વિદ્યાર્થીનીઓ માટે સારા સમાચાર, CBSE દ્વારા સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી

CBSEએ 20 ઓક્ટોબરના રોજ જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે, હવે ગર્લ સ્ટુડન્ટ્સ સ્કોલરશિપ માટે 31 ઓક્ટોબર, 2023 સુધી અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ હતી અને પહેલા તેની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર, 2023 હતી. બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ હેઠળ, લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે.

વિદ્યાર્થીનીઓ માટે સારા સમાચાર, CBSE દ્વારા સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશીપ માટે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી
CBSE Students
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 6:23 PM

જે વિદ્યાર્થીનીઓ CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે અરજી કરી શકી નથી તેમના માટે ખુશખબર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (CBSE) તમામ રાજ્યની વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 11 કે 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે શિષ્યવૃત્તિ (Scholarship) માટેની અરજી કરવાની તારીખ લંબાવીને 31 ઓક્ટોબર, 2023 કરી છે. પહેલા અરજીની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર, 2023 હતી.

અરજી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ હતી

CBSEએ 20 ઓક્ટોબરના રોજ જાહેર કરેલી નોટિસમાં જણાવ્યું હતું કે, હવે ગર્લ સ્ટુડન્ટ્સ સ્કોલરશિપ માટે 31 ઓક્ટોબર, 2023 સુધી અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ માટે અરજી પ્રક્રિયા સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ હતી અને પહેલા તેની છેલ્લી તારીખ 18 ઓક્ટોબર, 2023 હતી.

વિદ્યાર્થીનીઓને દર મહિને 500 રૂપિયાની સ્કોલરશીપ

બોર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ હેઠળ, લાયકાત ધરાવતી વિદ્યાર્થીનીઓને દર મહિને 500 રૂપિયા આપવામાં આવે છે. વધુ માહિતી માટે વિદ્યાર્થીનીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ cbse.gov.in નીમુલાકાત લઈને અપડેટ થયેલી સૂચના ચેક કરી શકે છે.

રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?
Condom : કોન્ડોમ કંઈ વસ્તુમાંથી બને છે?

સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે પાત્રતાની વિગતો

જે વિદ્યાર્થીનીઓ કે જેમણે ધોરણ 10 ની પરીક્ષા 60 ટકા માર્ક્સ સાથે પાસ કરી છે અને હાલમાં ધોરણ 11માં અભ્યાસ કરી રહી છે તે જ CBSE દ્વારા શરૂ કરવામાં આવેલી સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓની માસિક ટ્યુશન ફી દર મહિને 1500 રૂપિયાથી વધારે હોવી જોઈએ નહીં.

એવી જ રીતે 12 માં ધોરણમાં ભણતી તે જ વિદ્યાર્થીનીઓને સ્કોલરશિપ આપવામાં આવશે જેમને 11માં ધોરણમાં આ શિષ્યવૃત્તિ મેળવી હતી. ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ શિષ્યવૃત્તિ મેળવવા માટે રિન્યુઅલ અરજી સબમિટ કરવાની રહેશે.

આ પણ વાંચો : Education News: બેસ્ટ છે CBSE સેન્ટ્રલ સેક્ટર સ્કોલરશિપ, રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું, જાણો ક્યાં અને કેવી રીતે કરવું અપ્લાય

આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટેની અરજી કરવા સૌથી પહેલા CBSEની ઓફિશિયલ વેબસાઇટ cbse.gov.in પર જાઓ.
  • હોમપેજ પર Latest@CBSE વિભાગ પર જાઓ.
  • ત્યારબાદ આપવામાં આવેલી લિંકથી સીધા એપ્લિકેશન પોર્ટલ cbseit.in પર જાઓ.
  • તમે આ પેજ પર શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">