AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Story: બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા કચ્છના આ ખેડૂતે દાડમની ખેતીથી મેળવી 1.25 કરોડ રૂપિયાની આવક

ડ્રીપ પધ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન પણ થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ પાક મેળવી શકાય છે.

Success Story: બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ વિજેતા કચ્છના આ ખેડૂતે દાડમની ખેતીથી મેળવી 1.25 કરોડ રૂપિયાની આવક
Vinodbhai - Pomegranate Farming
Jay Dave
| Edited By: | Updated on: Feb 08, 2022 | 4:11 PM
Share

સુકા પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છમાં ખેતી ક્ષેત્રે ઘણા ખેડૂતોએ (Farmers) કંઈક નવુ કરી ન માત્ર ગુજરાત પરંતુ દેશ-વિદેશના ખેડૂતોને અંચબીત કર્યા છે. બાગાયત ક્ષેત્ર હોય કે પછી પ્રયોગાત્મક ખેતી કરી કંઈક નવું કરવાની વાત હોય કચ્છના ખેડૂતોએ ઓછી સુવિધા વચ્ચે ખેતીમા પ્રગતી કરી છે. તાજેતરમાં જ કચ્છના નારાણપર ગામના ખેડૂત વિનોદભાઇ વેકરીયાને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ 2019-20’ થી સન્માનીત કરવામાં આવ્યા છે. વિનોદભાઇ એ વર્ષ-2019 માં દાડમનું (Pomegranate Farming) મબલખ અને સારી ગુણવત્તાનુ ઉત્પાદન કરી 90 લાખનો નફો કર્યો હતો. વિનોદભાઈ પાણી બચાવીને ડ્રીપ ઈરીગેશનથી ખેતીનું મહત્વ સમજી અને જાણ્યું કે આ ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતો પદ્ધતિસર ખેતી કરે તો ધાર્યો નફો મેળવી શકે છે.

ડ્રીપ પધ્ધતિ અને વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરવાથી પાણીની બચત સાથે બમણું ઉત્પાદન પણ થાય છે. ઓછું નિંદામણ અને ખર્ચ પણ ઘટે છે તેમજ ઉચ્ચ ગુણવત્તાયુક્ત વધુ પાક મેળવી શકાય છે. આવા વિચારો સાથે દાડમનું વાવેતર કરનાર નારણપર ગામના ખેડૂત વિનોદભાઇએ 2019મા 5000 જેટલા દાડમની રોપણી કરી હતી.

વાવતેર કરતી વખતે ઝાડ દીઠ 80 કિલો દેશી ખાતર અને લીંબોળી ખોળના નિરણનો ઉપયોગ કર્યો. લોખંડના એંગલ અને તારથી દાડમને ટેકો આપ્યો. આયોજનબધ્ધ યોગ્ય માવજત કરી 3500 ગોટીકલમ અને 1500 ભગવા સિંદુરી ટીશ્યુકલ્ચર દાડમનો ઉછરે કર્યો. 600 થી 900 ગ્રામના પ્રતિફળના ઉતારાની ગુણવત્તાના પગલે તેમણે દાડમના નીચા બજાર ભાવમાં પણ યોગ્ય ભાવ મેળવી રૂ. 90 લાખનો ચોખ્ખો નફો મેળવ્યો હતો.

225 ટન દાડમ ઉત્પાદનમાંથી બજાર ભાવ રૂ. 35 હતો ત્યારે માલની ગુણવત્તા અને પ્રમાણના આધારે ભાવ રૂ. 65 ના કિલો મેળવ્યા હતા. રૂ. 1.25 કરોડની આવક થયેલી જેમાંથી 35 લાખનો ખર્ચ બાદ કરતાં રૂ. 90 લાખનો ચોખ્ખો નફો થયો હતો. વિનોદભાઇએ વિદેશમાં દાડમની નિકાસ પણ કરી હતી. કૃષિક્ષેત્રે પોતાની આગવી કોઠાસુઝ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ખેતીના ઉત્તમ પરિણામ મેળવી અન્ય ખેડૂતોને પ્રેરણા આપવા માટે તેમને ‘બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ’ મળ્યો છે.

વિનોદભાઇએ પોતાના અનુભવના આધારે ખેડુતોને જણાવ્યુ છે કે અત્યારની ખેતી ખર્ચાળ છે. સિસ્ટમથી ખેતી કરવી જોઇએ ડ્રીપ નહીં અપનાવીએ, તો પાણીનો બગાડ કરીશું અને આયોજન વગર ખર્ચ કરીશું તો ઉત્પાદન અને આવક પર ધાર્યુ વળતર નહીં મળે. તાજેતરમાં જ નામ જાહેર થયા બાદ કચ્છ જીલ્લા વિકાસ અધિકારીના હસ્તે વિનોદભાઇને પ્રમાણપત્ર તથા રૂપિયા 50,000 નો પુરસ્કાર એનાયત કરાયો હતો.

આ પણ વાંચો : મહેસાણા : દૂધસાગરના પશુપાલકો માટે ખાસ દિશાસૂચન, પશુઓની કાળજી સાથે સ્વચ્છ દુધ ઉત્પાદનની પાયાની જરૂરિયાતો

આ પણ વાંચો : Cotton Prices: વધતા-ઘટતા ભાવમાં ખેડૂતોએ કપાસનો સ્ટોક કરવો કે વેચવો ? જાણો શું છે કૃષિ નિષ્ણાંતોની સલાહ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">