://www.youtube.com/watch?v=H2C9iUAVVEI

  • 08 Dec 2022 10:30 AM (IST)

    Surat Election Results Live, સુરત ઈલેક્શન રિઝલ્ટ: કતારગામ બેઠક પર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાર તરફ

    કતારગામ બેઠક પર આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા હાર તરફ જઈ રહ્યા છે, કારણ કે ભાજપ ઉમેદવાર વિનુભાઈ મોરડિયા 8 હજાર મતોથી આગળ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 10:28 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : મત ગણતરીના 10-00 વાગ્યા સુધીના વલણો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના મત ગણતરીના 10-00 વાગ્યા સુધીના શરૂઆતી વલણોમાં આ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 10:26 AM (IST)

    Dhoraji Election Results Live, ધોરાજી ઈલેક્શન રિઝલ્ટ : ધોરાજી બેઠક પર ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાની જીત

    ધોરાજી બેઠકમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાની જીત થઈ છે,જ્યારે કોંગી ઉમેદવાર લલિત વસોયાની હાર થઈ છે. આપને જણાવી દઈએ કે પરિણામ પહેલા જ લલિત વસોયાએ હાર સ્વીકારી લીધી હતી.

  • 08 Dec 2022 10:24 AM (IST)

    Mehsana Election Results : ઊંજામાં ભાજપ મોટી જીત તરફ

    મહેસાણાની ઊંજા બેઠક પર ભાજપ મોટી જીત તરફ આગળ વધી રહ્યું છે.

  • 08 Dec 2022 10:18 AM (IST)

    Gujarat Election 2022 Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : ચૂંટણી પરિણામ પહેલા ગૃહપ્રધાન હર્ષ સંધવીએ ટ્વિટ કર્યું

    ગુજરાત વિધઆનસભા ચૂંટણીના પરિણામ પહેલા ગૃહપ્રધાન હર્ષ સંધવીએ ટ્વિટ કર્યું છે. આપને જણાવી દઈએ કે, આ વખતે ભાજપ 147 થી વધુ બેઠક પર આગળ જોવા મળી રહ્યું છે. તેથી ભાજપ તમામ રેકોર્ડ તુટે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

  • 08 Dec 2022 10:10 AM (IST)

    Anand Election Results Live : આંકલાવ બેઠક પર કોંગી ઉમેદવાર અમિત ચાવડા પાછળ

    આંકલાવ બેઠક પર કોંગી ઉમેદવાર અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાછળ જોવા મળી રહ્યા છે. આ બેઠક કોંગ્રેસનો મજબૂત ગઢ ગણાય છે. તો અમદાવાદની મોટાભાગની કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક પર હાલ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 10:04 AM (IST)

    Narmada Election Results Live , નર્મદા ઈલેક્શન રિઝલ્ટ: ડેડિયાપાડા બેઠક પર આપ ઉમેદવાર 5 હજાર મતોથી આગળ

    નર્મદાની ડેડિયાપાડા બેઠક પર આપ ઉમેદવાર ચૌતર વસાવા 5 હજાર મતોથી આગળ ચાલી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આદિવાસી પટ્ટામાં હંમેશા BTP નો દબદબો રહ્યો છે. જો કે આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે.

  • 08 Dec 2022 10:00 AM (IST)

    Rajkot Election Results 2022, રાજકોટ ઈલેક્શન રિઝલ્ટ : રાજકોટ શહેર અને જિલ્લાની તમામ બેઠક પર ભાજપ આગળ

    સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના વોટબેંક તોડી છે અને તેના કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકશાન થયુ છે. હાલ રાજકોટ શહેર અને જિલ્લાની તમામ 8 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 09:56 AM (IST)

    Gujarat Election Results Live, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : આ વખતે ભાજપ તોડી શકે છે રેકોર્ડ

    સૌરાષ્ટ્રમાં 54 માંથી 45 બેઠક,દક્ષિણ ગુજરાતમાં 35 માંથી 27 બેઠક તો મધ્ય ગુજરાતમાં 61 માંથી 55 બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. એટેલે કે કહી શકાય કે ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડી શકે છે.

  • 08 Dec 2022 09:50 AM (IST)

    Viramgam Election Results 2022 : મત ગણતરીના ચોથા રાઉન્ડના અંતે પણ હાર્દિક પટેલ આગળ

    મત ગણતરીના ચોથા રાઉન્ડના અંતે પણ હાર્દિક પટેલ આગળ જોવા મળી રહ્યા છે. તો ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર પર આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે,આ બંને નેતાઓ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો.

  • 08 Dec 2022 09:47 AM (IST)

    Gondal Election results 2022, ગોંડલ ઈલેક્શન રિઝલ્ટ : ગોંડલ બેઠક પર ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા 9 હજારથી વધુ મતોથી આગળ

    ગોંડલ બેઠક પર ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા 9 હજારથી વધુ મતોથી આગળ જોવા મળી રહ્યુ છે.મહત્વનું છે કે ચૂંટણી વખતે આ  બેઠક હંમેશા ચર્ચામાં રહી હતી. કારણ કે ભાજપ સમર્થક રીબડા જૂથે કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી હતી.

  • 08 Dec 2022 09:42 AM (IST)

    Surat Election Results Live, સુરત ઈલેક્શન રિઝલ્ટ : મજૂરા બેઠક પર ભાજપ ઉમેદવાર હર્ષ સંઘવી 20,000 મતોથી આગળ

    સુરતની મજૂરા બેઠક પર ભાજપ ઉમેદવાર હર્ષ સંઘવી 20,000 મતોથી આગળ જોવા મળી રહ્યા છે. આ બેઠક હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી હાલ ભાજપને કોઈ નુકસાન ન થતુ હોવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

  • 08 Dec 2022 09:38 AM (IST)

    Gujarat Election Results 2022, ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ : શરૂઆતી વલણમાં ગુજરાતમાં ભાજપને 52.8 ટકા

    ચૂંટણીપંચની વેબસાઈટ મુજબ શરૂઆતી વલણમાં ગુજરાતમાં ભાજપને 52.8 ટકા, કોંગ્રેસને 26,8 ટકા અને આમ આદમી પાર્ટીને 14 ટકા મત મળ્યા છે.

  • 08 Dec 2022 09:29 AM (IST)

    Amreli Election Results Live : અમરેલી ઈલેક્શન રિઝલ્ટ,ધારીમાં આપ ઉમેદવાર 1400 મતે આગળ

    અમરેલી જિલ્લાની ધારી બેઠક પર આપ ઉમેદવાર 1400 મતે આગળ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે આ બેઠક કોંગ્રેસનો ગઢ રહ્યો છે. જો કે આ વખતે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને ફટકો પડી શકે છે.

  • 08 Dec 2022 09:28 AM (IST)

    Gujarat Election Results Live : કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા આગળ

    મતગણતરીના શરૂઆતી વલણમાં કુતિયાણા બેઠક પરથી કાંધલ જાડેજા આગળ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક પર હંમેશા કાંધલ જાડેજાના પરિવારનો દબદબો રહ્યો છે.

  • 08 Dec 2022 09:25 AM (IST)

    Ahmedabad Election Results Live : દરિયાપુર બેઠક પર ભાજપ ઉમેદવાર કૌશિક જૈન આગળ

    અમદાવાદની હાઈપ્રોફાઈલ બેઠક ગણાતી દરિયાપુર બેઠક પર ભાજપ ઉમેદવાર કૌશિક જૈન આગળ જોવા મળી રહ્યા છે. તો કોંગી ઉમેદવાર ગ્યાસુદીન શેખ પાછળ ચાલી રહ્યા છે.

  • 08 Dec 2022 09:22 AM (IST)

    Gujarat Election Results Live : સૌરાષ્ટ્ર ઝોન અને ગ્રામ્ય વિસ્તારોમાં AAP થી કોંગ્રેસને નુકસાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી થોડા કલાકોમાં જ ચિત્ર સ્પષ્ટ થશે. જો અત્યારના શરૂઆતી વલણ પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર ઝોન અને ગ્રામ્ય વિસ્તારોમાં AAP થી કોંગ્રેસને નુકસાન થયુ છે. આ ઝોન પર કોંગ્રેસનો દબદબો હતો, જો કે આમ આદમી પાર્ટીને કારણે કોંગ્રેસની વોટબેંકને અસર થઈ છે.

  • 08 Dec 2022 09:16 AM (IST)

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ 2022 : 9 વાગ્યા સુધીના મતગણતરીના શરૂઆતી વલણો

    મતગણતરીને એક કલાકથી વધુ સમય થઈ ગયો છે, ત્યારે 9 વાગ્યા સુધીના મતગણતરીના વલણોમાં આ ઉમેદવારો આગળ જોવા મળી રહ્યા છે.

  • 08 Dec 2022 09:13 AM (IST)

    Ahmedabad Election Results Live : ઘાટલોડિયા બેઠક પર CM ભૂપેન્દ્ર પટેલ આગળ

    અમદાવાદની હાઈ પ્રોફાઈલ ઘાટલોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર CM ભૂપેન્દ્ર પટેલ આગળ ચાલી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક પર કોંગ્રેસ અમી યાજ્ઞિકને મેદાનમાં ઉતાર્યા છે.

  • 08 Dec 2022 09:10 AM (IST)

    Gujarat assembly election Results : કોંગી ઉમેદવાર લલિત વસોયા અને અમિત ચાવડા પાછળ

      ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતગણતરીના શરૂઆતી વલણમાં  ધોરાજી બેઠક પર કોંગી ઉમેદવાર લલિત વસોયા પાછળ જોવા મળી રહ્યા છે અને આંકલાવ બેઠક પર અમિત ચાવડા પણ પાછળ ચાલી રહ્યા છે. આ બેઠકો કોંગ્રેસનો ગઢ ગણાય છે, ત્યારે જો આ વલણ યથાવત રહેશે તો કોંગ્રેસને ફટકો પડી શકે છે.

  • 08 Dec 2022 09:07 AM (IST)

    Gujarat Election 2022 Results Live : મતગણતરીના શરૂઆતી વલણમાં ભાજપ 129 બેઠક પર આગળ

    મતગણતરીના શરૂઆતી વલણમાં ભાજપ 129 બેઠક પર આગળ છે, તો 46 બેઠક પર કોંગ્રેસ અને 03 બેઠક પર આપ આગળ જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ 04 બેઠક પર અપક્ષ આગળ છે.

  • 08 Dec 2022 09:05 AM (IST)

    Gandhinagar Election Results Live : ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર આગળ

    શરૂઆતી વલણમાં ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોર આગળ જોવા મળી રહ્યા છે. રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર લડવા માગતા હતા જો કે ભાજપ હાઈકમાન્ડે તેમને ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી હતી.

  • 08 Dec 2022 09:03 AM (IST)

    Jam khambhaliya Election Results Live : ખંભાળિયામાં આપ ઉમેદવાર ઈસુદાન ગઢવી પાછળ

    ખંભાળિયામાં આપ ઉમેદવાર ઈસુદાન ગઢવી શરૂઆતી વલણમાં પાછળ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ઈસુદાન ગઢવી સામે ભાજપ ઉમેદવાર વિક્રમ માડમ છે. જેનો વર્ષોથી આ બેઠક પર દબદબો જોવા મળ્યો છે.

  • 08 Dec 2022 09:01 AM (IST)

    Gujarat Election Results Live : શરૂઆતી વલણમાં વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પાછળ

    શરૂઆતી વલણમાં વિરમગામ બેઠક પર હાર્દિક પટેલ પાછળ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયા હતા.

  • 08 Dec 2022 08:56 AM (IST)

    Narmada Election Results Live : ડેડિયાપાડા બેઠક પર આપ ઉમેદવાર ચૈતર વસાવા આગળ

    ડેડિયાપાડા બેઠક પર આપ ઉમેદવાર ચૈતર વસાવા આગળ જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ બેઠક  પર હંમેશા BTP નું વર્ચસ્વ જોવા મળ્યુ છે,આ વખતે પરંતુ આમ આદમી પાર્ટી આ બેઠક પરથી કાઠુ કાઢતુ જોવા મળી રહ્યુ છે.

  • 08 Dec 2022 08:53 AM (IST)

    Vadodara Election Results Live : વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્વ પાછળ

    વડોદરાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્વ પાછળ જોવા મળી રહ્યા છે, તો અપક્ષ ઉમેદવાર ધમેન્દ્રસિંહ વાઘેલા આગળ જોવા મળી રહ્યા છે. એટલે કે આ વખતે વાઘોડિયા બેઠક ચોપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે.

  • 08 Dec 2022 08:50 AM (IST)

    Bhavnagar Election Results Live : ભાવનગર પશ્વિમ બેઠક પર જીતુ વાઘાણી પાછળ

    ભાવનગર પશ્વિમ બેઠક પર જીતુ વાઘાણી પાછળ જોવા મળી રહ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી આ બેઠક પર શરૂઆતી વલણમાં આગળ જોવા મળી રહી છે.

  • 08 Dec 2022 08:47 AM (IST)

    Banaskantha Election Results Live : થરાદમાં ભાજપના શંકરસિંહ ચૌધરી આગળ

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ 2022 :  ગુજરાત ચૂંટણીના મતગણતરીના શરૂઆતી વલણમાં બનાસકાંઠાની હાઈ પ્રોફાઈલ બેઠક થરાદ પર ભાજપના શંકરસિંહ ચૌધરી આગળ જોવા મળી રહ્યા છે. જ્યારે કોંગી ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પાછળ જોવા મળ્યા છે.

  • 08 Dec 2022 08:46 AM (IST)

    Gujarat Election Results Live : શરૂઆતી વલણમાં એક્ઝિટ પોલ સાચા પડશે તેવા એંધાણ

    ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : ગુજરાત ચૂંટણીની મતગણતરીઓ શરૂ થઈ છે, ત્યારે શરૂઆતી વલણમાં એક્ઝિટ પોલ સાચા પડશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલ 100થી વધુ બેઠક પર ભાજપ આગળ જોવા મળી રહ્યુ છે.

    https://www.youtube.com/watch?v=H2C9iUAVVEI

  • 08 Dec 2022 08:43 AM (IST)

    Ahmedabad Election Results Live : અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ, દરિયાપુર બેઠકના કોંગી ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    અમદાવાદની દરિયાપુર બેઠકના કોંગી ઉમેદવાર ગ્યાસુદીન શેખે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આ વખતે સારી સરસાઈથી અમે જીતીશું.

  • 08 Dec 2022 08:35 AM (IST)

    Gujarat Election 2022 Results LIVE : શરૂઆતી વલણમાં 125 બેઠક પર ભાજપ આગળ

    ગુજરાત ચૂંટણીના મતગણતરી શરૂ થઈ ગઈ છે,  શરૂઆતી વલણમાં 125 બેઠક પર ભાજપ આગળ છે. તો 28 બેઠક પર કોંગ્રેસ અને 03 બેઠક પર આપ આગળ જોવા મળી રહ્યુ છે.

  • 08 Dec 2022 08:31 AM (IST)

    Gondal Election Results Live : ગોંડલ બેઠક પર ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા આગળ

    ગુજરાત ઈલેક્શન 2022 રિઝલ્ટ : આ વખતે ચૂંટણી દરમિયાન  ગોંડલ બેઠક ચર્ચામાં રહી હતી, ત્યારે હાલ શરૂઆતી વલણ મુજબ ભાજપ ઉમેદવાર ગીતાબા જાડેજા આગળ જોવા મળી રહ્યા છે. તો વડોદરા શહેરની 7 બેઠક પર પણ ભાજપ આગળ જોવા મળી રહી છે.

  • 08 Dec 2022 08:29 AM (IST)

    Surat Election Results Live : સુરતની પાંચ બેઠક પર ભાજપ આગળ

    સુરતની પાંચ બેઠક પર હાલ ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. જેમાં કતારગામ, મજૂરા, ચોર્યાસી, વરાછા, અને કરંજ નો સમાવેશ થાય છે. એટલે કે હાલ એક્ઝિટ પોલ સાચા પડતા જોવા મળી રહ્યા છે.

  • 08 Dec 2022 08:26 AM (IST)

    Gujarat Election Results Live : શરૂઆતી વલણમાં 115 બેઠક પર ભાજપ આગળ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણરી શરૂ થઈ છે,ત્યારે શરૂઆતી વલણમાં 115 બેઠક પર ભાજપ અને 23 બેઠક પર કોંગ્રેસ અને 03 બેઠક પર આપ આગળ જોવા મળી રહ્યું છે.

  • 08 Dec 2022 08:23 AM (IST)

    Amreli Election Results Live : અમરેલી અને મહુવા બેઠક પર કોંગ્રેસ આગળ

    ગુજરાત ચૂંટણીમાં દર વખતે ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે.ત્યારે શરૂઆતી વલણમાં અમરેલી અને મહુવા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે.

  • 08 Dec 2022 08:21 AM (IST)

    Surat Election Results Live : સુરતની હાઈ પ્રોફાઈલ બે બેઠક પર ભાજપ આગળ

    સુરતની હાઈ પ્રોફાઈલ બેઠક ગણાતી વરાછા અને મજૂરા બેઠક પર ભાજપના ઉમેદવાર આગળ જોવા મળી રહ્યા છે. વરાછામાં કુમાર કાનાણી અને મજૂરામાં હર્ષ સંઘવી મેદાને છે.

  • 08 Dec 2022 08:19 AM (IST)

    Ahemdabad Election Results : સાબરમતી બેઠકના ભાજપ ઉમેદવાર હર્ષદ પટેલે મોટી સરસાઈથી જીતનો દાવો વ્યક્ત કર્યો

    સાબરમતી બેઠકના ભાજપ ઉમેદવાર હર્ષદ પટેલે મોટી સરસાઈથી જીતનો દાવો વ્યક્ત કર્યો છે. તેણે કહ્યું કે આ વખતે તમામ રેકોર્ડ તુટશે અને હું 90000 લીડથી જીતીશ તેવો પણ દાવો કર્યો છે.

  • 08 Dec 2022 08:15 AM (IST)

    Gujarat Election Results Live Updates : પરિણામ પહેલા કમલમ ખાતે વિજયની તૈયારીઓ શરૂ કરાઈ

    ગાંધીનગર ઈલેક્શન રિઝલ્ટ : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ છે, ત્યારે ભાજપ પ્રવક્તા યમલ વ્યાસે ભાજપ સરકાર બનાવશે, તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સાથે જ પરિણામ પહેલા કમલમ ખાતે હાલ જશ્નની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે.

  • 08 Dec 2022 08:12 AM (IST)

    Ahmedabad Election Results Live : અમદાવાદની જમાલપુર ખાડિયા બેઠકના BJP ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ Live :  મતગણતરી શરૂ થઈ ગઈ છે,ત્યારે મતગણતરી કેન્દ્રો પર ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે. ત્યારે જમાલપુર ખાડિયા બેઠકના ઉમેદવાર ભૂષણ ભટ્ટએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, ગત વખતે જમાલપુર ખાડિયાના મતદારોએ ભૂલ કરી હતી તેઓ આ વખતે ભૂલ નહી કરે.

  • 08 Dec 2022 08:08 AM (IST)

    Gujarat Election 2022 Results Live : શરૂઆતના વલણમાં ભાજપ 10 બેઠક પર આગળ

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ Live :   ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ની મતગણતરી શરૂ થયુ છે. જો શરૂઆતના વલણની વાત કરીએ તો ભાજપ 10 બેઠક પર આગળ જોવા મળી રહ્યુ છે. તો 04 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આપ આગળ છે.

  • 08 Dec 2022 08:07 AM (IST)

    Gujarat Election 2022 Results Live : ગુજરાતમાં આ 7 બેઠક ભાજપ ક્યારેય જીતી શક્યુ નથી

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું પરિણામ આજે જાહેર થનાર છે, જો ઈતિહાસની વાત કરીએ તો આ સાત બેઠક પર ક્યારેય ભાજપ જીતી શક્યુ નથી.

  • 08 Dec 2022 07:59 AM (IST)

    Viramgam Constituency Result : ગુજરાતમાં સાતમી વાર ભાજપ સરકાર બનાવી રહી છે – હાર્દિક પટેલ

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ 2022 Live :   ગુજરાત વિધાનસભા ચૂંટણી2022 ની મતગણતરી થોડીવારમાં જ શરૂ થશે. તે પહેલા જ વિરમગામ બેઠક પરના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સતત 7 મી વાર ભાજપ સરકાર બનાવી રહી છે અને એક્ઝિટ પોલ સાચા જ પડશે.

  • 08 Dec 2022 07:52 AM (IST)

    Bhavnagar Election Result Live : શહેરની ઈજનેર કોલેજ ખાતે થોડીવારમાં મતગણતરી શરૂ થશે

    ભાવનગર શહેર અને જિલ્લાની 7 બેઠક પર થોડીવારમાં મતગણતરી શરૂ થશે. શહેરની ઈજનેર કોલેજ ખાતે આ તમામ બેઠકોની મતગણતરી કરવામાં આવશે. હાલ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો બીજી તરફ સુરક્ષા વ્યવસ્થાનો પણ ચાંપતો બંગોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 08 Dec 2022 07:46 AM (IST)

    Gujarat Election Result Live Updates : પરિણામ અગાઉ ફટાકડા બજારમાં પણ રોનક છવાઇ

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ LIVE : આજે ગુજરાતના રાજકીય સંગ્રામનો ફેંસલો થશે, તે અગાઉ જ ફટાકડા બજારમાં પણ રોનક છવાઇ ગઇ છે. તમામ પક્ષોએ જીતની તૈયારી કરી લીધી છે. જીતના જશ્ન માટે ફટાકડાની ડિમાન્ડ વધી છે. પરિણામ પહેલા ફટાકડા બજારમાં રોનક જોવા મળી રહી છે.

  • 08 Dec 2022 07:44 AM (IST)

    Gujarat election result live : અમદાવાદની ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા

    Ahmedabad Election Results Live (અમદાવાદ ઈલેક્શન રિઝલ્ટ) : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થશે. જો અગાઉના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો અમદાવાદની ઘાટલોડિયા બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રી આપ્યા છે.

  • 08 Dec 2022 07:37 AM (IST)

    Gujarat Election 2022 Results Live : 182 બેઠકો પર થોડીવારમાં શરૂ થશે મતગણતરી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ છે. 182 બેઠકો પર થોડીવારમાં મતગણતરી શરૂ થશે. અમદાવાદની ત્રણ કોલેજ ખાતે મતગણતરીની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. જો 2017 ના પરિણામની વાત કરીએ તો અમદાવાદની 16 વિધાનસભા બેઠક પરથી 12 બેઠક પર ભાજપ અને કોંગ્રેસે 4 બેઠક પર જીત મેળવી હતી. જો કે આ વખતે પરિબળો અલગ હોવાથી રાજકીય ચિત્ર બદલાઈ શકે છે.

  • 08 Dec 2022 07:22 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 LIVE : ચૂંટણી પરિણામને લઇને રાજ્યભરમાં જબરદસ્ત ઉતેજના

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે. ભાજપ, કોંગ્રેસ અને આપ ત્રણેય પક્ષોના જીતના દાવા કરી રહ્યુ છે. પરિણામને લઇને રાજ્યભરમાં જબરદસ્ત ઉતેજના જોવા મળી રહી છે. રાજ્યના કુલ 37 કેન્દ્રો પર હાથ ધરાશે મત ગણતરી. આ તરફ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો સ્ટ્રોંગ રૂમ બહાર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

  • 08 Dec 2022 07:17 AM (IST)

    Gujarat Election 2022 Results Live : મતગણતરી કેન્દ્રો પર તૈયારીઓને આખરી ઓપ અપાયો

    આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી2022 નું પરિણામ જાહેર થશે. હાલ મતગણતરી સ્થળોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલો ભાજપ પક્ષ સત્તા કાયમી રાખવા સફળ થાય કે પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પરિવર્તન કરે છે તેના પરથી થોડી કલાકોમાં જ પડદો ઉંચકી જશે. અમદાવાદની શહેર અને જિલ્લાની 21 બેઠકો પૈકી ગુજરાત કોલેજ ખાતે અમદાવાદની સાત વિધાનસભા બેઠકોની મતગણતરી કરવામાં આવશે.

  • 08 Dec 2022 07:09 AM (IST)

    ગુજરાત ચૂંટણી પરિણામ 2022 : ગાંધીનગરની 4 વિધાનસભા બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ

    ગાંધીનગરની 4 વિધાનસભા બેઠક પર આ વખતે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર દક્ષિણ બેઠકની વાત કરીએ તો ભાજપે આયાતી ઉમેદવાર અલ્પેશ ઠાકોરને મેદાને ઉતાર્યા છે. મતદાન અગાઉ પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. છતાં હાલ ભાજપ આ બેઠક પરથી અશ્વસ્થ જોવા મળી રહી છે. થોડી સરસાઈ રહેશે પરંતુ અલ્પેશ ઠાકોર અહીંથી જીતશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તોગાંધીનગર ઉત્તર બેઠક પરથી રીટાબેન પટેલને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે. અહીં ક્ષત્રિય સમાજનું વર્ચસ્વ છે. જો કે આ બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે.ત્યારે ભાજપ માટે અહીં કપરા ચઢાણ છે. તો કલોક બેઠક પણ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. મતદાન બાદ અહીં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારીની ઘટના પણ સામે આવી હતી. બીજી તરફ માણસા બેઠક ચૌધરી સમાજનું વર્ચસ્વ હોવાથી. આ સમાજ જે તરફ મતદાન કરે છે તે તરફ ચૂંટણીના પરિણામ જોવા મળતા હોય છે.

  • 08 Dec 2022 06:58 AM (IST)

    Gujarat Assembly Election 2022 Result Live : 182 બેઠકો માટે 1 હજાર 621 ઉમેદવારોના ભાવિનો થશે ફેંસલો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો. એક તરફ ભાજપે સત્તા કાયમી રાખવા એડીથી લઈને ચોટી સુધીનું જોર લગાવ્યુ, તો કોંગ્રેસે પણ કાઠુ કાઢવા શક્ય તમામ પ્રયાસ કર્યા છે. બીજી તરફ પંજાબ બાદ આમ આદમી પાર્ટીએ પરિવર્તનની આશથી બરાબરનું જોર લગાવ્યુ છે. ત્યારે આજે 182 બેઠકો માટે 1 હજાર 621 ઉમેદવારોના ભાવિના ફેંસલા સાથે ગુજરાતમાં કોની સરકાર બને છે. તે પણ સ્પષ્ટ થઈ જશે. મતગણતરી પહેલા ભાજપ, કોંગ્રેસ અને AAP એ  જીતનો દાવો વ્યક્ત કર્યો છે. જો કે આ સમગ્ર બાબત પરથી થોડી કલાકોમાં જ પડદો ઉંચકી જશે.

  • 08 Dec 2022 06:52 AM (IST)

    Gujarat Election 2022 Live Updates : 2017 ની ચૂંટણીમાં સાત બેઠકોના પરિણામે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ હતુ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ના આજે પરિણામો જાહેર થશે ,ત્યારે 2017 ચૂંટણીની વાત કરીએ તો સાત બેઠક એવી હતી કે જ્યાં માત્ર થોડી સરસાઈના આધારે જ જે-તે ઉમેદવારોએ બાજી મારી હતી.

  • 08 Dec 2022 06:47 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 : અમદાવાદમાં મતગણતરી સ્થળો પર ડ્રાયવર્ઝન રાખવામાં આવ્યુ

    અમદાવાદની 21 બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતી યોજાવાની છે. જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ છે. આ તરફ વિધાનસભાની ચૂટણીની મતગણતરી સ્થળો પર ડ્રાયવર્ઝન રાખવામાં આવ્યું છે. પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી આ અંગેની જાણકારી આપી છે. અમદાવાદમાં ગુજરાત કોલેજ એલિસબ્રીજ, એલડી એન્જીયરીંગ ગુજરાત યુનિ. પાસે અને ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજ આંબાવાડી પાસેના રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ માટે વાહનચાલકો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી શકે છે.

  • 08 Dec 2022 06:36 AM (IST)

    Gujarat Election 2022 Result Live : ગુજરાત ચૂંટણીના રણસંગ્રામની થોડીવારમાં શરૂ થશે મતગણતરી

    ગુજરાત ચૂંટણીના રણસંગ્રામની થોડીવારમાં મતગણતરી શરૂ થશે. રાજકીય પક્ષોના 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો થશે. કુલ 4.91 કરોડ મતદારોમાંથી 3 કરોડથી વધુએ મતદાન કર્યું હતુ.  મતગણતરીને લઈ ચૂંટણી પંચની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ નર્મદા જિલ્લામાં 78.42 ટકા મતદાન, તો સૌથી ઓછું બોટાદમાં 57.59 ટકા મતદાન થયુ હતુ.  બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયુ હતુ. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 72.49 ટકા મતદાન અને સૌથી ઓછું અમદાવાદમાં 59.05 ટકા મતદાન થયુ હતુ.

  • 08 Dec 2022 12:02 AM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામનો દિવસ,182 બેઠકો પર આઠ વાગેથી શરૂ થશે મતગણતરી

    ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે મતદાન બાદ હવે ગુજરાત વાસીઓ 8મી ડિસેમ્બરે જાહેર થનારા ચૂંટણીના પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે એક્ઝિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે. તો કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. બીજી તરફ મતગણતરીને લઈને શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

  • 07 Dec 2022 09:12 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સ્થળ પર ડાયવર્ઝન અપાયું

    અમદાવાદમાં વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સ્થળ પર ડાયવર્ઝન અપાયું છે. જેમાં પોલીસ કમિશનર જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં ગુજરાત કોલેજ એલિસબ્રીજ, એલડી એન્જીયરીંગ ગુજરાત યુનિવર્સિટી પાસે અને ગવર્નમેન્ટ પોલિટેકનીક કોલેજ આંબાવાડી પાસેના રોડ પર વાહનોની અવર જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે

  • 07 Dec 2022 07:30 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામનું કાઉન્ટડાઉન શરૂ

    મતદાન બાદ હવે ગુજરાતવાસીઓ 8મી ડિસેમ્બરે જાહેર થનારા ચૂંટણીના પરિણામની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે એક્ઝિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે. તો કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. બીજી તરફ મતગણતરીને લઈને શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે.

  • 07 Dec 2022 05:59 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : ગુજરાતમા ચોંકાવનારા પરિણામ આવશે :રઘુ શર્મા

    અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રભારીનું ચૂંટણીના પરિણામને લઈને નિવેદન સામે આવ્યું છે.જેના એક્ઝીટ પોલને અંગે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા એ કહ્યું કે અમે આ પોલને વખોડીએ છીએ. તેમણે કહ્યું કે સેમ્પલ સાઈઝ નાની હોવાના કારણે સર્વેમાં વિશ્વાસ નથી. તેમજ ગુજરાતમાં ચોંકાવનારા પરિણામ આવશે. તેમણે કહ્યું હતું કે મોંઘવારીના, ભ્રષ્ટચારના કારણે ગુજરાતના લોકોમાં ગુસ્સો હતો. 150ની વાતો કરતી ભાજપ ગત ચૂંટણીમાં 99 માં સમેટાઈ હતી. આ વખતે ભાજપના દાવા કરતા ખૂબ ઓછી બેઠકો આવશે.

  • 07 Dec 2022 04:53 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પૂર્વે કોંગ્રેસ નેતાઓની અમદાવાદમાં મહત્વની બેઠક મળી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં યોજાયેલી 182 વિધાનસભા બેઠકનું 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થનાર છે . જેના પગલે રાજકીય પક્ષોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જેના પગલે અમદાવાદમાં મતગણતરી પૂર્વે કોંગ્રેસના નેતાઓની મહત્વની બેઠક મળી હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના આગેવાનોની બેઠક મળી હતી. આ બેઠકમાં મતદાનના આંકડાના વિશ્લેષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લક્ષ્યાંક સામે મતદાન મુજબ કેટલી બેઠક મળે છે તેનું પણ આંકલન કરવામાં આવી રહ્યું છે.

  • 07 Dec 2022 04:21 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : અમદાવાદની 21 બેઠકો માટે ત્રણ સ્થળોએ મતગણતરી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    અમદાવાદમાં આવતીકાલે 21 બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતરી યોજાવાની છે.જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કૉલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે.. સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ છે..સ્ટ્રોંગરૂમ બહાર પ્રથમ સ્તરમાં CRPF બીજા સ્તરમાં SRP અને ત્રીજા સ્તરમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે.CCTVથી સતત EVMનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે.. CCTV હેઠળ જ મતગણતરી કરવામાં આવશે..પહેલા 30 મિનિટ બેલેટ પેપરની મતગણતરી થશે.. ત્યારબાદ EVMની મતગણતરી થશે.. મતગણતરી સેન્ટર પર અંદર જતા લોકોને પાસ અને આઈકાર્ડની ચકાસણી બાદ જ એન્ટ્રી અપાય છે..

  • 07 Dec 2022 04:10 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : એકિઝટ પોલના આંકડા આવતા વડિયા શહેરમાં મફત ચા પીવડાવતા ટી સ્ટોલના માલિક

    Gujarat Election 2022 Results LIVE :  એકિઝટ પોલના આંકડા આવતાની સાથે અમરેલીના  વડિયામાં  હોટલ માલિકે મફત ચાનું વેચાણ શરૂ કર્યું હતું.  વડિયા શહેર અને અમરેલી 95 વિધાનસભામાં ભાજપનો ભગવો લહેરારાવવાની શકયતાને પગલે  ટી સ્ટોલ ના માલિક જગાભાઈ માલધારી દ્વારા સમગ્ર શહેરમાં મફત ચા પીવડાવી લોકોમાં પણ ઉત્સાહ વધાર્યો છે. હોટલ માલિકે કહ્યું કે બે દિવસ સુધી તદન મફત ચા પીવડાવીશ. ભાજપના ઉમેદવાર કૌશિકભાઈ વેકરીયાનો કોંગ્રેસના પરેશ ધાનાણી સામે  જંગ છે.

  • 07 Dec 2022 03:50 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : વલસાડની 5 બેઠક માટે સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી

    Gujarat Election 2022 Results LIVE :  વલસાડ જિલ્લામાં કુલ પાંચ બેઠકો માટે આવતીકાલે સરકારી ઇજનેરી ખાતે મત ગણતરી યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ આવતીકાલે ગુજરાત ઉપર કોણ રાજ કરશે એ સ્પષ્ટ થઇ જશે. આવતીકાલે સવારે  8 વાગ્યે ગણતરી શરુ થઇ જશે, પહેલા બેલેટ પેપરની મત ગણતરી કરાશે અને ત્યાર બાદ ઈ.વી.એમની મત ગણતરી શરુ કરાશે. વલસાડ જિલ્લા પ્રશાસન એ મત ગણતરી માટે પુરતી તૈયારીઓ કરી લીધી છે અને શાંતિ પૂર્ણ માહોલમાં મત ગણતરી થાય એ માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 07 Dec 2022 03:28 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : ભાવનગરની 7 બેઠકની મતગણતરી માટે થ્રીલેયર સુરક્ષા

    Gujarat Election 2022 Results LIVE : ભાવનગર શહેર અને જિલ્લાની સાત વિધાનસભા સીટની મતગણતરી માટે ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. આવતીકાલે સરકારી ઈજનેર કોલેજમાં ભાવનગરની 7 વિધાનસભા બેઠક માટે મતગણતરી થશે. મતગણતરીમાં થ્રીલેયર સુરક્ષા વ્યવસ્થા રહેશે. મતગણતરીને લઈને ચુંટણી વિભાગે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

  • 07 Dec 2022 03:17 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : મિડીયા સેન્ટર સિવાય નહીં લઈ જઇ શકાય મોબાઇલ ફોન

    Gujarat Election 2022 Results LIVE :   રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજ્યના 33 જિલ્લામાં 37 મતગણતરી મથકોએ તમામ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મત ગણતરી કેન્દ્રના કેમ્પસની બહાર સ્થાનિક પોલીસનો પહેરો હશે. મતગણતરી લોકેશન પર એસઆરપીએફ અને મતગણતરી કેન્દ્રના દરવાજાની બહાર સીએપીએફનો ચુસ્ત બંદોબસ્ત હશે. ફરજ પરના અધિકારીઓ અને ખાસ મંજૂરી પ્રાપ્ત રાજકિય પ્રતિનિધિઓ સિવાય વ્યક્તિ કે વાહનને આ સંકુલમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

  • 07 Dec 2022 03:16 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : આવતીકાલે રાજ્યના કુલ 37 કેન્દ્ર ઉપર મતગણતરી-પી. ભારતી

    Gujarat Election 2022 Results LIVE : ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022ની મતગણતરી આવતીકાલે તારીખ 8  ડિસેમ્બરના રોજ  હાથ ધરાશે ત્યારે  ચૂંટણી કમિશ્નર પી. ભારતીએ જણાવ્યું હતું કે  સમગ્ર રાજ્યમાં  37 મતગણતરી કેન્દ્રો પર  મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.  તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદમાં 03 મતગણતરી કેન્દ્રો પર, સુરતમાં 02 મતગણતરી કેન્દ્ર પર અને આણંદમાં પણ 02 મતગણતરી કેન્દ્રો છે. એ સિવાય તમામ જિલ્લાઓમાં એક-એક મતગણતરી કેન્દ્ર ઉપર એકીસાથે મત ગણતરી શરૂ કરાશે.

    રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.  સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

  • 07 Dec 2022 03:04 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : મહેસાણામાં મર્ચન્ટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે મતગણતરી

    Gujarat Election 2022 Results LIVE : મહેસાણા જિલ્લાની સાત વિધાનસભાની બેઠકોની મતગણતરી માટે જિલ્લા ચૂંટણીતંત્ર સજ્જ છે અને  8 મી ડિસેમ્બરના રોજ મરચન્ટ એન્જીયરીંગ કોલેજ બાસણા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. જે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલે મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરી આવશ્યક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સી.સી.ટી.વી. કેમેરા અને એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા, અધિકારીઓ અને રાજકીય પક્ષોના ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, કંટ્રોલ રૂમ, મીડીયા રૂમ સહિતની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. આ ઉપરાંત મતગણતરી કેન્દ્ર ખાતે તૈનાત પોલીસ સ્ટાફ અને મિલિટ્રી જવાનોને મળી ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા અંગે ચકાસણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છેકે 20- ખેરાલુમાં 270 મતદાન મથકો,21 ઊંઝા માં 246 મતદાન મથકો,22 વિસનગરમાં 238 મતદાન મથકો,23 બેચરાજીમાં 285 મતદાન મથકો,24 કડીમાં 307 મતદાન મથકો,25 મહેસાણામાં  275 મતદાન મથકો,26 વિજાપુરમાં 248 મતદાન મથકો સહિત કુલ 1869 મતદાન મથકો આવેલા છે.

  • 07 Dec 2022 02:52 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : દાહોદમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોનો હોબાળો

    Gujarat Election 2022 Results LIVE :  દોહાદમાં મતગણતરી કેન્દ્રની સુરક્ષાને લઇ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે હોબાળો મચાવ્યો હતો.  મતગણતરી કેન્દ્રમાં EVM સાથે ચેડાં થતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસના ગરબાડાના ઉમેદવાર ચંદ્રિકા બારીયાના સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું કે મતગણતરી કેન્દ્રમાં રાત્રે શંકાસ્પદ લોકો અને વાહનોની અવરજવર થઇ રહી છે…સાથે જ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપને હારનો ડર લાગી રહ્યો છે. એટલા માટે મતગણતરી યોગ્ય રીતે ન થાય તેમ ભાજપ ઇચ્છે છે.

  • 07 Dec 2022 02:31 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : નર્મદા જિલ્લાના પરિણામ ઉપર રહેશે નજર

    Gujarat Election 2022 Results LIVE: નર્મદા જિલ્લાની બે બેઠકોના પરિણામ પર આવતીકાલે સૌ કોઈની નજર હશે. નર્મદા અને નાંદોદ બેઠકની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાયલમાં થશે. નાંદોદ બેઠકની 22 રાઉન્ડમાં અને અન્ય બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.42 ટકા થયું હતું.

  • 07 Dec 2022 02:27 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : સાબરકાંઠાની ચાર બેઠકોની હિંમતનગરમાં થશે મતગણતરી

    Gujarat Election 2022 Results LIVE :   સાબરકાંઠાની ચાર બેઠકોની હિંમતનગરમાં  મતગણતરી થશે. આ મત ગણતરી સરકારી પોલિટેકનિક  ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં 4 હોલમાં   48 ટેબલ  ઉપર 200થી વધુ  કર્મચારીઓ મતગણતરી  હાથ ધરવામાં આવશે.  એક હોલમાં એક વિધાનસભા બેઠકની ગણતરી કરાશે. મતગણતરીના સ્થળ ઉપર થ્રી લેયર સુરક્ષા બંદોબસ્ત ઉભો  કરવામાં આવ્યો છે.

  • 07 Dec 2022 02:21 PM (IST)

    Gujarat Election 2022 Results LIVE : વડોદરાની 10 બેઠક માટે પોલિટેકનિક ખાતે થશે મતગણતરી

    Gujarat Election 2022 Results LIVE :   વડોદરાની 10 બેઠક માટે આવતીકાલે સવારે પોલિટેક્નિક કૉલેજમાં મતગણતરી થશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કૉલેજમાં જ્યાં EVM રખાયા છે તે સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષા ગોઠવી દેવાઈ છે. અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ અને 70 જેટલા CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે.

  • 07 Dec 2022 02:03 PM (IST)

    Gujarat Election 2022 Live Updates : એક્ઝિટ પોલના આંકડા ખોટા પડશે : લલિત વસોયા

    રાજકોટના કોંગી ઉમેદવાર લલિત વસોયાએ એક્ઝિટ પોલ પર પોતાનુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, એક્ઝિટ પોલના આંકડાઓ ભૂતકાળમાં ખોટા પડ્યા છે અને આ વખતે પણ એક્ઝિટ પોલ ના આંકડા ખોટા પડશે. લોકોએ મોંઘવારી, બેરોજગારી અને કોરોનાની હાલાકી જોઈ મતદાન કર્યું છે. તો સાથે ભાજપે AAP ના ઉમેદવારને નાણાં આપી કોંગ્રેસને હરાવવા પ્રયાસ કર્યા છે.

  • 07 Dec 2022 01:59 PM (IST)

    Vadodara Counting Live : વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી

    વડોદરાની 10 બેઠક માટે આવતીકાલે સવારે પોલિટેક્નિક કૉલેજમાં મતગણતરી થશે. જેને લઈ જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોલેજમાં જ્યાં EVM રખાયા છે તે સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષા ગોઠવી દેવાઈ છે. અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ અને 70 જેટલા CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે.

  • 07 Dec 2022 01:35 PM (IST)

    Mahisagar Voting Updates : મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકની પી.એન.પંડયા કોલેજમાં થશે મતગણતરી

    મહીસાગર જિલ્લાની ત્રણ બેઠકની આવતી કાલે  પી.એન.પંડયા કોલેજમાં મતગણતરી થશે.  લુણાવાડા, બાલાસિનોર અને સંતરામપુર સહિતની બેઠકોની મતગણતરી કરાશે. બીજી તરફ સ્ટ્રોંગ રૂમ બહાર 1 SP , 2 DYSP સહિત 150 પોલીસ સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.

  • 07 Dec 2022 01:27 PM (IST)

    Gujarat Election 2022 Live : કોંગી ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન બાદ હવે સૌ કોઈની નજર પરિણામ પર છે. એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપ ફરી સરકાર બની રહી છે. જો કે કોંગ્રેસ જીતને લઈ હકારાત્મક જોવા મળી રહી છે. આપ માંથી ફરી હાથનો સાથ દેનાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ TV9 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ સરકાર બનાવી રહી છે. આમ આદમી પાર્ટી B ટીમ તરીકે આવી અને તેણે ભાજપના મત તોડ્યા છે. જેનો કોંગ્રેસને ફાયદો થશે તેવો દાવો વ્યક્ત કર્યો.

  • 07 Dec 2022 01:03 PM (IST)

    Ahmedabad Voting Updates : અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે 3 કોલેજમાં મતગણતરી થશે

    આવતીકાલે અમદાવાદની 21 બેઠક માટે મતગણતરી કરવામાં આવશે. અમદાવાદમાં 3 જગ્યાએ મતગણતરી યોજાવાની છે. જેમાં એલ.ડી.એન્જિનિયરિંગ, ગુજરાત કૉલેજ અને પોલિટેક્નિક કૉલેજનો સમાવેશ થાય છે. કોઈ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે કલેક્ટર, પોલીસ કમિશનર અને અન્ય અધિકારીઓએ ત્રણેય સ્થળની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. સ્ટ્રોગરૂમને સાચવવા ત્રણ સ્તરની સુરક્ષા ગોઠવાઈ છે. સ્ટ્રોંગરૂમ બહાર પ્રથમ સ્તરમાં CRPF, બીજા સ્તરમાં SRP અને ત્રીજા સ્તરમાં પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો છે. CCTVથી સતત EVMનું મોનિટરિંગ કરાઈ રહ્યું છે. CCTV હેઠળ જ મતગણતરી કરવામાં આવશે. પહેલા 30 મિનિટ બેલેટ પેપરની મતગણતરી થશે, ત્યારબાદ EVMની મતગણતરી થશે. મતગણતરી સેન્ટર પર અંદર જતા લોકોને પાસ અને આઈકાર્ડની ચકાસણી બાદ જ એન્ટ્રી અપાય છે.

  • 07 Dec 2022 12:44 PM (IST)

    Gujarat Election 2022 Result Live : ચૂંટણી પંચે મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી

    મતગણતરીને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે ચૂંટણી પંચે મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. જિલ્લાના દરેક મુખ્ય મથકના સ્ટ્રોંગરૂમ બહાર અભેદ સુરક્ષાચક્ર છે. અર્ધલશ્કરી દળના જવાનોનું ત્રિસ્તરીય સુરક્ષા કવચ રાખવામાં આવ્યું છે. CCTV કેમેરાની મદદથી સતત 24 કલાક દેખરેખ રાખવામાં આવી છે. મતગણતરી પહેલા અધિકારીઓએ સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કર્યું હતું. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને જામનગરમાં મતગણતરી માટેની તમામ વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી છે.

  • 07 Dec 2022 12:38 PM (IST)

    Jamnagar Voting Live Updates : જામનગરની હરીયા કોલેજમાં 5 બેઠકોની મતગણતરી થશે

    જામનગર જિલ્લાની 5 બેઠકોની હરીયા કોલેજમાં મતગણતરી થશે. કુલ 5 બેઠકોની 67 ટેબલ પર 96 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરવામાં આવશે..મતગણતરી કેન્દ્ર પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. મત ગણતરીની વાત કરીએ તો, જામનગર ગ્રામ્યની 21 રાઉન્ડમાં, જામનગર ઉત્તરની 16 રાઉન્ડમાં, જામનગર દક્ષિણની 14 રાઉન્ડમાં અને જામજોધપુરની 20 રાઉન્ડમાં મત ગણતરી થશે. જિલ્લાની 5 બેઠકની ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થશે. તો જામજોધપુર બેઠક પર ભાજપની સામે AAPની ટક્કર થશે. 2017માં પાંચ બેઠક પૈકી 3 કોંગ્રેસ અને 2 બેઠક ભાજપે મેળવી હતી.પેટા ચૂંટણીમાં વધુ એક બેઠક ભાજપે મેળવતા 3 ભાજપ અને 2 કોંગ્રેસ પાસે રહી હતી.

  • 07 Dec 2022 12:24 PM (IST)

    Porbandar Voting Updates : મતગણતરીને લઈ તંત્રએ તૈયારીઓને આપ્યો આખરી ઓપ

    પોરબંદરના પોલીટેકનિક કોલેજમાં આવતીકાલે મત ગણતરી થશે. એ વિભાગમાં પોરબંદરની અને બી વિભાગમાં કુતિયાણા બેઠકની મતગણતરી થશે. કુલ 14 ટેબલ પર 19 રાઉન્ડમાં મત ગણતરી યોજાશે. પ્રથમ બેલેટ પેપરની મત ગણતરી હાથ ધરવામાં આવશે.

  • 07 Dec 2022 12:20 PM (IST)

    Narmada Voting Live : નર્મદા જિલ્લાની તમામ બેઠકો પર એક જ જગ્યાએથી થશે મતગણતરી

    મતદાનમાં પ્રથમ નંબરે આવનાર નર્મદા જિલ્લાની તમામ બેઠકોના પરિણામ પર આવતીકાલે સૌ કોઈની નજર હશે. નર્મદા, ડેડીયાપાડા અને નાંદોદ બેઠકની છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયમાં મતગણતરી થશે. નાંદોદ બેઠકની 22 રાઉન્ડમાં અને અન્ય બેઠકની 23 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાશે. વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.42 ટકા થયુ હતુ.

  • 07 Dec 2022 12:08 PM (IST)

    Gujarat Election Live Update : ઠાસરા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને ધમકી મળતા નોંધાવી ફરિયાદ

    ખેડાના કોંગ્રેસ ઉમેદવાર કાંતિ પરમારે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા મોબાઈલ નંબર પરથી ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. કાંતિ પરમારે કહ્યું કે હું જીતવાનો છું એટલે વિરોધીઓ વાતાવરણ બગાડવા ઇચ્છે છે.

  • 07 Dec 2022 12:02 PM (IST)

    Gandhinagar Voting Live Updates : ગાંધીનગરમાં સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

    ગાંધીનગર જિલ્લાની 5 બેઠક માટે આવતીકાલે સેક્ટર 15 માં આવેલી સરકારી કોલેજમાં મતગણતરી કરાશે. જેને લઈ ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. સ્ટ્રોંગ રૂમ બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

  • 07 Dec 2022 11:48 AM (IST)

    Banaskantha Voting Live Updates : ચૂંટણી પરિણામને લઈ બનાસકાંઠા તંત્ર સજ્જ

    આવતીકાલે બનાસકાંઠાની 9 વિધાનસભા બેઠક પર મતગણતરી થવાની છે. જેને લઇ તંત્રએ પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલી જગાણા એન્જીનિયરિંગ કોલેજમાં તમામ તૈયારી પૂર્ણ કરી છે. 550 જેટલો અધિકારી અને કર્મચારીનો સ્ટાફ મતગણતરી પ્રક્રિયામાં હાજર રહેશે. જ્યારે 400 જેટલા પોલીસના જવાનો અને પેરામીલેટ્રી ફોર્સના જવાનો પણ સુરક્ષામાં હાજર રહેશે. એટલું જ નહીં સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી અને વીડિયો રેકોર્ડિંગ સાથે થશે. સાથે જ 9 બેઠકો માટેની ગણતરી માટે અલગ અલગ ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે. આ ત્રણ વિભાગમાં મતગણતરી થશે. તો સવારે પાંચ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી એક તરફનો પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે માર્ગ 2 કિલોમીટર બંધ રહેશે. મહત્વનું છે કે બનાસકાંઠામાં 71 ટકા જેટલું મતદાન થયું છે અને 75 જેટલા ઉમેદવારોના ભાવિ EVMમાં સીલ છે..કાલે 75 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

  • 07 Dec 2022 11:43 AM (IST)

    Gujarat Election 2022 : પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં પરિણામ બાદની રણનિતી ઘડાઈ

    ગુજરાત ચૂંટણીના મતદાન બાદ હવે સૌ કોઈની નજર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ પર છે. જો કે એક્ઝિટ પોલ મુજબ ફરી ભાજપ સરકાર બનાવી રહી છે. તો આ તરફ એક્ઝિટ પોલ કરતા વિપરીત પરિણામનું કોંગ્રેસનું આકલન છે. આજે બેઠક મળી જેમાં પરિણામ આવ્યા બાદની રણનિતી પણ નક્કી કરવામાં આવી હતી. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજસ્થાન લઇ જવાની હિલચાલ કરવામાં આવી રહી છે. ઉદયપુર રિસોર્ટ ચૂંટાયેલા ધારાસભ્ય લઇ જવાશે. જો કે પરિણામ બાદ કોંગ્રેસના હાઈ કમાન્ડ દ્વારા  આખરી નિર્ણય લેવામાં આવશે. ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપ દ્વારા તોડવાનો ડર હાલ કોંગ્રેસ પક્ષને છે.

  • 07 Dec 2022 11:24 AM (IST)

    Gir Somnath Voting Live : ગીર સોમનાથની એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટમાં 4 બેઠકની થશે મતગણતરી

    ગીર સોમનાથ જિલ્લાની ચાર બેઠકોની આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે. એન.જે.સોનેચા ઈન્સ્ટિટ્યૂટમાં મતગણતરી થશે. સોમનાથ બેઠકની 20 રાઉન્ડ, ઉના બેઠકની 20 રાઉન્ડ, તાલાલા અને કોડીનાર બેઠકની 19 રાઉન્ડમાં મત ગણતરી થશે.  CCTV અને રાઉન્ડ ધ ક્લોક CAPFની સુરક્ષા વચ્ચે EVM રાખવામાં આવ્યા છે. મતગણતરીના દિવસે 250 થી વધુ સરકારી કર્મીઓ અને અધિકારીઓ ફરજ પર હાજર રહેશે.

  • 07 Dec 2022 11:15 AM (IST)

    Rajkot Voting Live Updates : કણકોટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે 8 વિધાનસભા બેઠકની મત ગણતરી

    આવતીકાલે રાજકોટની કણકોટ એન્જિનિયરીંગ કોલેજ ખાતે 8 વિધાનસભા બેઠકની મત ગણતરી કરવામાં આવશે.  સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે.  સૌથી પહેલા બેલેટ પેપરની ગણતરી થશે, બાદમાં EVM થી ગણતરી શરૂ થશે.એક રાઉન્ડમાં 14 ટેબલ પર  ગણતરી થશે. બપોરે 12 વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાનું ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

  • 07 Dec 2022 11:08 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 Live : અમદાવાદમાં છેલ્લી ઘડીએ થયેલું મતદાન નિર્ણાયક સાબિત થશે

    અમદાવાદમાં બીજા તબક્કાના મતદાનમાં ક્યાંક વધારો તો ક્યાંક ઘટાડો નોંધાયો છે. ચૂંટણી પંચે સોમવારે સાંજે જાહેર કરેલા આંકડા અને અંતિમ મતદાનના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે. સાંજે 5 કલાકે મતદાનનો સમય પૂરો થયા પછી એક રાતમાં શહેરનું કુલ મતદાન 52 ટકાથી વધીને 59 ટકા થયું છે. દરિયાપુરમાં સૌથી વધુ 12 ટકા મતદાન વધ્યું છે. વેજલપુરમાં 31 હજાર મત વધ્યા છે. જ્યારે અસારવા, વટવા, દરિયાપુરમાં સમય પછી 25 હજાર મત પડ્યા હતા.  જ્યારે નારણપુરામાં 2 હજાર 351 મત ઘટ્યા હતા અને એલિસબ્રિજ, મણિનગરમાં 5 હજાર કરતાં ઓછા મત પડ્યા હતા. નિષ્ણાતોના મતે, છેલ્લી ઘડીએ થયેલું મતદાન જ આ વખતની ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે.

  • 07 Dec 2022 11:05 AM (IST)

    Gujarat Election Live Updates : અંકલેશ્વરના કોંગ્રેસ ઉમેદવારે BJP નેતા સામે નોંધાવી ફરિયાદ

    અંકલેશ્વરના કોંગ્રેસ ઉમેદવારે ભાજપ નેતા સામે ફરિયાદ નોંધાવી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે.  ભાજપ અગ્રણી સંદીપ પટેલે કોંગી ઉમેદવાર વિજયસિંહને ધમકી આપી હતી, જેનો કથિત ઓડિયો પણ વાયરલ થયો હતો.

  • 07 Dec 2022 11:00 AM (IST)

    Gujarat Election 2022 : સુરતમાં SVNIT અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કરાશે

    આવતીકાલે મતગણતરીને લઈ સુરતનું તંત્ર સજ્જ છે. સુરતમાં SVNIT કૉલેજ અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી કરાશે. જ્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કૉલેજમાં પ્રવેશતી દરેક કારની તપાસ કરીને માહિતી મેળવવામાં આવી રહી છે. ગાંધી એન્જિનિયરિંગ કૉલેજમાં 10 બેઠકની મતગણતરી થશે. જ્યારે SVNIT કૉલેજમાં 6 બેઠકની મતગણતરી થશે. 2 ગેટથી મતગણતરી કેન્દ્ર પર પ્રવેશ આપવામાં આવશે.

  • 07 Dec 2022 10:29 AM (IST)

    Gujarat Election 2022 Live : બીજા તબક્કામાં 93 મતક્ષેત્રોમાં 6.50 ટકા ઊંચો તફાવત જોવા મળ્યો

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન વધીને 65.30 ટકા થયું છે.  ગઈકાલે સવાર સુધી ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાની ટર્નઆઉટ એપ્લિકેશનમાં મતદાનનો આંકડો 64.39 ટકા નોંધાયું હતું. જોકે ચૂંટણી પંચે ફાઈનલ આંકડો જાહેર કર્યો હતો. પ્રાથમિક અંદાજ મુજબ સોમવારે સાંજે 5 વાગ્યા બાદ 16.34 લાખથી વધુ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે. સામાન્ય રીતે ચૂંટણીઓમાં પ્રાથમિક અને અંતિમ મતદાનની ટકાવારી વચ્ચે 2 થી 3 ટકાનો તફાવત રહેતો હોય છે,  પરંતુ આ વખતે પ્રથમ તબક્કાની ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધી 60.11 ટકા પ્રાથમિક અહેવાલ બાદ બીજા દિવસે ફાઈનલ રિપોર્ટમાં 63.14 ટકા મત પડ્યાનું જાહેર થયું હતું.. જ્યારે બીજા તબક્કામાં 93 મતક્ષેત્રોમાં 6.50 ટકા ઊંચો તફાવત જોવા મળ્યો છે.

  • 07 Dec 2022 10:28 AM (IST)

    Gujarat Vidhan Sabha Election 2022 : મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

    વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરીને લઈને શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

  • 07 Dec 2022 10:26 AM (IST)

    Gujarat Elecion 2022 Result Live Updates : મહેસાણામાં શંકાસ્પદ કારના પ્રવેશ મુદ્દે AAPના કાર્યકરોએ કર્યો વિરોધ

    ગુજરાત ઈલેક્શન રિઝલ્ટ 2022 : મહેસાણામાં મત ગણતરી કેન્દ્ર પર શંકાસ્પદ કારની અવરજવર મુદ્દે તપાસમાં પોલીસકર્મીની કાર હોવાનું ખૂલ્યું છે. બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મચારીની કાર હોવાની કલેકટર અને ચૂંટણી અધિકારીની તપાસમાં સામે આવ્યું છે. મત ગણતરી કેન્દ્ર પર કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ AAPના કાર્યકરોએ હંગામો મચાવ્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. ઉપસ્થિત તમામ ઉમેદવારને સ્ટ્રોંગરૂમની મુલાકાત પણ કરાવી હતી. જયારે કોંગ્રેસના નેતાઓ અને વિજાપુરના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

  • 07 Dec 2022 10:23 AM (IST)

    Gujarat Election 2022 Live : થોડીવારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વર્ચ્યુઅલ બેઠક યોજાશે

    આજે પ્રદેશ કોંગ્રેસની કોંગ્રેસની મહત્વની બેઠક મળશે. સવારે 10.30 કલાકે આ બેઠક વર્ચ્યુઅલી યોજાવાની છે. જેની આગેવાની પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર કરશે. બેઠકમાં રાજ્યની તમામ બેઠકના કોંગ્રેસના ઉમેદવારો અને જિલ્લા પ્રમુખો જોડાશે. તેમને મતગણતરી અંગે કેટલાક સૂચનો આપવામાં આવશે પરિણામો અંગે શું ધ્યાન રાખવું તેનું માર્ગદર્શન અપાશે.

  • 07 Dec 2022 10:16 AM (IST)

    Gujarat Assembly Election : પરિણામ પહેલા એક વાયરલ ઓડિયો ક્લિપથી મોરબીનું રાજકારણ ગરમાયુ

    મોરબી ભાજપમાં જુથવાદ ચરમસીમા પર હોય તેવી ઓડિયો ક્લિપ સામે આવી છે. ભાજપના જ લોકો દ્વારા ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરતા હોય તેવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપ વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. ઓડિયોમાં ઘાંટીલા ગામના વ્યક્તિ અને ભાજપના સહકારી અગ્રણી મગન વડાવીયાની વાતચીત હોવાની વાત સામે આવી છે. જેમાં ભાજપના ઉમેદવાર કાંતી અમૃતિયાની સાથે રહીને કોંગ્રેસને મતદાન કરવાની વાત થઈ રહી છે. આ ઓડિયોમાં કાંતીલાલ અમૃતિયાના પૈસાથી કાર્યાલય બનાવી તેના વિરૂદ્ધ મતદાન કરવાની વાત પણ કહેવામાં આવી છે. જો કે આ ઓડિયોની પુષ્ટી TV9 કરતું નથી.

  • 07 Dec 2022 10:14 AM (IST)

    Gujarat Election 2022 : અમદાવાદમાં 21 બેઠકોની 3 કોલેજમાં મત ગણતરી થશે

    અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ , ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી હાથ ધરવામાં આવશે, ત્યારે મત ગણતરી કેન્દ્રો પર પોલીસ અને CRPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સાથે થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્ટ્રોંગ રૂમ બહાર CCTV લગાવાયા છે અને CRPF અને BSFની ટુકડી તૈનાત કરવામાં આવી છે.

Published On - Dec 08,2022 6:12 AM

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">