Bharuch : જંબુસરમાં ગૌચરની જમીન પર કરાયેલા દબાણ હટાવાયા, 510 એકર જમીન ખુલ્લી કરાઈ, જુઓ Video
ગુજરાતમાં ગેરકાયદેસર જમીન પર કરેલા બાંધકામ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભરુતના જંબુસરમાં ગૌચરની જમીન પર ભુમાફિયાઓના દબાણ હટાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં ગેરકાયદેસર જમીન પર કરેલા બાંધકામ કરનાર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે ભરુચના જંબુસરમાં ગૌચરની જમીન પર ભુમાફિયાઓના દબાણ હટાવવામાં આવ્યા છે. 510 એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કપાસ અને મગ જેવા પાકની સરકારી ગૌચરમાં ખેતી કરવામાં આવતી હતી. 27 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી હતી. જે બાદ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરતમાં 100 જેટલા દબાણો દૂર કરાયા
બીજી તરફ સુરતમાં આવેલી AMNS કંપનીએ ગેરકાયદે બનાવેલી 100 મીટરની દિવાલ તોડી પાડવામાં આવી છે. કલેકટરે કાંઠા વિસ્તારમાં દબાણ હટાવવા કાર્યવાહી શરુ કરી છે. હજીરા, મોરા ત્રણ રસ્તા નજીક આ દીવાલ ચણી દેવાઈ હતી.સરકારી જમીન પર હોટલ ધાબા સહિત 100 જેટલા દબાણો દૂર કરાયા છે.
Latest Videos