પીએમ મોદીએ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપતો કર્યો રિલીઝ, ગુજરાતના 49 લાખથી વઘુ ખેડૂતોને રૂપિયા 986 કરોડ મળશે
દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી રિલીઝ કર્યો છે. જેમાં ગુજરાતના 49.31 લાખથી વધુ ખેડૂતોને પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના હજ્જારો ખેડૂતો માટે રિલીઝ કર્યો.

વડાપ્રધાને આ અવસરે દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને 21માં હપ્તા પેટે 18 હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી.

ગુજરાતના 49.31 લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમને મુખ્યમંત્રીએ સંબોધન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તથા કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાએ 11.68 લાખ રૂપિયાથી વધુની વિવિધ કૃષિ સહાયના મંજૂરીપત્રોનું વિતરણ કર્યુ હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનની કૃષિ હિતકારી નીતિ અને ખેડૂતો પ્રત્યેની સંવેદનાના કારણે આજે ગુજરાતના લગભગ 98 ટકાથી વધુ ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ છે. ખેડૂતોને પૂરતું પાણી અને વીજળી મળવાના કારણે રાજ્યના કૃષિ ક્ષેત્રનું ચિત્ર બદલાઈ ગયું છે અને ખેડૂત સમૃદ્ધ થયો છે. માર્ચ 2026થી ગુજરાતના તમામ ખેડૂતોને દિવસે સિંચાઈ માટે વીજળી આપવામાં આવશે.

કૃષિપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, રાજ્યમાં લગભગ એક લાખ મેટ્રિક ટનથી વધુ મગફળી કિસાનોએ 293 કેન્દ્રો ઉપર પહોંચાડી છે. આજે રાજ્યમાં રૂ. 1100 કરોડથી વધુની ખરીદી થઈ ચૂકી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો