Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં, ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે મેળવ્યું પ્રથમ સ્થાન

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં, ગુજરાતના ટેબ્લોએ સતત ત્રીજા વર્ષે મેળવ્યું પ્રથમ સ્થાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 29, 2025 | 6:17 PM

76માં પ્રજાસત્તાક દિવસે યોજાયેલ પરેડમાં, આનર્તપુરથી એકતાનગર સુધીના ટેબ્લોમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી વર્તમાન વિકાસ સુધીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીએ, સતત ત્રીજા વર્ષે 'પોપ્યુલર ચોઇસ' કેટેગરીમાં નાગરિકોના સૌથી વધુ વોટ મેળવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

દિલ્હીમાં કર્તવ્ય પથ પર 26મી જાન્યુઆરીના રોજ યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં સૌથી વધુ મત મળ્યાં છે. 76માં પ્રજાસત્તાક દિવસે યોજાયેલ પરેડમાં, આનર્તપુરથી એકતાનગર સુધીના ટેબ્લોમાં ગુજરાતના સાંસ્કૃતિક વારસાથી વર્તમાન વિકાસ સુધીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ ઝાંખીએ, સતત ત્રીજા વર્ષે ‘પોપ્યુલર ચોઇસ’ કેટેગરીમાં નાગરિકોના સૌથી વધુ વોટ મેળવીને પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.

કર્તવ્ય પથ પર દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ યોજાતી રાષ્ટ્રીય પરેડમાં, 2023થી ગુજરાતના ટેબ્લોએ પોપ્યુલર ચોઈસ કેટેગરી એવોર્ડમાં અગ્રેસર રહેવાની પરંપરા શરૂ કરી છે. 2023ની પરેડમાં “ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત”ના ટેબ્લોમાં વડાપ્રધાને કરેલા પુન: પ્રાપ્ય ઊર્જાના મહત્તમ ઉપયોગના આહવાનને સાકાર કરવામાં ગુજરાતની પહેલની ઝાંખી પ્રસ્તુત કરી હતી. જેને પ્રથમ નંબર પ્રાપ્ત થયો હતો.

2024ના વર્ષમાં 75માં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતે રજુ કરેલા ટેબ્લો “ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO”ની પ્રસ્તુતિને પણ ‘પોપ્યુલર ચોઈસ’ કેટેગરીમાં પ્રથમ ક્રમ મળ્યો હતો.

ગુજરાતની આ ઝાંખીને વધુ રસપ્રદ બનાવવા પારંપરિક પંરતુ અર્વાચીન દુહાના તાલે રાજ્યનો ‘મણિયારો’ રાસ દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાતની પારંપારીક લોક સંસ્કૃતિ સમાન આ મણિયારા રાસને વિવિધ રાજ્યોના ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓની સ્પર્ધામાં પણ ત્રીજું સ્થાન મળ્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે તેની ગૌરવપૂર્ણ સિધ્ધિ અંગે ગુજરાતના સૌ નાગરીકોને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવીને આભાર વ્યક્ત કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">